SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ • ગીતાધમ 'નું પરિશીલન [ કર્ ખાખતા સ્પષ્ટ કરી છે, અને ગીતાની દૃષ્ટિ તેમ જ આય પરપરા ધ્યાનમાં રાખી ગીતાના સમાજશાસ્ત્રને લોકશાસ્ત્ર તરીકે ઓળખાવ્યુ` છે. આધુનિક સમાજશાસ્ત્રીઓની સમાજશાસ્ત્રવિષયક કલ્પના અને વિષયમર્યાદા બહુ જ વ્યાપક છે અને તેથી જ તે લેાકશાસ્ત્રના પર્યાય અની રહે છે. અભય એ મૂળે આધ્યાત્મિક ગુણ મનાતા આવ્યા છે. એના આધાર અમરત્વની ભાવના છે. જિજીવિષા શબ્દને વૈયક્તિક જીવનની તેમ જ હાર્દિક છ્તનની ઇચ્છા પૂરતો સ`કુચિત અર્થે રૂઢ થયેલા હોવાથી ભયની પરપરા જન્મે છે અને સ્મૃતિકારાએ તથા નીતિવિદોએ પણ રાજતંત્ર, વર્ણ વ્યવસ્થા આદિ બધાં જ તાને સુસંગતિ રાખવાના એક ઈલાજ તરીકે ભયનું સમ ન કર્યું છે. ઊગતા પ્રજામાનસને ધડવા, વિકસાવવા અને સુસ’સ્કારી બનાવવાની જવાબદારી લેનાર કેળવણીકારા સુધ્ધાં ભયમૂલક ત વ્યવસ્થાની હિમાયત કરતા આવ્યા છે. તેથી સહેજ જ પ્રશ્ન થાય છે કે અભયમૂલક સમાજવ્યવસ્થાની હિમાયત કરનાર ફાકાએ પર પરાગત અને શાઅસમર્થિત ભયમૂલક વ્યવસ્થાના કાંઈ વિચાર અથવા ખુલાસો કર્યો છે કે નહિ ? આને ઉત્તર અભયની હિમાયત કરતાં અહુ સૂક્ષ્મ અને દીર્ઘદષ્ટિ વાપરી સમાધાનકારક રીતે દાખલાદલીલ સાથે આપ્યા છે. એમાં એમના સ્મૃતિશાસ્ત્રવિષયક અભ્યાસ અને કેળવણીકારની શુદ્ધ દૃષ્ટિ એ મને જોવા મળે છે. તેમના કહેવાના નિષ્ક એટલો જ છે કે જે પેાતે ભયભીત રહે તે સમાજ તા કદી ઉત્કર્ષ સાધી શકતા જ નથી, પણ જે બીજાને ભયભીત રાખવાની ગડમથલમાં જ પડેલ હાય તે સુધ્ધાં પોતાના સ્થાયી અને સ્પૃહણીય ઉત્કર્ષ સાધી શકતો નથી, કેમ કે તેવા ઉત્કષમાં ઉપયેગી થાય એવાં તેનાં શક્તિસાધના ખોટી રીતે વપરાય અને ધસાય છે. આ દૃષ્ટિથી ન હરવા અને ન ડરાવવાની અભયનીતિ જ સમાજના વ્યાપક ઉત્કર્ષ માટે આવશ્યક છે. સત્ત્વસંશુદ્ધિના પ્રકરણમાં સામાજિક સંગઠનના સાચા આધાર લેખે સત્ત્વસંશુદ્ધિનું જે વિવિધ દૃષ્ટિએ કાકાએ નિરૂપણ કર્યુ છે તેમાં સામાજિક વિકાસને સક્ષિપ્ત ઇતિહાસ જ આવી જાય છે. હૃદયશુદ્ધિ એ જ સત્ત્વસંશુદ્ધિ છે. જેટલા પ્રમાણમાં તે હાય તેટલા પ્રમાણમાં જ સામાજિક સંગઠન ટકી શકે છે એવું યથા વિધાન કર્યા પછી પરશુરામ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, રામચંદ્ર, શિવાજી આદિના પૌરાણિક અને ઐતિહાસિક દાખલાઆ ટાંકી કાકાએ ઠીક જ કહ્યું છે કે : “ શિવાજીએ હિંદુ સંગઠન કર્યું. તેથી આજે આપણે બે ફરવા નીકળીએ તો તે કાળાનુકૂળ અગર તે વ્યષ્ટિ અને સમષ્ટિના તેટલું જ સમાજના નહિ થાય. વ્યક્તિ અને > Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249227
Book TitleGita Dharmnu Parishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages22
LanguageGujarati
ClassificationArticle & Religion
File Size121 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy