Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 10
________________ द्वात्रिंशिका • 4427119-11 • ત્રીજા ધર્મકથાના ચાર પ્રકારો દર્શાવીને વિસ્તૃત ચર્ચા ગ્રંથકારશ્રીએ કરી છે. (૧) આક્ષેપણી, (૨) વિક્ષેપણી, (૩) સંવેજની, (૪) નિર્વજની (=નિર્વેદની). તેમાંય આક્ષેપણી કથાના બીજા ચાર પ્રકાર બતાવ્યાં છે. તે છે આચારપ્રધાન આક્ષેપણી કથા, વ્યવહારપ્રધાન આક્ષેપણી કથા, પ્રજ્ઞપ્તિપ્રધાન આક્ષેપણી કથા, દૃષ્ટિવાદપ્રધાન આક્ષેપણી કથા.. ૧ સાધુ ભગવંતો લોચ કરે છે. સ્નાન કરતા નથી ઈત્યાદિ ક્રિયા- આચાર શ્રોતાને જે ધર્મકથામાં બતાવાય છે તે આચારપ્રધાન આક્ષેપણી ધર્મકથા... ૧ 9 કોઈ પણ દોષ/અતિચાર પોતાના વ્રતમાં લાગે તો સાધુ ભગવંતો આત્મશુદ્ધિ માટે - વ્રતશુદ્ધિ માટે જે પ્રાયશ્ચિત્ત લે છે તે વ્યવહારની વાત જે કથામાં છે એ વ્યવહારપ્રધાન આક્ષેપણી ધર્મકથા ૨ શ્રોતાને જિનોક્ત આચારજ્ઞાન કે તત્ત્વજ્ઞાન વગેરેમાં કોઈ શંકા પડે તો મધુર વચનો દ્વારા તેને જવાબ આપવો તે પ્રજ્ઞપ્તિપ્રધાન આક્ષેપણી ધર્મકથા છે... ૩ શ્રોતાની ભૂમિકાને અનુસારે સૂક્ષ્મ જીવાદિ તત્ત્વોનું નિરૂપણ કરવું તે દૃષ્ટિવાદપ્રધાન આક્ષેપણી ધર્મકથા છે... ૪ બાર તત્ત્વો પ્રત્યે બહુમાનભાવ પ્રગટે તો તે આક્ષેપણી કથા સફળ છે. વિદ્યા, ક્રિયા, તપ વીર્ય પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ પર બહુમાન ભાવ એ આક્ષેપણી કથાનો મકરન્દ છે. વિક્ષેપણી કથાના ચાર પ્રકાર :- (૧) સ્વશાસ્ત્ર કહીને પરશાસ્ત્ર કહેવા તે સ્વ સમય વિક્ષેપણીકથા. (૨) પરશાસ્ત્ર કહીને સ્વશાસ્ત્ર કહેવા તે પરસમય વિક્ષેપણીકથા. (૩) મિથ્યાવાદ બોલીને સમ્યગ્વાદ કહેવો તે મિથ્યાવાદ વિક્ષેપણી કથા. (૪) સમ્યગ્વાદ કહીને મિથ્યાવાદ કહેવો તે સમ્યગ્વાદ વિક્ષેપણી કથા. આ વિક્ષેપણી કથાથી શું નુકશાન થાય ને કઈ રીતે કરવાથી વિક્ષેપણી કથા ફળદાયની બને? તે માટે વાંચો. (પૃ.૬૪૭ થી ૬૫૦) ૩. સંવેજની ધર્મકથા :- વિરસ વિપાક દેખાડવાથી જેના દ્વારા શ્રોતા સંવેગ પામે તે સંવેજની ધર્મકથા કહેવાય... (પૃ.૬૫૧) તેના ૪ પ્રકાર છે. (૧) સ્વશરીરસંબંધી (૨) પરશરીરસંબંધી (૩) ઈહલોક સંબંધી (૪) પરલોક સંબંધી.. (પૃ.૬૫૨) વૈક્રિય ઋદ્ધિ વગેરે ગુણો, જ્ઞાન-તપ-ચારિત્રની સંમતિ, શુભોદય તથા અશુભધ્વંસ રૂપી ફળ આ વિક્ષેપણી કથાનો મકરન્દ (રસ) છે. ૪. નિર્વેજની ધર્મકથા :- જે પાપકર્મના વિપાકને બતાવી શ્રોતાને સંસાર તરફ નિર્વેદ પ્રગટ કરાવે તે નિર્વેજની કથા.. તેના ચાર પ્રકાર છે. (૧) આ લોકમાં કરેલા ખરાબ પ્રકારના પાપકર્મો આ લોકમાં જ દુઃખરૂપી ફળ આપે છે. (૨) આ લોકમાં આચરેલાં પાપકર્મો પરભવમાં ભોગવવા તે. (૩) પરલોકના કરેલા પાપકર્મો આ ભવમાં ભોગવવાં તે. (૪) પરલોકમાં કરેલા પાપકર્મો પરલોકમાં ભાગવવાં તે. થોડા પણ પ્રમાદનું ફળ અતિભયંકર છે એવી સમજણ પેદા થવી તે નિર્વેજની કથાનો રસ છે. મૂડી સમાન આક્ષેપણી કથા છે જ્યારે વ્યાજ સમાન વિક્ષેપણી કથા છે. વિક્ષેપણી કથા અમુક સંજોગોમાં જ લાભદાયી છે. જેમ સામેની પાર્ટી સારી હોય તો મૂડીનું ૧. જુઓ પ્રસ્તુત ગ્રંથ પૃ. ૬૪૧. ૨. જુઓ પ્રસ્તુત ગ્રંથ પૃ. ૬૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 358