Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 7
________________ • પ્રસ્તાવના • द्वात्रिंशिका (૧) લાક્ષણિક સાહિત્ય (૨) લલિત સાહિત્ય (૩) દાર્શનિક સાહિત્ય (૪) પ્રકીર્ણક સાહિત્ય આ ચારે ય સાહિત્ય સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી એમ ચાર ભાષામાં સર્જન થવા પામ્યું છે. (૧) લાક્ષણિક સાહિત્ય:- ૧૬ અંગો છે. (૧) વ્યાકરણ (૨) કોશ (૩) છન્દઃશાસ્ત્ર (૪) અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર) (૫) નાટ્યશાસ્ત્ર (૬) સંગીત (૭) કામશાસ્ત્ર (૮) ચિત્રકળા (૯) સ્થાપત્ય (૧૦) મુદ્રાશાસ્ત્ર (૧૧) ગણિત (૧૨) નિમિત્તશાસ્ત્ર (૧૩) વૈદ્યક (૧૪) પાકશાસ્ત્ર (૧૫) વિજ્ઞાન (૧૬) નીતિ.. આમાંથી વ્યાકરણ, છન્દ શાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર આ પાંચ અંગો ઉપર મૌલિક કે એ વિષયની અવકૃતિ ઉપર વિવરણ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે લખ્યું છે. (૨) લલિત સાહિત્ય - આ વિભાગના પેટા વિભાગ ત્રણ છે. (એ) ભક્તિ સાહિત્ય (બી) ચરિત્રગ્રંથો (સી) પદેશિક સાહિત્ય (એ) ભક્તિ સાહિત્ય - ભક્તિ સાહિત્યમાં સ્તોત્ર-સ્તવનો-સ્તુતિઓ-સજ્જાયો તથા ભક્તિવિષયક ગ્રંથો-પદો-ગીતો લઘુ સ્તવનો ૧૫ર જેટલાં છે, જ્યારે ૩ બૃહત્ સ્તવનો છે. મોટા ભાગનાં સ્તવનોમાં તીર્થંકર પ્રભુના ગુણોષ્ઠીર્તન સ્વરૂપે છે. જ્યારે ત્રણ સ્તવનો નિશ્ચય અને વ્યવહારને લગતાં છે ને એક સ્તવન સ્થાપના નિક્ષેપ અને શાસનના સ્વરૂપને સ્પર્શતું છે. પરમેષ્ઠી ગીતા, પરમાત્મ પંચવંશતિકા, પરમજ્યોતિ પંચવિંશતિકા અદ્ભુત છે. એકમાં પ્રભુ શક્તિની સર્વગતા બતાવી છે. અર્થાત પ્રભુ ! તમે ભલે વ્યક્તિ સ્વરૂપે મોક્ષમાં છો પણ શક્તિ સ્વરૂપે આપ સર્વત્ર સર્વદા હાજર જ છો... ! ભાવપૂજા રહસ્ય ગર્ભિત શામળા પાર્શ્વનાથનું સ્તવન ૧૭ ગાથાનું ગુજરાતીમાં સુંદર છે. દ્રવ્યક્રિયાની સામે ભાવાત્મક શું મળે? તેની પ્રક્રિયા બતાવી છે. જેમકે પ્રક્ષાલ = ચિત્તસમાધિ, નવઅંગે પૂજા = વિશુદ્ધિની નવવાડ, પંચરંગી ફૂલ = પાંચ આચારની વિશુદ્ધિ, દીવો = જ્ઞાન, ઘી = નય, પાત્ર = તત્ત્વ, ધૂપ = અતિકાર્યતા, સુગંધ = અનુભવનો યોગ, અષ્ટમાંગલિક = આઠ પ્રકારના મદનો ત્યાગ, નૈવેદ્ય = મનની નિશ્ચલતા, લવણ = કૃત્રિમધર્મ, મંગળદીવો = શુદ્ધધર્મ, ગીતનૃત્ય-વાજિંત્રનો નાદ = અનાહત નાદ, થેઈકાર = શમરતિરમણી, ઘંટ = સત્ત્વ, આઠ પડ મુખકોશ = આઠ કર્મનો સંવર, ઓરસિયો = એકાગ્રતા, કેસર = ભક્તિ, ચંદન = શ્રદ્ધા, ઘોલરંગરોલ = ધ્યાન, તિલક = આજ્ઞા, નિર્માલ્ય = ઉપાધિ.. ઈત્યાદિ.. સ્તવન જોવા જેવું છે. મમળાવવા જેવું છે. (બી) ચરિત્રગ્રંથો :- લલિત સાહિત્યમાં બીજો વિભાગ છે ચરિત્રગ્રંથો. તેમાં આર્ષભીયચરિત વગેરે છે. શ્રીપાલરાજાનો રાસ ગુજરાતીમાં અભુતકૃતિ (ઉત્તરાર્ધ) પૂજ્ય ઉપાધ્યાયજીની છે. શ્રી સિદ્ધર્ષિજીએ રચેલ શ્રી ઉપમિતિભવપ્રપંચાકથા ઉપરથી પ્રેરણા મેળવીને રૂપક પદ્ધતિએ શ્રી વૈરાગ્યકલ્પલતા નામનો ચરિત્રગ્રંથ રચાયો છે. જેમાં વૈરાગ્યરસ છલોછલ ભરેલો છે. (સી) ઔપદેશિક સાહિત્ય :- લલિત સાહિત્યમાં ત્રીજો વિભાગ ઔપદેશિક સાહિત્યનો છે. તેમાં સુંદર ગ્રંથ છે. વૈરાગ્યરતિ, ઉપદેશરહસ્ય, વહાણ સમુદ્રસંવાદ વગેરે કૃતિઓ આ વિભાગમાં આવી શકે. જેમાં ઉપદેશ ભારોભાર પીરસાયો છે. (૩) દાર્શનિક સાહિત્ય - પૂજ્ય ઉપાધ્યાયજી મ.ના સાહિત્યનો ત્રીજો વિભાગ છે દાર્શનિક ૧. જુઓ યશોદોહન પૃ. ૪૪ (ઉપોદ્ધાત) ૨. જુઓ યશોદોહન પૃ.૨૪ (ઉપોદઘાત), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 358