________________
૬૧૦ ]
દર્શન અને ચિંતન ફેંકવા કેડે બાંધી ઊભાં રહેલાં બંને પ્રતિસ્પધી સૈન્ય વચ્ચે જ અર્જુનને મેઢે ધર્મ વિષયક પ્રશ્ન કરાવ્યો છે, અને યુદ્ધના અંતિમ નિર્ણયમાં જેમને અગત્યને ફાળ હતું અને જે સારથિરૂપે દેરવણી પણ આપવા કબૂલ થયેલ એ શ્રીકૃષ્ણને મુખે જ એ પ્રશ્નને વિસ્તૃત જવાબ અપાવ્યો છે. એક તો યુદ્ધત્તિ જ લેકેને સહેજે ભાવતી વસ્તુ છે, એને રસ જાગ્યા પછી માણસ મરણપર્વત પાછી પાની નથી કરતો. બીજું એ કે જે યુદ્ધમાં સીધું ઝંપલાવી ન શકે તેને પણ એ નજરે જોવું ગમે જ છે. જ્યાં નજરે જોવાની શક્યતા ન હોય ત્યાં પણ યુદ્ધ વાત યા એ ઉક્તિ તે કામ કરે છે. તેથી ધૃતરાષ્ટ્ર કરતાં પણ તીવ્ર જિજ્ઞાસા આપણામાં એ જાગે છે કે બધું તે ઠીક, પણ કૃષ્ણનાં લાંબાં લાંબાં વ્યાખ્યાને અતિ અને નિર્ણય શેર કર્યો ? અને તેનું પરિણામ શું આવ્યું ? સંજય દ્વારા ધૃતરાષ્ટ્રની જિજ્ઞાસા પૂર્ણપણે સંતોષાઈ હશે કે નહિ એ તે તે જાણે, પણ આપણે જ્યારે કરશે વચને તવ એ ઉદ્ગાર અર્જુનના મુખમાંથી સાંભળીએ છીએ અને તેને પાકે યુનિર્ણય જાણીએ છીએ ત્યારે આપણને એટલી તે નિરાંત વળે જ છે કે હવે યુદ્ધ બંધ પડવાનું નથી, અને બન્યું પણ તેમ જ
નૈમિષારણ્યમાં કે બીજા તવનમાં પણ ધર્મ અને તત્વજ્ઞાનની ચર્ચા ચાલતી હેય તે ભારતીય માનસ બધું કામ છોડી એ તરફ વળે છે, ત્યારે અહીં તે યુદ્ધભૂમિ ઉપર જ ધર્મ અને તત્વજ્ઞાનના પ્રશ્નો ઝીણવટથી ચર્ચાય છે અને તે પણ યુદ્ધની કાર્યકાર્યતાને ઉદ્દેશીને જ, એટલે સ્વાભાવિક રીતે જ ગીતાની આ શિલી બહુ રોચક બની છે.
(૨) ગીતાના આકર્ષકપણાનું બીજું મુખ્ય અંગ એમાં ચર્ચાયેલા વિષયની પસંદગી અને તે પાછળ રહેલી ગીતાકારની દૃષ્ટિ. પિતાના સમય સુધીમાં જે ધાર્મિક અને તાત્ત્વિક મુખ્ય મુખ્ય પરંપરાઓએ ભારતીય માનસ ઉપર કબજે જમાવ્યો હતો, તે બધી પરંપરાઓને સંક્ષેપમાં આવરી લઈ ગીતાકારે પિતાની દષ્ટિએ તેની મીમાંસા કરી છે અને તેમાંથી પિતાની એક સુનિશ્ચિત દૃષ્ટિ ફલિત કરી છે. એ દષ્ટિ તે કર્મવેગની અર્થાત ફલેછાત્યાગની. ભારતીય માનસ ઉપર મોક્ષ-પુરુષાર્થની અને તેના અંગ લેખે નિવૃત્તિમાર્ગની એવી ઊંડી છાપ પડી હતી કે જેને લીધે જીવનવ્યવસાયમાં પડેલ દરેક પ્રવૃત્તિશીલ માણસ મેક્ષ અને નિવૃત્તિની વાતોમાં જેટલે રસ લેત, તેટલે સ્વીકારેલ પ્રવૃત્તિમાં ભાગ્યે જ રસ લેત. એથી ન તે તેની જીવનક્ષેત્રવિષયક પ્રવૃત્તિ યોગ્ય રીતે સધાતી અને ન મોક્ષની આકાંક્ષા પૂરી પડતી. એવી પ્રજાવ્યાપી અસમંજસ સ્થિતિમાં ગીતાકારે યુદ્ધને વિશે જીવનયુદ્ધને લગતી દષ્ટિ સ્પષ્ટ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org