________________
૬૨૬ ]
દર્શન અને ચિંતન
<
તારતમ્ય તે ખૂબ દાખલાદલીલથી બતાવે છે; તેથી પણ આગળ વધી તેઓએ શારીરીક અને માનસિક શૌચનું સામાજિક જીવનમાં જે સ્થાન છે અને જે હાવું જોઈએ તે બહુ જ વિગતથી સમજાવ્યું છે. મન ગમે ત્યાં ભમે તાયે શરીર, કાબૂમાં હોય એટલે બસ છે એવું વલણ ધરાવનારને સચેત જવાબ આપતાં કાકાએ ઠીક જ કહ્યું છે કેઃ એકાદ બરમાં ખૂબ ગંદકી છુપાવી રાખી હોય. તે કાર્યની નજરે ન પડવા દઈએ તેપણ તેમાંથી રાગને ફેલાવા થવાના જ. આ વાત જેટલી સાચી છે તેટલું જ એ પણ સાચુ છે કે કોઈકે એક જણની ચિત્તત્તિ મલિન હોય તે આખા સમાજ પર તે પોતાના પ્રભાવ પાડવા વિના રહેશે નહિ. એથી ઊલટું, એકાદ જણની ચિત્તવૃત્તિ પવિત્ર, ઉદાત્ત અને આય હશે તે તેની અસર પણ સમાજ પર પહેાંચવાની જ. ' કાકાએ માનસિક શૌર્યનું પ્રધાનપણું બતાવતાં દેહાપત્ય અને વિચારાપત્ય એવા એ પ્રકારના અપત્યેા વચ્ચેનું અંતર અતાવ્યું છે, તે તેમના વક્તવ્યને સચાટપણે રજૂ કરે છે. આમ તે! શૌચ સત્ર સંભળાય અને ગવાય છે, પણ એનુ સામાજિક મૂલ્ય કેટલું છે તેને વિચાર વ્યાપકરૂપે હજી સાર્વત્રિક થયા નથી. તેથી ગીતાને આધારે થયેલા આ વિચાર બહુ ઉપયોગી થઈ પડે તેવા છે.
?
અલાલુપતાની ચર્ચામાં કાકાએ પ્રથમ અનુભવમાં આવતી અનેકવિધ લોલુપતાને નિર્દેશ કર્યો છે. અધિકાર કે સ્વા'લાલુપતા, સ્વાદ્લોલુપતા, કામલેાલુપતા, એ બધી લાલુપતા કેવી કેવી રીતે બાધક નીવડે છે એ સળુ તેમણે સામાજિક વ્યવહાર, રાજકારણ અને આહારવિધિમાંથી દાખલાએ ચૂંટી તદ્દન દીવા જેવું સ્પષ્ટ કર્યું છે. જે લોકો ઉન્માદક વાતાવરણ વચ્ચે રહીને અલાલુપતા સાધવાની હિમાયત કરે છે તેમને કાકાએ અકાટચ ઉત્તર આપતાં કહ્યું છે કે છેવટે એવી હિમાયત વામાચાર ભી જ વાળે. વળી, જેઓ નિર્માંળતાના આદર્શની ખાતર સ્ત્રીઓને પડદામાં રાખવાની અને પુષોએ પૂતળી સુધ્ધાં ન જોવાની હિમાયત કરે છે તેમને એકાંત પણ બ્રહ્મચર્યના આદર્શ માટે પાચે જ છે એ પણ કાકાએ યથા રીતે દર્શાવ્યુ છે, અને અલાલુપતા વૈયક્તિક કે સામાજિક આરોગ્યમાં કેવું અગત્યનું સ્થાન ભોગવે છે તે સ્થાપિત કર્યું છે.
નાતિમાનિતાની ચર્ચામાં અમાનિત્વનો પણ વિચાર કર્યાં છે. ઍને અર્થ માન ન કરવું એટલે જ સીધી રીતે થાય છે; જ્યારે નાતિમાનિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org