________________
૬૨૮]
દર્શન અને ચિંતન શકે નહિ. એ વિના એને જીવન કંટાળાભરેલું જ લાગે અને જીવન જલદી છોડી દેવું એ ભાવ જ જન્મે. આ ઉપરાંત, દરેક છવધારી પિતાના પ્રેમને વિસ્તાર પણ કરવા મથે છે અને ખરી રીતે એના વિસ્તારમાં જ એનું આખું જીવન પૂરું થઈ જાય છે. જડ અને ચેતન એ બે વચ્ચે ભેદ દર્શાવે હોય તે પ્રેમના નાસ્તિત્વ અને અસ્તિત્વથી જ દર્શાવી શકાય. આમ છે, અને છે પણ એમ જ, તે ઠર્યું એમ કે ચેતનાને વિસ્તાર કરવો એ જ પ્રેમ છે. બીજા પ્રત્યે વહાલ દર્શાવવું અને બીજનું વહાલ મેળવવું એ જ પ્રિય શબ્દ ઉપરથી બનેલ પ્રેમ શબ્દને ફલિતાર્થ છે.
જ ચેતન તત્ત્વને જ બ્રહ્મ, ઈશ્વર કે આત્મા કહીએ તે કયું એમ કે પ્રેમ એ જ આત્મા છે અને એ પણ કહ્યું કે આવો આત્મા સૂક્ષ્મ, સ્થળ સર્વ પ્રકારનાં પ્રાણીઓમાં મોજુદ છે. તો પછી એમ ન કહી શકાય કે આત્મા માત્ર મનુષ્યમાં વસે છે. આ જાતને વિચાર કાકાએ મૂક્યો છે તે તત્ત્વજ્ઞાન અને વ્યવહારની દૃષ્ટિએ તદ્દન બુદ્ધિગમ્ય છે.
જે પ્રેમ એ સહજ અને જીવનનું મૌલિક ઉપાદાન હોય તો એમ કેમ બને છે કે એક જણ બીજા પ્રત્યે ઘણીવાર વગર કારણે પણ અણગમો દર્શાવે છે; એને પજવવા, શેખવા જેવી અપ્રિય પ્રવૃત્તિમાં રસ લે છે ? આ પ્રશ્નનો ઉત્તર આપણને જીવનનાં જુદાં જુદાં પાસાં તપાસવા તેમ જ તેનાં બળાબળનું તેલન કરવા પ્રેરે છે. દરેક પ્રાણીમાં બુદ્ધિ અને સમજણને વિકાસ એકસરખે નથી હોતો અને એ જ કારણે રેપ, પ, અદેખાઈ કે વધારે પડતું શેપણ કર્યા વિના જ પોતાનું જીવન કેમ ગોઠવી શકાય તે કળા સૌમાં એકસરખી સિદ્ધ થઈ નથી, એટલે પ્રેમ ચાહનાર અને પ્રેમ કરનાર માણસ જેવું વિકસિત પ્રાણી પણ પિતાના સમાજમાં અને માનવેતર જગતમાં પિતાનું નિરુપદ્રવી સ્થાન–જીવવું અને જીવવા દેવું–સિદ્ધ કરી શકયો નથી. પણ સાથે સાથે આપણે જોઈએ છીએ કે માનવસમાજમાં કાળે ફાળે એવી વ્યક્તિઓ પેિદા થઈ છે અને થાય છે કે જે પિતાની સાચી સમજણ અને જીવનકળાની વિશિષ્ટ સાધના દ્વારા આખા જગત પ્રત્યે એકસરખો પ્રેમ વ્યક્ત કરી ગઈ છે અને વ્યક્ત કરતી અત્યારે પણ જોવામાં આવે છે. જે વસ્તુ વિરલ વ્યક્તિઓમાં દેખાય તે અન્યમાં ન જ સંભવે એવા દૃષ્ટિકોણથી જીવનવ્યવહાર ઘડે તે કરતાં એ વસ્તુ પ્રયત્નથી બધામાંય સાધ્ય થઈ શકે છે એવી સમજણને આધારે જીવનવ્યવહાર કેળવવો એ સૌને માટે કેટલું સારું છે!
વળી, એમ પણ નથી કે પ્રયત્નથી સમાજમાં જીવવું અને જીવવા દેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org