Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 6
________________ द्वात्रिंशिका • 4424119-11 • બત્રીસી એક પ્રસાદી.. મહત્ત્વાકાંક્ષાથી - લોકૈષણાથી પર અને પ્રકૃષ્ટ પ્રતિભાના સ્વામી એવા એક મહાત્માએ નગરના આંગણને પાવન કર્યું. ગુરુભક્તોની અને અન્ય પ્રબુદ્ધ પુરુષોની પધરામણી થવા માંડી. પ્રવચનની માંગણી થતાં ગુરુ અતિ મહત્ત્વના અન્ય કાર્યમાં વ્યસ્ત હોઈ જવાબદારી એક શિષ્યને સોંપાઈ. વિદ્વાન્ શિષ્યે વિદ્વત્તાપૂર્ણ પ્રવચનો દ્વારા એક માહોલ જમાવ્યો. પરંતુ નગરના કહેવાતા પંડિત ભૂદેવો પ્રવચનકાર મુનિવરને મૂંઝવણમાં મૂકવાનો અને વિષયને વિસંવાદી બનાવવાનો પ્રયાસ કરવા વચ્ચે વચ્ચે પ્રશ્નો પૂછવા માંડ્યા... શિષ્યએ ગુરુને નિવેદન કર્યું - ‘હવે મારે શું કરવું જોઈએ ?’ o .... ‘વત્સ ! તું ચિંતા ન કર. કાલે પ્રવચનમાં હું જઈશ.' સવારે ગુરુ પધાર્યા. પાટ પર બેસતાં જ સિંહ ગર્જનાની જેમ એક વિસ્ફોટ કર્યો કે આજની આ સભામાં કોઈને કોઈપણ વિષયનો પ્રશ્ન પૂછવાની છૂટ છે, પરંતુ શર્ત એક માત્ર રહેશે કે જે પ્રશ્ન પૂછાય તેમાં વાક્યરચનામાં પ ફ બ ભ મ' આ પાંચ અક્ષરોનો ઉપયોગ ન થવો જોઈએ. આ પાંચ અક્ષર વિનાના વાક્યો બોલી પ્રશ્ન પૂછવાની છૂટ. સામે છેડે હું પણ બંધાયેલો. મારે પણ પ્રત્યુત્તરમાં આ પાંચનો ઉપયોગ નહીં કરવાનો. કઠિન-અતિ કઠિન શર્ત સાંભળતાં જ ભૂદેવોની નજર ભૂમિમાં જડાઈ ગઈ. ઉન્નત મસ્તક, ઉન્નત ભૂજા-ઉન્નત છાતીવાળા મહાપુરુષે ફરી એક પ્રચંડ ગર્જના કરતાં કહ્યું કે ‘તમને શર્ત મંજૂર ન હોય તો કાંઈ નહિ, મારા પક્ષે મને આ શર્ત મંજૂર છે- મારા આજના સંપૂર્ણ પ્રવચનમાં આ પાંચ અક્ષરો નહીં આવે.' ભૂદેવોના મનની શંકાને માપીને મહાત્માએ તરત જ સિંદૂર મંગાવ્યું- ઉપરના હોઠ ઉપર સિંદૂર લગાવ્યું... હવે ભૂલેચૂકેય જો આ પાંચ અક્ષરનો પ્રયોગ થશે તો નીચેના હોઠ સિંદુરવાળા થઈ જશે. ને પકડાઈ જવાશે કે મહાત્માએ ઉતાવળે પણ પાંચમાંથી કોઈનો ઉપયોગ કર્યો છે. ઓષ્ઠય અક્ષરો આ પાંચને કહેવાય છે. માટે તે બોલતાં બે હોઠ ભેગાં કરવાં જ પડે. ૧.જુઓ યશો દોહન પૃ.૬ (ઉપોદ્ઘાત) Jain Education International આશ્ચર્યની પરંપરા વચ્ચે પ્રવચન પૂર્ણ થયું. ભૂદેવોએ માર્ક કર્યું નીચેના હોઠ લાલ થયા નથી. અક્ષર પાંચમાંનો કોઈ સંભળાઈ નથી ગયો. પંડિતો સાથે સભા વિસર્જન થઈ. ધન્ય મહાત્મા., ધન્ય વિદ્વત્તા, ધન્ય ઉપયોગ, ધન્ય ક્ષયોપશમ, ધન્ય પ્રભુકૃપા ધન્ય ગુરુકૃપા.. કોણ હતા એ ? જાણો છો ?લ્યો જાણો એ હતા આપણા શાસનના સમર્થ શ્રુતધર ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ.. આજથી ૩૦૦ વર્ષ પહેલાં થયેલાં... જૈન શાસનના પ્રકાંડ જ્ઞાનસૂર્યોમાંના એક પ્રચંડ જ્ઞાનસૂર્યસમ તેઓશ્રીએ અનેકાનેક ગ્રંથોના સર્જન દ્વારા અનેક ગ્રંથકિરણોનો સ્પર્શ આપણને કરાવ્યો છે. એક એક ગ્રંથકિરણ આપણા અંતરાત્મને અનંત અજવાળાંથી ભરી દે તેમ છે... શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયાએ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાના સમગ્ર જ્ઞાનસર્જનને 'ચાર વિભાગમાં વહેંચેલ છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 358