Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3 Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri Publisher: Andheri Jain Sangh View full book textPage 9
________________ 8 • પ્રસ્તાવના . द्वात्रिंशिका વાત ફલિત થાય છે કે પૂર્વના કાળમાં શ્રાવકો કેવા વિષયોમાં રસ લેતા કે પૂજ્ય ઉપાધ્યાયજી જેવા શ્રુતધર પુરુષો તેમને પ્રત્યુત્તરો આપતા.. (ચ) અધ્યાત્મ :- ન્યાય એ જેમ તેમનો પ્રિય વિષય છે તેમ અધ્યાત્મ પણ તેમનો પ્રિય વિષય છે- તેમ આ અંગેનું તેમનું વિપુલ સાહિત્ય જોતાં લાગે.. એમ લાગે કે ન્યાય તો પ્રિય વિષય હતો પણ અધ્યાત્મનો તો અનુભવ હતો. તેમાં જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ્ ઈત્યાદિ શ્રેષ્ઠ કક્ષાના અનુભવગ્રંથો-સાધનાગ્રંથો છે. આ ગ્રંથોમાં પૂજ્યશ્રીએ આત્માનુભૂતિની ચાવીઓ મૂકી દીધી છે. (છ) જીવનશોધન :- જીવનમાં શુદ્ધિ લાવનારા તથા જીવનનું નિરીક્ષણ કરતા પ્રેરક ગ્રંથો આ વિભાગમાં આવે છે. ષોડશક પ્રકરણ, સમકિતના સડસઠ બોલની સજ્ઝાય, હેતુગર્ભ પ્રતિક્રમણની સજ્ઝાય, માર્ગપરિશુદ્ધિ (પૂ.હરિભદ્રસૂરિ મ. રચિત પંચવસ્તુકનો આધાર લઈ જાણે આ કૃતિ તૈયાર થઈ હોય તેમ જણાય). સામાચારી પ્રકરણ, યતિલક્ષણ સમુચ્ચ, યતિધર્મ બત્રીસી, યતિદિનચર્ચા, પાંચ મહાવ્રતોની ભાવનાની સજ્ઝાય ઈત્યાદિ.. પ્રસ્તુત ગ્રંથ દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકાનો સમાવેશ આ વિભાગમાં થઈ શકે. પ્રકીર્ણક :- પૂજ્ય ઉપાધ્યાયજી મ.ના સાહિત્યમાં અંતિમ વિભાગ પ્રકીર્ણક ગ્રન્થો છે. 'વિષયને એક સાથે ને સંક્ષિપ્તમાં રજૂ કરવાની પદ્ધતિ એ પ્રકીર્ણક (પ્રકરણ) નામથી ઓળખી શકાય. તેથી આવી રજૂઆતના ગ્રંથોને પ્રકીર્ણક વિભાગમાં સમાવી શકાય. જેમાં પૂજ્યશ્રીકૃત પિસ્તાલીસ આગમોના નામની સજ્ઝાય, અગિયાર અંગની સજ્ઝાય ઈત્યાદિ * પ્રસ્તુત ગ્રંથ દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા હ બત્રીસ બત્રીસીમાંથી ૩૧ બત્રીસી ‘અનુષ્ટુપ્’છંદમાં છે, છેલ્લી એક બત્રીસી ‘રથોદ્ધતા’ છંદમાં છે. ભિન્ન ભિન્ન બત્રીસ વિષયનો સાંગોપાંગ-સૂક્ષ્મ બોધ કરાવી આપતો આ ગ્રંથ છે. ગ્રંથની વિશેષતારૂપે બધી બત્રીસીઓના અંતિમ પદ્યમાં પરમાનન્દ શબ્દ જોવા મળશે.. આ બત્રીસી પર પૂજ્યપાદ ઉપાધ્યાયજી મ.ની સ્વોપજ્ઞ તત્ત્વાર્થદીપિકા નામની વૃત્તિ પણ છે. એ પણ અદ્ભુત છે. ને તેના ઉપર નૂતન સંસ્કૃત ટીકા પૂ. મુનિશ્રી યશોવિજયજી મહારાજે નયલતા નામની અદ્ભુત રચી છે. દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા ગ્રંથનો આ ત્રીજો ભાગ છે જેમાં ૯/૧૦/૧૧/૧૨/૧૩ કુલ પાંચ બત્રીસીનો સમાવેશ થાય છે. જેમાં નવમી બત્રીસી છે કથાદ્વાત્રિંશિકા. કથા દ્વાત્રિંશિકામાં અર્થકથા, કામકથા, ધર્મકથા, મિશ્રકથા એમ ચાર પ્રકાર વર્ણવ્યા છે. અર્થકથાની વ્યાખ્યામાં દર્શાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે ધન મેળવવાના ઉપાયભૂત વિદ્યા વગેરે વિષયો જે કથામાં દર્શાવાય છે તે અર્થકથા કહેવાય છે. રૂપ-વય(ઉંમર)-વેષ, દાક્ષિણ્ય... ઈત્યાદિનું વર્ણન જેમાં થાય છે તે કામકથા છે. ૧. જુઓ યશોદહન પૃ.૪૧ (ઉપોદ્ઘાત) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 358