________________
પરદેશનું દેવું કરીને, પરદેશી વસ્તુઓ મંગાવીને, પંચવર્ષીય યોજનાઓ દ્વારા દેશનું આયોજન કરવાનું જ્યારથી સ્વીકારાયું, ત્યારથી પ્રજાના માનસમાં રોપવામાં આવેલી “સ્વદેશી’ની ભાવના ઊખડી ગઈ. કારણ, દેશની પ્રગતિ કરવા માટે જો પરદેશી વસ્તુઓ ખપે, તે પછી વૈયક્તિક ભેગેટવર્ય માટે પણ કેમ ન ખપે ? – એ સવાલ ઊઠે જ. એટલે આજે પ્રજાનાં ખાન-પાન-કપડાં–નાચ–ગાન-બોલ-ચાલ એ બધી બાબતમાં પરદેશી જ પેસી ગયું છે.
આપણો વિદેશો સાથે વેપાર જ જુઓ – આપણે દર વર્ષે આપણો માલ પરદેશ નિકાસ કરીને ૯,૮૬૫ કરોડ રૂપિયા મેળવીએ છીએ; પણ પરદેશથી ૧૫,૭૬૨ કરોડ રૂપિયાને માલ આયાત કરીએ છીએ. છેલ્લાં ૩૫ વર્ષમાં આપણી નિકાસ ૧૬ ગણી વધી, પણ આયાત તે ૨૫ ગણી વધી ગઈ છે.
વળી, “સ્વદેશીના સિદ્ધાંતનું એક બીજું પાસું પણ છે. આપણે પરદેશી વસ્તુઓ ન મંગાવવી જોઈએ, તેની સાથે સ્વદેશની વસ્તુઓ પણ કમાણી કરવા ખાતર પરદેશને વેચવી ન જોઈએ. આપણને આપણા દેશની વસ્તુઓ આપણા જીવનની જરૂરિયાતો પૂરી કરવા માટે વાપરવાનો હક હોઈ શકે પરંતુ આપણા દેશની વસ્તુઓ કમાણી કરવા માટે (અને એ કમાણીથી પછી વધુ મોજશોખ કરવા માટે) પરદેશને વેચવાની ન હોય. કારણ કે, આપણા દેશની કુદરતી સંપત્તિ ઉપર આપણા જેટલું જ આપણી ભવિષ્યની પેઢીઓનો પણ હક છે; એટલે જેટલી વસ્તુઓ આપણે આપણી જીવનની જરૂરિયાતને બદલે મોજશેખ માટે વધારે વાપરીએ, તેટલી આપણે આપણાં જ સંતાનોની – આપણી જ ભવિષ્યની પેઢીઓની ચોરી લીધી કે લૂંટી લીધી એમ જ કહેવાય !
આપણે કઈ ચીજો પરદેશોને દર વર્ષે વેચીએ છીએ, તેના આંકડા જુઓ –