Book Title: Gita Dharmnu Parishilan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 13
________________ ગીતાધર્મ નું પરિશીલન ૧૨૭ અર્થ અતિમાન નહિ પણ આવશ્યક માન રાખવું જ જોઈએ એ થાય છે. એક બાજુથી ભાન ન રાખવાનું કહેવું અને બીજી બાજુથી આવશ્યક માનને સદગુણ કહે એ બે વચ્ચે દેખીતે વિરોધ છે, પણ એને ખુલાસો કાકાએ ઠીક ઠીક કર્યો છે. ભાન ન કરવું એટલે પોતે જે જાણ્યું હોય કે જાણતું હોય તેને જ સંપૂર્ણ માની બીજાના અનુભવને ન અવગણ. આવી અવગણના જ બધી તકરારનું મૂળ બને છે. પણ આ ચર્ચા કરતાં કાકાએ જે ઉપમા વાપરી છે તે તેમનામાં રમત કાલિદાસ અને હેમચંદ્રને આત્મા સૂચવે છે. તદ્દન વ્યવહારુ જીવનમાંથી કર્વી સરસ ઉપમા પકડી છે, જે સાંભળતાં જ ચિત્તને ચૂંટી જાય છે. “અનુભવની માટીમાંથી જ્ઞાનની મૂર્તિ ઘડતી વખતે તે સુકાઈને તરત જ કડક ન બની જાય તેની ખબરદારી માણસે રાખવી જોઈએ. અમાનિત્વનું પાણી વારેવારે છાંટીને ચીકણી માટીને જે નરમ રાખીએ તે જ જ્ઞાનની મૂર્તિને ઘાટ સુધરતે રહે અને તેનું ઘડતર વધારે ને વધારે સર્વાગ સુંદર કહી શકાય.” નાતિમાનિતાના બે અર્થે કર્યા છે, તે જીવનના અનુભવમાંથી લીધા છે અને બરાબર સમાજદષ્ટિએ ઘટાવ્યા છે. સેવક સામાજિક કલ્યાણ અર્થે કાંઈ પણ કરે ત્યારે સેવકરૂપ હાથાએ એમ ન વિચારવું જોઈએ કે સેવ્યસમાજરૂપ ધંટીએ જ હાથાની આસપાસ, હાથાની મરજી મુજબ, ફરવું ને હાથાએ પિતે સ્થિર રહેવું. એમ સેવક વિચારે તે એના ઉપર અતિમાનિતને ભાર એટલે બધે વધે કે છેવટે સમાજની ઘંટી ચાલે જ નહિ અને સેવા પણ થઈ ન શકે. અહીં હાથે અને ઘટીનું દષ્ટાંત કેટલું સચોટ છે! બીજા અર્થમાં પરિસ્થિતિ ગમે તેવી પ્રતિકૂળ હેય, અર્થાત તેના ઉપર કાબૂ જમાવી શકાય એવું ન પણ હોય, ત્યારે પુરુષાર્થ નકામો હણી ન નાખવાની સૂચના છે. સિદ્ધાંત કાયમ રાખી પરિસ્થિતિ પ્રમાણે માંડવાળ કરવાની વૃત્તિ એ જ નાતિમાનિતા છે. સેવા કરતાં જે ડગલે ને પગલે માનસિક આડખીલીઓ આવે છે ને મૂળ ધ્યેયને જ વણસાડે છે તે અનુભવમાંથી આ અર્થો ફુર્યો છે. ધ્યાને મૂળ આધાર પ્રેમતત્વ છે. મનુષ્ય-મનુષ્યતર દરેક પ્રાણીમાં પ્રેમતત્વ જ જીવન સાથે ઓતપ્રેત છે, અથવા એમ કહે કે પ્રેમ અને જીવન એ બંને શબ્દો પર્યાય માત્ર છે. પ્રેમ કરે અને ઝીલવો, તેને વિકસાવ અને વિસ્તાર એ જ જીવનની પ્રક્રિયા છે. બીજા પ્રત્યે પ્રેમ દર્શાવ્યા સિવાય અગર તે બીજાને પ્રેમ ઝીલ્યા સિવાય કોઈ પણ નાનું કે મોટું પ્રાણી જીવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22