Book Title: Dvadasharam Naychakram Part 3 Tika
Author(s): Mallavadi Kshamashraman, Sighsuri, Jambuvijay
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
છે. ડોકટરશ્રી આદિનાથ નેમિનાથ ઉપાયેના અધ્યક્ષપદે અને તેમના શુભહસ્તે આ ગ્રંથના પહેલા ભાગનું પ્રકાશન કરવામાં આવ્યું હતું.
આ પ્રકાશન સમારંભમાં અતિથિવિશેષ તરીકે જાણીતા ઉદ્યોગપતિ અને વિદ્વદ્વયં શેઠશ્રી અમૃતલાલ કાળીદાસ દોશીએ ઉપસ્થિત રહી ઉત્સાહ અને પ્રેરણા આપ્યાં હતાં.
આ પ્રસંગે બોલતાં, આગમપ્રભાકર પૂજ્ય મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજે પૂજ્ય મુનિશ્રી જખ્રવિજયજી મહારાજના કાર્યની અનુમોદના કરી કહ્યું હતું કે મુનિશ્રી જમ્મુવિજયજીએ આ ગ્રંથનું સંપાદન ઉચ્ચ કેટીનું અને આદર્શ ગણાય તેવું સુંદર કયું છે. આ ગ્રંથને સર્વાંગસુંદર બનાવવામાં તેમણે કશી ખામી રહેવા દીધી નથી. આ માટે તેમને અભિનંદન આપીએ તેટલાં ઓછાં છે.
અધ્યક્ષસ્થાનેથી ડો. શ્રી આદિનાથ ઉપાયે કહ્યું કે ન્યાયના ગ્રંથ શ્રી દ્વાદશાર નયચકની એક આદર્શ રીતે સંપાદિત આવૃત્તિ આપણને મળે એને માટે હું મુનિશ્રી જવિજયજીને મારા આદરપૂર્વક અભિનંદથી નવાજું છું, અને ગંભીરતાપૂર્વક આ પ્રકાશનની જાહેરાત કરૂં છું.
ભાગ બીજાનું પ્રકાશન આ ગ્રંથના ભાગ બીજાનું (અર. ૫ થી ૮) ઉદ્દઘાટન આ સંસ્થાના ઉપક્રમે મુંબઈમાંપાયધુની શ્રી ગેડીજી જૈન ઉપાશ્રયમાં તા. ૧૦-૧-૧૯૭૭ ને સોમવારે સવારે નવ વાગે યુગદિવાકર પૂજ્ય આચાર્યશ્રી વિજય ધમસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા સાહિત્ય કલારત્ન પૂજ્ય મુનિપ્રવર શ્રી યશોવિજયજી મહારાજ સાહેબની શુભ નિશ્રામાં કરવામાં અવ્યું હતું.
આજે આ ત્રીજા ભાગનું પ્રકાશન થાય છે, ત્યારે આ સમગ્ર ગ્રંથ તૈયાર કરવાના કાર્યમાં જેઓએ સાથ અને સહકાર આપેલ છે તે સર્વે ને અમે આભાર માનીએ છીએ.
આ સમગ્ર ગ્રંથનું સંપાદન અત્યંત ઉચ્ચ કોટીનું થયું છે, તે માટે જેમણે અતિ ચીવટ અને કુશળતાપૂર્વક તથા સંશોધન નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું છે તેમને અમે જેટલો આભાર માનીએ તેટલે ઓછો છે.
આ કાર્ય શરૂ કરવાની જેમણે પ્રેરણા આપી અને જરૂરી સહકાર તથા માર્ગદર્શન આપ્યાં અને જેમનું સમગ્ર જીવન જ આગમ સંશોધનથી પ્રવૃત્તિથી સભર છે, તેવા પ્રાતઃમરણીય પૂજ્યપાદ મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજને અમારા ઉપર અત્યંત ઉપકાર છે, આજે તેઓશ્રી વિદ્યમાન નથી ત્યારે તેમને મૌન અંજલિ આપી પ્રણામ સાથે તેમના તરફના કણને અમે અંતઃકરણપૂર્વક સ્વીકાર કરીએ છીએ.
પૂજ્ય મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજ કે જેમણે આ પ્રકાશનના કાર્યમાં શરૂથી તેમના જીવનની અંતિમ ક્ષણે સુધી સતત સહકાર અને પ્રેરણું આપ્યા કરી હતી તેમને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org