Book Title: Gita Dharmnu Parishilan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 15
________________ ગીતાધમ નું પરિશીલન [ ૬૨૯ ની ભાવના વધારે વિકસાવી કે સ્થિર કરી શકાતી નથી. જે વ્યક્તિ એકવાર ઘણા પ્રત્યે ઉપદ્રવકારી વ્યવહાર કરતી હાય છે તે જ વ્યક્તિ સાચી સમજણુ. પ્રગટતાં તેથીયે વધારે પ્રતિ નિરુપદ્રવી જીવનવ્યવહાર કેળવે છે તેવું આપણે આપણા જ જીવનમાં જોઇએ છીએ. પ્રેમતત્ત્વના વિકાસ અને વિસ્તારમાં બધા નાંખે એવી વૃત્તિઓ પણ જીવનમાં પડેલી છે. સ્વાર્થ, ક્રોધ આદે ઘણીવાર પ્રેમતત્ત્વને વિકસવામાં આડે આવે છે; પણુ બારીકીથી જોઈશું તો એ લાભ અને ક્રોધ જેવી વિરોધી વ્રુત્તિઓના મૂળમાં પણ વસ્તુતઃ પ્રેમના અશ પડેલા હાય છે. એક વસ્તુ પ્રત્યે પ્રેમ થયા એટલે તેને વધારે પડતી ત્વરાથી સિદ્ધ કરવાની ઉતાવળમાં તેની આડે આવતાં તત્ત્વ પ્રત્યે આપણે છેડાઈ જઈએ છીએ. આવે વખતે ધીરજ અને સમજણ કેળવવામાં આવે તેા એક વસ્તુ પ્રત્યે ચેઇંટેલ પ્રેમને આવેગ વિરાધી દેખાતાં તો પ્રત્યે ક્રોધ કે આવેશનુ રૂપ ધારણ ન કરતાં પ્રેમરૂપમાં કૈ સમત્વમાં જ બદલાઈ જાય. ઋષિઓએ અને સાધકાએ આ ફળા વનમાં પણ દર્શાવેલી છે. વળી, બીજી રીતે જોઈ એ તેા, પ્રેમતત્ત્વ એ સત્ય, શિવ અને સુન્દર છે. જેની પૂરી કસારી ન થાય, જેને મૂળથી ઊખડી જવાના-અસત્ થઈ જવાનાપ્રસગ ન આવે, જેમાં વિકૃતિ થવાની વેળા ન આવે અને જેતુ હેાળાણ કરનાર પ્રસંગો જ ન આવે અને આ બધું આવે ત્યારે જે પાતાનુ સત્ય, શિવ, સુન્દર સ્વરૂપ પ્રગટ કરી ન શકે, સાચવી ન શકે, વધારી ન શકે તે વસ્તુ સત્ય, શિવ, સુન્દર છે એમ કહીજ ન શકાય. ગમે તેવા ઝંઝાવાત વચ્ચે પણ જે પોતાનું મૂળ સ્વરૂપ અતિ રાખી શકે, વિકસાવી તે વિસ્તારી શકે તે જ સત્ય, શિવ અને સુન્દર છે. આ દૃષ્ટિએ જોતાં લાભ, ક્રોધ જેવી વૃત્તિઓની સખત કસોટીમાંથી ક્ષેમ કર રીતે પસાર થવામાં જ પ્રેમનુ પ્રેમત્વ છે અને એમાં જ સામાજિક જીવનની ચરમ સીમા છે. મુખ્ત, મહાવીર, ક્રાઇસ્ટ કે ગાંધીજી જેવાનાં સ'વેદના જોતાં શેખે અનુભવ થાય કે એમણે એવી આકરી કસોટીમાંથી જ પોતાના પ્રેમતત્ત્વને વિકાસ ને વિસ્તાર કર્યો છે. કાકાએ ધ્યાની ચર્ચામાં અનેક દષ્ટિબિંદુથી મહત્ત્વને વિચાર કર્યો છે. અહુ વિચાર કરતાં એમ લાગે છે ધ્યાના મૂલાધાર પ્રેમતત્ત્વમાં જ બાકીના બધા સાનો સમાવેશ થઈ જાય છે; અથવા એમ કહે કે બીજા સદ્ગુણે! એ પ્રેમખીજનાં અંકુશ, પલ્લવા અને પદ્મા જેવા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22