Book Title: Dvadasharam Naychakram Part 3 Tika
Author(s): Mallavadi Kshamashraman, Sighsuri, Jambuvijay
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
પ્રકાશકીય નિવેદન શ્રી જિનવચનરૂપી ગગનમાં સૂર્ય સમાન પ્રકાશમાન મહાતાર્કિક અને મહાપ્રભાવક આચાયપ્રવર શ્રી મલવાદી સૂરીશ્વરજી વિરચિત શ્રી દ્વાદશાર નયચક મહાન આચાર્ય શ્રી સિંહસૂરી ગણિવાદી ક્ષમાશ્રમણવિરચિત ન્યાયાગમાનુસારિણી વૃત્તિ સહિત આ ગ્રંથની સંશોધિત આવૃત્તિને આ ત્રીજો ભાગ પ્રગટ કરી વિદ્વાને સમક્ષ રજુ કરતાં અમે ખૂબજ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ.
શ્રી દ્વાદશાનિયચક નામના આ મહાન ગ્રંથની આ સંશોધિત આવૃત્તિ તેના પૂર્ણ સ્વરૂપે આજે પ્રગટ થાય છે, ત્યારે તેના સંશોધન-સંપાદનને સંક્ષિપ્ત અહેવાલ રજુ કરીએ એ સમુચિત અને જરૂરી છે, જેથી તેની મહત્તાને વાચકવર્ગને ખ્યાલ આવે.
પ્રાચીન સાહિત્ય સંશોધનના ક્ષેત્રમાં સર્વોચ્ચ શિખરના સુવર્ણ કલશ સમાન આ ગ્રંથ ઉજવલ રીતે સદાય પ્રકાશમાન રહેશે, કારણ કે તેના સંશોધનમાં રહેલી અનેક મુશ્કેલીઓ પાર કરીને પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી દાદાના પટ્ટાલંકાર પૂજ્ય આચાર્યશ્રી મેઘસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી ભુવનવિજયજી મહારાજના શિષ્યરત્ન અને જૈન તેમજ ભારતીય દર્શનના તેમજ જૈન આગમના પ્રખર જ્ઞાતા પૂજ્યશ્રી જખ્ખવિજયજી મહારાજ સાહેબે પિતાની વિદ્વત્તા તથા સંશોધનદક્ષતા વડે સતત ધગશ અને ચીવટથી ભગીરથ પુરૂષાર્થ કરી આ ગ્રંથને સર્વાગ સંપૂર્ણ બનાવ્યું છે.
આ ગ્રંથ સંપાદનનું કાર્ય આજે સાંગોપાંગ પૂર્ણ થતાં, આગમપ્રભાકર પૂજ્યપાદ મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબની શુભકામના પરિપૂર્ણ થાય છે. તેમણે પોતેજ આ ગ્રંથના સંશોધનની ખૂબ જ જરૂરીયાત જણાતાં આ કાર્ય માટે પૂજ્ય જમૂવિજયજી સાહેબને પ્રેરણું કરી, તે માટે જરૂરી હસ્તપ્રત વગેરે સામગ્રી પૂરી પાડી. તેમજ જરૂરી સલાહ માર્ગદર્શન પૂરાં પાડ્યાં. એ રીતે આ કાર્યને શુભારમ્ભ થયે..
આ ગ્રંથને પ્રારમ્ભથી તે પૂર્ણ થયો ત્યાં સુધી ઈતિહાસ એટલે પૂજ્ય જમ્બવિજયજી મહારાજ સાહેબની સંશાધનનિષ્ઠા અને ભગીરથ પુરૂષાથને ઈતિહાસ એમ કહીએ તે જરાયે અતિશયોકિત નહીં ગણાય, પૂજ્ય મુનિશ્રી જખ્ખવિજયજી મહારાજ સાહેબનું જૈન, જૈનેતર શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન તેમજ ઉત્તમ કાર્યદક્ષતાને લીધે આ ગ્રંથ અણિશુદ્ધ અને ઉચ્ચકોટીને બની શકે છે.
પહેલા ભાગનું પ્રકાશન
સંવત ૨૦૨૨માં તા. ૩૦-૪-૬૭ ના રોજ અમારી સંસ્થા શ્રી જૈન આત્માનંદ સભાને મણિમહોત્સવ માનનીય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ શેઠના પ્રમુખસ્થાને યોજાયે હતેતેની સાથોસાથ આગમપ્રભાકર પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના સાનિધ્યમાં કેટહાપુરની શિવાજી યુનિવર્સિટીના ડીન તેમજ ઓલ ઈન્ડિયા એરિયેન્ટલ કેન્ફરન્સના તે સમયના પ્રમુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org