________________
૬૨૪]
દર્શન અને ચિંતન જેવા લાગવા છતાં તેનું પ્રેરક બળ અસાધારણ છે. તપ અને યજ્ઞ વચ્ચેનું તારતમ્ય પણ તેમણે એક સુંદર દાખલાથી સમજાવ્યું છે. “કૂવામાંનું પાણું હાથથી પંપ ચલાવીને ઉપલા માળ ઉપરની ટાંકીમાં લઈ જવું એ થયું તપ. ઉપર આવેલી ટાંકીની સગવડને લીધે ઘરમાં જયાં જોઈએ ત્યાં અને જોઈએ તેટલું પાણી વાપરવું અને ફુવારાઓ ઉડાડવા એ બેગ થયે. આમ ઉપરથી નીચે આવેલા પાણીને ફરીથી શુદ્ધ કરી તેને પાછું પંપ વડે ટાંકી સુધી ચઢાવવું અથવા પહોંચાડવું એ થયો યજ્ઞ.” સામાન્ય રીતે દાન અને ત્યાગ એ બને શબ્દો પર્યાય ગણાય છે, પણ એ બેમાં સૂક્ષ્મ અંતર શું છે તે કાકાએ દર્શાવ્યું છે અને બન્નેની વેધક ચર્ચા કરી છે.
અપશુનનું સામાજિક મૂલ્યાંકન કરતી વખતે કાકાએ પશુન્ય એટલે શું તેની ચર્ચા કરી છે. તેમાં જે ચામડી વિનાના શરીર સાથે માણસના આંતરિક આળી વૃત્તિવાળા મનની સરખામણી કરી છે તે કાકાનું ઉપમા કૌશલ દર્શાવવા ઉપરાંત ભારે સુચક છે. પિશુન માણસને શાસ્ત્રમાં મમ્મવિધુ કલ્યો
છે. ભવિધુ” શબ્દને ખરે ભાવ આ ઉપમા દ્વારા વ્યક્ત થયા છે. ગુરશિષ્યના સંબંધની જે વિગતથી માહિતી આપી છે તે જાતઅનુભવી હોય તેવી અસંદિગ્ધ છે. કેળવણી ગુલામે સર્જવા કે માણસયંત્ર નિર્માણ કરવા નથી એ તેમનું કથન કેળવણશાસ્ત્રનું મહત્ રહસ્ય છે અને તે સાચા કેળવણીકારના અનુભવમાંથી આપમેળે સરેલું હોય તેવું છે. અંતેવાસી, શત્ર જેવા જે શબ્દ વિદ્યાર્થી માટે પ્રસિદ્ધ છે તે ક્યા વાતાવરણમાંથી, કઈ ભાવનામાંથી અને કયા હેતુથી યોજાય છે તેનું સ્પષ્ટીકરણ આ ચર્ચામાં છે. વધારેમાં વધારે જ્યાં નિકટને સંબંધ હોય ત્યાં જ ગુણ કે દેવ જાણવાપકડવાની તક હોય છે. આવી તક બીજા કોઈ પણ સંબંધ કરતાં ગુરુશિષ્યના સંબંધમાં વધારે પ્રમાણમાં હોય છે એટલે ગુરુ પિતે શિષ્યને દેષાવારક અર્થમાં છાત્ર સમજે અને કહે છે તે યુત જ ગણાય. આ વસ્તુ તૈત્તિરીય ઉપનિષદમાં, જ્યાં ગુરુ વિદ્યાર્થીને સમાવર્તન વખતે શિક્ષા આપે છે ત્યાં, કહેવાઈ પણ છે. ગુરુ કહે છે: “અમારા સુચરિત ગ્રહણ કરે છે, અન્ય નહિ.” આ કેવું નગ્ન સત્ય છે ! કોઈ નોકર માલિકને છોડી જાય કે કમને વિદાય લેતા હોય ત્યારે જે તે નકર ખરેખર ૫રિચારક અને પારિપશ્ચિક હોય તો માલિક તેને વિદાય આપતી વખતે શું એવું જ ન કહે? એક કે બીજે કારણે બે મિત્રો વચ્ચે અંતર ઊભું થતાં તેઓ પરસ્પર છૂટા પડે ત્યારે બંને એકબીજા પાસેથી શી આશા રાખે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org