Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ 10 • પ્રસ્તાવના : द्वात्रिंशिका વ્યાજ આવે, નહીં તો મૂડી પણ ડૂબે તેમ વ્યક્તિવિશેષમાં જ વિક્ષેપણી કથા સફળ બને છે. (૪) મિશ્રકથા - ધર્મ, અર્થ અને કામ- ત્રણે પુરુષાર્થની વાત જેમાં વર્ણવેલી હોય તે કથા મિશ્રકથા છે. જ્યારે માત્ર ભોજનાદિ સંબંધી કથા તે વિકથા છે. દેશકથા-ભક્તકથા, સ્ત્રીકથા, રાજકથા વિકથા છે. મિશ્રકથાની એ વિશેષતા છે કે વક્તાના ભાવોને આશ્રયીને તે ક્યારેક અકથા બને. ક્યારેક વિકથા બને. તો ક્યારેક કથા બને છે. (જુઓ પૃ.૬૬૪ થી) કથાનો અતિ વિસ્તાર રસનાશક બનતો હોય છે. અને તેથી વક્તાએ ૭ પ્રકારના સૂત્રોનો નિર્ણય કરીને અભ્યાસ કરીને જ દેશના આપવી જોઈએ. ૭ પ્રકારના સૂત્રો માટે જુઓ પૃ. ૬૭૩. આચારમાં શિથિલતા હોવા છતાં વિધિપૂર્વક ધર્મને કહેનાર ઉપદેશક સારાં પરંતુ ક્રિયામાર્ગમાં રહેવા છતાં જે મૂઢ હોય તે યોગ્ય નહીં. આવી અનેક વાતોથી સભર કથા કાત્રિશિકા છે. ૧૦. યોગલક્ષણ બત્રીસી - મોક્ષનો મુખ્ય હેતુ યોગ છે. મોક્ષ = મહાનન્દ સાથે જે જોડી આપે તે યોગ છે. યોગનું મોક્ષ ફળ પ્રત્યે મુખ્ય હેતુપણું એટલા માટે છે કે તે અંતરંગકારણ (ઉપાદાનકારણ) છે તથા ચરમપુદ્ગલપરાવમાં જ તે પ્રાપ્ત થાય છે. અભવ્ય જીવો પાસે મોક્ષનું ઉપાદાન કારણ નથી. જ્યારે દૂરભવ્યો પાસે અચરમાવર્તવર્તિપણું હોવાથી વિલંબ છે. અચરમાવર્તકાળમાં ભવાભિનંદીપણું હોય છે. ભવાભિનંદી જીવની લોકરંજનાર્થે થતી ધર્મક્રિયા વિપરીત ફળને આપનારી બને છે. મહાન્ ધર્મમાં તુચ્છત્વનો બોધ નુકશાનકારી બને છે. હા, સમ્યગ્દર્શનાદિ સ્વરૂપ ધર્મની પ્રાપ્તિ માટે થતી લોકપંક્તિ સ્વરૂપ અર્થાત્ દાન સન્માન સંભાષણ ઉચિત વ્યવહાર સ્વરૂપની ક્રિયા પણ શુભાનુબંધ માટે થાય છે. જ્યારે માત્ર લોક દ્વારા પોતાના પૂજનના હેતુથી થતી ધર્મક્રિયા એ કુશલ અનુબંધ માટે બનતી નથી. (ગા.૮ પૃ.૬૯૨) ધર્મક્રિયા લોકસંજ્ઞાથી યુક્ત ન બની શુદ્ધ યોગ સ્વરૂપે બની રહે તે માટે પ્રણિધાનાદિ પાંચ આશયો જણાવ્યાં છે. યોગ અને પ્રણિધાનાદિનો અધિકારી ચરમાવર્તવર્તી જીવ જ છે. તીર્થાન્તરીય શ્રી ગોપેન્દ્રજીના પણ યોગસંબંધી મતને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે ટાંક્યો છે. ગોપેન્દ્રજી પણ કહે છે કે યોગમાર્ગની સાચી જિજ્ઞાસા થાય ત્યારે સમજવું કે પુરુષનો પરાભવ કરનાર અર્થાત્ ગુણપ્રાપ્તિમાં બાધક એવી કર્મપ્રકૃતિનો અધિકાર પુરુષ પરથી ઉઠી ગયો છે. તાત્ત્વિક જિજ્ઞાસા ચરમયથાપ્રવૃત્તકરણમાં પ્રાપ્ત થાય છે તેમ આપણે ત્યાં યોગના ગ્રંથોમાં કહ્યું છે. પ્રભુના શાસનમાં ભાવની મુખ્યતા છે. ચરમાવર્નમાં શુભભાવના યોગથી જ ક્રિયા યોગસ્વરૂપ બને છે. - ૨૫મી ગાથામાં પૂજ્યશ્રીએ ભાવને સહજ ફૂટતી શિરાઓના પાણી સમાન કહ્યો છે જ્યારે ક્રિયાને ખોદકામ સરખી ગણાવી છે. તેથી જેમ યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે ખોદવાથી યોગ્ય જલની પ્રાપ્તિ થાય છે. તેમ યોગ્યકાળે કરેલી યોગ્ય પ્રકારની આરાધના (ક્રિયા) યોગ્ય ગુણધર્મ પ્રાપ્તિ ચોક્કસ કરાવે જ છે એમ કહી ભાવ અને ક્રિયાના સાયુજ્યની આવશ્યકતા જિનશાસનને સ્વીકૃત છે. એમ સૂચવ્યું છે. માત્ર ધર્મક્રિયા દ્વારા થતા પાપક્ષયને મંડૂકચૂર્ણ જેવો કહ્યો છે જ્યારે ભાવયુક્ત ક્રિયાથી થતો પાપક્ષય ભસ્મતુલ્ય ગણાવ્યો છે. આ પદાર્થને વધુ ઊંડાણથી સમજવા, જ્ઞાનનય અને ક્રિયાયની અપેક્ષાએ કોનું કોનું મહત્ત્વ છે તે સમજવા માટે જુઓ પૃ.૭૨૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 358