________________
૬૩૨ ]
દર્શન અને ચિંતન અહિંસાના વ્યાપક વર્તેલમાં તેના અંગ લેખે ગોઠવ્યા છે, જેમ ગાંધીજીએ સત્યના વર્તુળમાં અન્ય સગુણેને બેઠવ્યા છે તેમ. આ એક સાધનાની અનન્ય નિષ્ઠાનું સૂચન માત્ર છે.
કદમાં સત્ય અને કત એ શબ્દ છે. તેમાં તને અર્થ સહજ નિયમ કરવામાં આવે છે. સૂર્યને ઉદય-અસ્ત અને ઋતુચનું ગમનાગમન નિયમ પ્રમાણે જ થાય છે. આ રીતે નિયમ એ ઋત છે અને એ નિયમ જે સત ઉપર પ્રતિષ્ઠિત છે તે સત્ય. પરંતુ બારીકીથી જોતાં ત્રિકાલાબાધિત નિયમ અને સત્ય એ બે જુદાં હોય તેમ સમજાતું નથી. છતાં એટલું ખરું કે ઋત એટલે ગતિ-નિયમબદ્ધ ગતિ, અને તેમાં જે સંવાદીપણું તે સત્ય. ચિત્રમાં રેખાઓ અને સંગીતમાં સ્વરે એ ઋત હોય તો તેનું સંવાદિત્ય એ સત્ય છે, કેમ કે સંવાવિ વિના રેખા અને સ્વરે માત્ર બેખું છે અને એ ખુંખા વિના સંવાદિતત્વને, મીઠાશને, રસનો, કળાનો આવિર્ભાવ જ શક્ય નથી.
ઋતના સ્થાનમાં અવેસ્તામાં “અશ” શબ્દ આવે છે. અર્થ એ જ છે, છેવટે ત અને અશ એ ધર્મ છે. એને જેનો, બૌદ્ધો, બ્રાહ્મણે બધા જ ધર્મ શબ્દથી વ્યવહારે છે. આજે તે ધર્મ શબ્દ જ પ્રચલિત થઈ ગયો છે.
ચાતુર્યના મથાળા નીચે કાકાએ જે ચર્ચા કરી છે તે હિંદુઓની જ કહેવાતી એક સનાતન ચતુર્વર્ણવ્યવસ્થાને લગતી છે. ગીતામાં પણ તેને નિર્દેશ છે જ. ચતુર્વણુંનું બેખું કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, ક્યારે આવ્યું અને કયાં ક્યાં બળને લીધે ઘડાયું એ વિશે હજારો વર્ષ થયાં અનેક જાતના વિચારે પ્રવર્તે છે, અને તેના ઉલેખે પણ હિન્દુ સાહિત્યના મોટા ભાગને રોકે છે. ચાતુર્વણ્યના અર્થની કલ્પના વિશે અને તેનું સ્વરૂપ બદલવા વિશે પણ જમાને જમાને અનેક જણે અનેક પ્રયત્ન કર્યો છે. કેટલાકને
એમાં થોડીઘણી સફળતા મળી છે, છતાં હજી હિન્દુ સમાજના જીવનવ્યવહારનું નિષ્ણાણ જેવું બેખું તે ચાતુર્વણ્યના રૂપમાં વર્તમાન છે.
કાકાએ પિતાની દૃષ્ટિથી વેદ, ઉપનિષદ અને મહાભારત આદિ ગ્રંથના અમુક અમુક ઉતારાઓને આધારે ચાતુર્વણ્યને વિકાસક્રમ ઘટાવ્યો છે, અને સાથે સાથે વણું એટલે શું, તેની વ્યવસ્થા એટલે શું, એ પણ પિતાની પરિમાર્જિત સામાજિક દષ્ટિએ બતાવ્યું છે. તેમણે એક બાજુથી ચતુર્વર્ણવ્યવસ્થાનું ચાર પ્રકારના સમાજ પોષક ધંધાના ચાર વર્ણરૂપે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org