Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• પ્રસ્તાવના :
द्वात्रिंशिका આ યોગદર્શનની અંદર રહેલા કેટલાક વિષયોને સ્પર્શીને શ્રી ન્યાયાચાર્યજીએ બત્રીસ બત્રીસીમાં પાંચ બત્રીસીઓ રચી છે.
(૧) પાતંજલ યોગલક્ષણ વિચાર (૧૧) (૨) ઈશાનુગ્રહ વિચાર (૧૬) (૩) કલેશતાનોપાય (૨૫)
(૪) યોગાવતાર (૨૦). (૫) યોગમાયાભ્ય (૨૬)
આ પાંચેય બત્રીસીની તત્ત્વાર્થદીપિકા નામની સ્વોપન્ન વૃત્તિમાં પ્રસંગવશ શ્રી પાતંજલ યોગદર્શનમાંથી સૂત્રો અવતરણરૂપે અપાયાં છે.
અને સૂત્રોનું અવતરણ આપવું અથવા શ્રી પાંતજલનો ઉલ્લેખ કરવા રૂપ કાર્ય મિત્રાદ્ધાત્રિશિકા (૨૧), તારાદિત્રયદ્વાર્કિંશિકા (૨૨), અને સદ્દષ્ટિ ત્રિશિકા (૨૪) માં પણ થયું છે.
આ ગ્રંથ સિવાય પણ અધ્યાત્મસારમાં યોગાધિકાર અને ધ્યાનાધિકારમાં ભગવદ્ગીતા તેમજ શ્રી પાતંજલ યોગદર્શનનો ઉપયોગ કરી શ્રી ન્યાયાચાર્યજીએ ધ્યાનસંબંધી જૈન પ્રક્રિયાઓનો સુમેળ એ બે અજૈન ગ્રંથો સાથે સાધ્યો છે.
૧૧. શ્રી પાતંજલ યોગલક્ષણ બત્રીસી :- ૧૦મી બત્રીસીના અંતે પૂજ્યશ્રીએ જ કહ્યું છે કે સ્વકીય યોગલક્ષણને જાણતો સાધકાત્મા પરકીય યોગલક્ષણને | યોગસ્વરૂપને પણ જાણવા પ્રયત્ન કરે ને પરીક્ષા કરે.
આ વિચારધારાને પુષ્ટ કરતી આ બત્રીસીની રચના હોય તેમ જણાય છે.
આ બત્રીસીના પહેલા દશ શ્લોકમાં યોગદર્શનનું સ્વરૂપ બતાવ્યું છે જ્યારે પછીની ગાથાઓમાં યોગદર્શનનું પરીક્ષણ છે.
પ્રારંભમાં પાતંજલ મત મુજબ યોગનું લક્ષણ યોગશ્ચિત્તવૃત્તિનિરોધ’ બતાવી તેમાં આવતા ચિત્ત શબ્દને ઉપાડી તેની વ્યાખ્યા કરે છે. ને તે ચિત્તની પાંચ વૃત્તિઓ માન (પ્રમાણ), ભ્રમ, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ જણાવી છે. ટીકામાં ત્યાં ત્યાં તે તે સ્થળે યોગદર્શનના સૂત્રોનો પણ ઉલ્લેખ પૂજ્યશ્રીએ કર્યો છે. જેમ કે “પ્રમાણ-વિપર્યય-
વિન્ધ-નિદ્રામૃત:” (યોગ.સૂ.૧-૬). આ રીતે બીજો શબ્દ વૃત્તિ, તેના પ્રકારો, તે તે પ્રકારના લક્ષણ વિગેરેનું વર્ણન પણ વિસ્તારથી કર્યું છે.
ને તેમાં ય ભ્રમ અને વિકલ્પ બન્નેમાં જે ભેદ છે તેની ચર્ચા સુંદર કરાઈ છે જુઓ પૃ.૭૪૮.
પાંચેય વૃત્તિનો નિરોધ કઈ રીતે થાય? તેના માટે જે બે વસ્તુઓ મૂકી છે (૧) પાંચેય વૃત્તિઓનું પોતાના કારણમાં શક્તિરૂપે રહેવું અને (૨) વૃત્તિઓનું બહાર ન જવું-એ બન્ને નિરોધના સ્વરૂપો છે.
આ બન્ને પ્રકારના ચિત્તનિરોધો અભ્યાસ અને વૈરાગ્યથી થાય છે.
તામસી વગેરે વૃત્તિઓથી રહિત ચિત્તને પોતાના સ્વરૂપમાં સ્થિર કરવાનાં પરિણામ માટે વારંવાર પ્રયત્ન તે અભ્યાસ છે. અને આ અભ્યાસને દઢભૂમિ કરવા ત્રણ વસ્તુઓ બતાવી છે. અભ્યાસ ચિરકાલ કરવો, અભ્યાસ નિરંતર કરવો = અંતરરહિતપણે કરવો અને અભ્યાસ આદરપૂર્વક કરવો... તો અભ્યાસ દઢ થાય છે.
વૃત્તિ નિરોધનું બીજું સાધન વૈરાગ્ય છે. વૈરાગ્યના બે પ્રકાર પતંજલિજીએ બતાવ્યા છે. ૧. જુઓ યોગદર્શન તથા યોગવિંશિકાની પ્રસ્તાવના. ૨, જુઓ ન લતા ટીકા પૃ.૭૪૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org