SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન હિતવિરે ટાળવા માટે છેલ્લાં બે-ત્રણસો વર્ષોમાં સમાજશાસ્ત્રીઓએ જે જે ઉપાય વિચાર્યા છે તે બધા કરતાં સત્વસંશુદ્ધિનો ઉપાય કેટલે કારગત નીવડી શકે એ મુદ્દો બહુ જ હૃદયંગમ રીતે રજૂ કરાયો છે. સત્વસંશુદ્ધિ દ્વારા કુટુંબસંસ્થાનો આંતરિક અને વ્યાપક સુધાર કરવા ઉપર ભાર આપવાને બદલે કુટુંબસંસ્થામાં તડ પાડતી સંન્યાસ અને શ્રમણસંસ્થાઓ મોટા પાયા ઉપર રચાઈ તેને પરિણામે એ સંન્યાસ અને શ્રમણસંસ્થાઓના અને મૂળભૂત કુટુંબસંસ્થાના શા હાલહવાલ થયા તેનું હૂબહૂ ઐતિહાસિક ચિત્ર કાકાએ આલેખ્યું છે. તેમણે મોક્ષની વ્યાખ્યા આપી છે તે શાસ્ત્રીય હોવા ઉપરાંત વિશેપ બુદ્ધિચાહ્ય અને સર્વોપયોગી છે. તેઓ જણાવે છે કેઃ “ઘડરિપુના બંધનમાંથી કાયમનો છૂટકારો મેળવે એ જ મોક્ષને અર્થ છે. તદ્દન મટી જવું અને કઈ રીતે શેષ ન રહેવું એ મોક્ષને અર્થ નથી. મેં પણ એક સાધન જ છે. તેનું અંતિમ સાધ્ય છે વિશ્વાભેશ્ય. એ જ લોકજીવનને પમ અને ચરમ આદર્શ છે.” ધતિના પ્રકરણમાં વ્યવહાર અને વૈજ્ઞાનિક દાખલા વડે જ્યારે કાકા ધતિનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે ત્યારે તે ગમે તેવા નબળાબળને સુધ્ધા ધતિને આશ્રય લેવાની ભૂખ જગાડે છે. નાસભાગ કરતાં સૈન્યમાં જે સેનાપતિ સાચી ધતિવાળે હોય તો તે તેમાં પાછી કાર્યકારી એકતા સ્થાપે છે. મનુષ્યતર પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચે જે મૌલિક અંતર છે તે દર્શાવવા સાથે માણસને નવા નવા પ્રયોગ કરવામાં વૃતિ જ ટકાવી શકે એ વિધાન કરે છે ત્યારે કાકા માણસજાતિના વિકાસનું રહસ્ય સ્પષ્ટ કરે છે. એકલાં જ પુરુવાર્થ કરે એટલે બીજાને હાથા બનાવી માત્ર પિતે જ આગેવાની લેવી એવી મધ્યકાલીન એકાંગી નીતિ અને સંઘની આગેવાની ન લેવી એવી બીજી એકાંગી નીતિ એ બંનેનું નિસારપણું તેમણે મને રંજક રીતે દર્શાવ્યું છે. બીજી નીતિના નિઃસારપણું માટે શ્રી રવીન્દ્રનાથ ઠાકુરે આપલે દાખલ તેમણે સં છે કે ગામના હિતાર્થે આગેવાન થઈ બાંધનાર ફાળે ઊધરાવવા નીકળે ત્યારે તેને લેકે કહે છે, કૂવાનું પુણ્ય તને, પૈસા અમારા ? શમ-દમના નિરૂપણમાં તેનું સામાજિક દૃષ્ટિએ જે સ્વરૂપ આલેખ્યું છે તે શાસ્ત્રોકત વ્યાખ્યાને આવશ્યક વિસ્તાર છે. તેમણે કહ્યું છે કે “આપણું દેહગત જીવનના કરતાં આપણું સમાજગત જીવન જ વ્યાપક, દીર્ધકાલીન તેમ જ અર્થપૂર્ણ હોય છે અને તેથી આપણું દેહગત વાસનાઓને રોકીને આપણું સામાજિક જીવન શુદ્ધ અને નિષ્પાપ કરવું એ આવશ્યક હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249227
Book TitleGita Dharmnu Parishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages22
LanguageGujarati
ClassificationArticle & Religion
File Size121 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy