________________
ગીતાધમનું પરિશીલન
[ ૬૨૫
સામાન્ય રીતે જીવનવ્યવહારના દરેક પ્રદેશમાં માણસના મનમાં એ ડર રહે છે કે, રખે મારી વાત આ ભાઈ પ્રગટ કરી દે. ઘણાં માણસનું બળ કે પરાક્રમ એ જ હોય છે કે તેઓ સામાના દેશને પ્રગટ કરી દેવાની ધમકી આપ્યાં કરે છે. એટલે પશુનવૃત્તિ એ ખરી રીતે સમાજને સડે છે,
દેવકથન એ જાતે દુષ્ટ નથી, પણ એની પાછળ કેવી વૃત્તિ રહેલી છે તે જ જોવાનું હોય છે. જે સંસ્કૃત્તિમૂલક દેવકથન હોય તે તે પશુનમાં ન આવે. એવી સ્થિતિમાં એ કથન પક્ષ સ્થિતિમાં થાય પણું નહિ. સુવર્ણ નિયમ એ છે કે જે મેઢે કહી શકાય તેથી જરા પણ વધારે પીઠ પાછળ ન કહેવાય તે સમજવું કે એમાં પશુન નથી–જે આ વખતે તેમાં આવેશ ન હોય તે.
બેશક, સમાજ-સુવ્યવસ્થાને પાયે અપૈથુન છે. સ્ત્રીઓ કુથલીશર છે એમ કહેવાય છે, પણ કુથલી તે એવી વ્યાપક છે કે તે સાધુ, વિદ્વાન, અધ્યાપક આદિ બધાને વળગી છે અને જે એ જ સ્ત્રીત્વની વ્યાખ્યા હોય તે પછી પુને શેધવાની જ મહેનત લેવી પડશે !
બદ્ધ અભિધર્મમાં “હિરી” અને “ઓતપૂ” એ બેને શોભન ગુણોમાં ગણાવ્યા છે. કોઈ જુએ છે કે નહિ તેને કશે પણ વિચાર કર્યો વિના આપમેળે જ અકૃત્ય વિચાર અને વર્તનથી દૂર રહેવાની સ્વયંભૂ વૃત્તિને જ “હિરી” અને બીજાથી શરમાઈ અકૃત્ય કરતાં અટકવું તેને “તપ” કહેલ છે. અમરકેશમાં “હા” અને “અપત્રપા” શબ્દ છે તે જ પાલિમાં “હિરી” અને “તપ” છે. અમરકેશમાં પણ હીં અને અપત્રપાને અર્થ ઉપર પ્રમાણે જ કરેલ છે. આચારાંગ જેવા પ્રાચીન પ્રાકૃત ગ્રંથમાં “લજજુ” શબ્દ છે, તે સ્વતઃ લજજાળુ અર્થમાં જ વપરાયેલ છે. કાકાએ હીની ચર્ચા કરતાં લાજ, આબરૂ શબ્દ પ્રયોગ કર્યો છે તે અનક્રમે હી અને અપત્રપાના ભાવમાં જ કરેલ છે.
લાજ, આબરૂને કાકાએ સમાજની આખરી મૂડી કહી છે તે તદ્દન યથાર્થ છે. જે સમાજ પાસે આ આખરી મૂડી ન હોય કે ઓછી હોય તે તે સુવ્યવસ્થિત રીતે જીવન ગાળી જ ન શકે. જોકે ગુણવત્તાની દૃષ્ટિએ અપત્રપાના કરતાં હીનું સ્થાન ચડિયાતું છે, છતાં સામાજિક વ્યવહાર માટે ભાગે અપત્રપાના આધારે જ નભે છે.
કાકાએ શૌચને અનેક દૃષ્ટિએ ઊહાપોહ કર્યો છે. વ્યક્તિગત શૌચ એ એક વસ્તુ છે અને સામાજિક સૌચ એ બીજી વસ્તુ છે. એ બે વચ્ચેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org