________________
ગીતાધર્મનું પરિશીલન અનાસક્તિપૂર્વક પ્રવૃત્તિ કરવાની આ દષ્ટિ નવી તે ન જ હતી, પણ ગીતાકારે જેવા સોગમાં અને કેવી રીતે તેની ચેખવટ કરી છે તે બેશક અપૂર્વ હેઈ ભારે આકર્ષક બની છે.
(૩) આકર્ષકપણાનું ત્રીજું મહત્વનું અંગ તે ગીતાની પ્રતિપાદનકલા અને કવિતા. ગીતાકારે સાંખ્ય તત્વજ્ઞાન, યોગમાર્ગ, ભક્તિમાર્ગ, યજ્ઞ પરંપરા આદિ અનેક વિષયને ઠીક ઠીક વિસ્તારથી છણ્યા છે; એટલું જ નહિ, પણ તેણે દશમા અને અગિયારમા અધ્યાયમાં અનુક્રમે વિભૂતિનિરૂપણ તેમ જ વિશ્વરૂપદર્શન દ્વારા જે કાવ્યકલા દર્શાવી છે તે બધું, મુખ્ય પ્રશ્નની દૃષ્ટિએ આડકથા જેવું લાગવા છતાં પણ, તેણે છેવટે એ બધા વિષયોને અને પિતાની કલાને પિતાના મુખ્ય પ્રતિપાદ્ય વિષયફલેચ્છાત્યાગ સાથે એવી રીતે સુસંવાદીપણે જેલ છે કે વચ્ચે વચ્ચે નાનીમોટી ગમે તેવી અસંગતિઓ આવતી હોય તે તે પણ તેના સુસંવાદી સૂરમાં સાવ લુપ્ત જેવી થઈ જાય છે.
ગીતાકાર કૃષ્ણના મુખે છેવટે થથેર િતથા યુદ્દ એમ કહેવડાવે છે ત્યારે આપણને એવી પ્રતીતિ થાય છે કે કૃષ્ણ અર્જુનને જે કર્મગ ઉપદે, જે ફલેછાત્યાગ નિરૂપ્યો તે તેણે પિતે જ અમલમાં મૂક્યો. ચોથેરરિ તથા ગુરુ એ વચન દ્વારા કૃષ્ણ અર્જુનને એટલું જ કહે છે કે તારા પ્રશ્નોના જવાબમાં જે કંઈ કહેવાનું હતું તે મેં તેને કહ્યું, હવે હું પરિણામનિરપેક્ષ છું, તને ફાવે તેમ નિર્ણય કર.
ઉપર સૂચવેલ અને બીજા કેટલાંક તને લીધે ગીતાનું જે આકર્ષક સ્થાન સિદ્ધ થયેલું તેને જ લીધે શ્રી. શંકરાચાર્યના પહેલાંના વિદ્વાને ગીતા ઉપર લખવા પ્રેરાયેલા. જોકે એ પ્રાચીન વ્યાખ્યાઓ આજે ઉપલબ્ધ નથી, તથાપિ શ્રી. શંકરાચાર્યથી માંડી આધુનિક યુગ સુધી શૈવ વૈષ્ણવ આદિ અનેક પરંપરાઓના સુપ્રસિદ્ધ આચાર્યોએ ગીતા ઉપર સંસ્કૃતમાં લખેલી ટીકા, અનુટીકાનું વિશાળ સાહિત્ય ઉપલબ્ધ છે. ગીતાના મૌલિક આકર્ષકપણુમાં, તેના ઉપરની નાનાવિધ સંપ્રદાયની વિવિધ દષ્ટિવાળી વ્યાખ્યાઓને લીધે, એર ઉમેરો થયો છે. સંસ્કૃતમાં લખાયેલાં ભાષ્યો અને વૃત્તિઓ ઉપરાંત ગીતાના ભૌલિક આકર્ષકપણુમાં અસાધારણ ઉમેરે કરનાર એક બીજું પણ સાહિત્ય છે, અને તે લેકભાષામાં રચાયેલ ગીતા ઉપરની વ્યાખ્યાઓ. તેરમા સૈકાના સુપ્રસિદ્ધ મહારાષ્ટ્રીય સંત જ્ઞાનેશ્વર પહેલાં કોઈ પણ પ્રાંતીય વિદ્વાને કે તે ગીતા ઉપર કંઈ લખ્યું હોય તે તે અત્યાર લગી અજ્ઞાત છે. પણ મને પિતાને એ સંભવ લાગે છે કે કોઈ ને કોઈ વિડ આળવાર કે નામનાર સતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org