________________
આમુખ
ગ્રંથમાલાઓને કાળની થપાટો લાગતાં લાગતાં તેનાં પુષ્પો પણ વીખેરાવા માંડ્યા. પરંતુ સાંપ્રત જે અલ્પ ઉપલબ્ધ પુષ્પો છે તેમાંથી ફુલ નહી તો ફૂલની પાંખડી જેટલાં પણ બેનમૂન પરમ તત્ત્વોને આપણે સૌ સરળતાથી સમજી શકીએ તેવી સરળ શૈલીથી યથાશક્તિ પ્રયત્ન કરેલ છે. આવા સુદઢ અને શુભ પ્રયત્નોથી પરમાર્થકારી તત્ત્વોનો મૂળ પ્રવાહ અખ્ખલિત વહેતો રહે તદુપરાંત આવનારી ભાવિ પેઢી માટે તથા ખપી જીવોને થોડુંક પણ તત્ત્વ સરળતાથી ઉપલબ્ધ થાય અને તેઓ સુપેરે સમજી શકે તેવો સહેતુ, શુદ્ધઆશય છે. આ પ્રમાણેના શુદ્ધ આશયથી સમ્યજ્ઞાનની પ્રભાવના કરવાવાળી સંસ્થા તે જ “ગંગોત્રી ગ્રંથમાળા'.
ઉપરોક્ત મહાન અને ઉત્કૃષ્ટ હિતકારી સુકૃતની પ્રેરણા સૌ પ્રથમ સિદ્ધાંતમહોદધિ કર્મસાહિત્યનિપુણ સચ્ચારિત્રચૂડામણિ સ્વ. પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહરાજાનાં પટ્ટાલંકાર પરમશાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ સ્વ. ૫.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ તેમના જ શિષ્યરત્ન સ્વરૂપ બંને પંડિત મ.સા.ને તેમની બેજોડ પ્રતિભાને પારખીને કરી હતી. આ અસાધારણ અર્થલક્ષી જ્ઞાનકાર્યની સફળતા પાછળ પરમ પૂજ્ય પદર્શનવિદ્ ગીતાર્થમૂર્ધન્ય પ્રાવચનિકપ્રભાવક સન્માર્ગપ્રવર્તક સ્વ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાને (મોટા પંડિત મ.સા.ને) યાદ કરીએ છીએ અને આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડે છે. તેમની અધ્યાત્મસભર વેધકવાણીનાં પડઘા આજે પણ જ્ઞાનપિપાસુઓનાં શ્રવણપટલ પર ગુંજ્યા કરે છે. તે પૂજ્યશ્રીના સ્વર્ગારોહણ બાદ તેમના જ લઘુગુરુભ્રાતા શુદ્ધમાર્ગપ્રરૂપક સૂક્ષ્મતત્ત્વવિવેચક પ.પૂ. ગણિવર્ય શ્રીયુગભૂષણવિજયજી મ.સા.એ (નાના પંડિત મ.સા.એ) અકલ્પનીય હિંમત દાખવીને કર્મસત્તાએ આપેલી થપાટને જરાયે મચક આપ્યા વિના સતત અથાગ પરિશ્રમ કરીને લક્ષ ઉપર પહોંચવાનો સમ્યક પુરુષાર્થ ચાલુ જ રાખ્યો. મનમાં કદાપિ નિર્બળ વિચારને પેસવા દીધા વિના પથમાં આવતા અનેક પત્થરોને તેમણે તો પગથિયાં જ બનાવી દીધા. જેના ફળ સ્વરૂપે આજે આપણાં હાથમાં વિવિધ આત્મહિતકારી અધ્યાત્મ વિષયોનાં ગ્રંથરત્નો મુકાવાની શરૂઆત થઈ ગઈ. આ જોતાં એમ જ લાગે છે કે નીડર વક્તા, ઝવેરાતનાં પારખુ, જૈનશાસનનાં જ્યોતિર્ધર એવા ગુરુદેવ સ્વ. પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સ્વર્ગમાંથી પણ તેમનાં પર આજે આશીર્વાદની હેલી વરસાવી રહ્યાં છે.
શાસ્ત્રો કહે છે કે ગીતાર્થ, જ્ઞાની ગુરુભગવંતોની ખ્યાતિ ફેલાવવી તે પણ તીર્થપ્રભાવના છે. કયા ભવે આવા ઉપકારી બંધુબેલડી પંડિત મ.સા.નું ઋણ ચૂકવી શકીશું?
શાસનરત્ન સમા અનેક સંયમૈકલક્ષી સાધુ-સાધ્વીજી ભગવંતોએ આ અણમોલ જ્ઞાનયજ્ઞમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org