Book Title: Deshna Chintamani Part 03 04 05
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ છની ભાવનાદિ પ્રવૃત્તિ, વિપુલવાહન રાજાની નિર્મલ ભાવના વગેરે પદાર્થોને અપૂર્વ બેધ મળે છે. ૧૦ મા શ્લોકથી ૧૮ મા શ્લેક સુધીના ૯ શ્લોકમાં વિપુલવાહન રાજાએ વિચારેલ સંઘના ગુણ સ્વરૂપ મહિમાદિને વર્ણવ્યા છે. પછી સાધુ સાધ્વી વગેરેની ભક્તિ શા માટે કરવી જોઈએ? વગેરે પ્રશ્નોના ઉત્તર રૂપે સાધર્મિક ભક્તિના ફલ વગેરે હકીકત પણ દષ્ટ આપીને વિસ્તારથી સમજાવી છે. (૧૯૩૨) તે વાચકને શ્રીસંઘની ઉપર બહુમાન કરાવીને શ્રીસંઘની ભક્તિ કરવાના માર્ગે દોરનારી છે. પછી વિપુલવાહન રાજાએ કરેલ શ્રીસંઘની નિર્દોષ ભક્તિ, અને તે જ નિમિત્તે કરેલ જિનનામ કર્મને બંધ, વગેરે બીના જણાવવાના પ્રસંગે સ્પષ્ટાર્થમાં સંઘભક્તિ કરનાર પુણ્યશાલી જીના દૃષ્ટાંત સાધર્મિક ભક્તિને અપૂર્વ બોધ દેનારા છે, એમ સમજીને ટૂંકામાં વર્ણવ્યા છે. એમાં સમયને વિચાર કરાય જ નહીં. કારણ કે વિવરણમાં પ્રભુદેવના પછીના સમયમાં પણ બનેલી બીના ચાલુ પ્રસંગને યથાર્થ સમજાવવા માટે કહી શકાય છે. (૩૩-૩૬) એક વખત વિપુલવાહન રાજાએ અગાશીમાં ફરતાં જયારે આકાશ તરફ નજર કરી, ત્યારે વાદળાંના (ક્ષણવારમાં વિખરાઈ જવા રૂપ) સ્વરૂપને જોઈને વૈરાગ્ય પામ્યા. તેથી પુત્રને રાજ્ય સેંપીને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. વિનીત પુત્ર પિતાની દીક્ષા મહોત્સવ પરમ ઉલ્લાસથી કરે છે. આમાંથી સમજવાનું એ મળે છે કે – જેમ શ્રી અજિતનાથ તીર્થકરે પિતાના છેલ્લા ભવમાં પિતાનો દીક્ષા મહોત્સવ કર્યો હતે, તેમ વિમલકીર્તિ રાજાએ પણ પિતાના પિતાશ્રીને પરમ ઉલાસથી દીક્ષા મહોત્સવ કર્યો હતો. અહીં પ્રભુશ્રી સંભવનાથના છેલ્લા ભવની અપેક્ષાએ પાછલા ત્રીજા ભવમાં આ બીના બની હતી, અને પૂર્વે કહેલ શ્રી અજિતનાથ પ્રભુએ પિતાના પિતાશ્રીને કરેલ દીક્ષા મહત્સવની બીના છેલા ભવમાં બની હતી, એમ સમજવું. વિપુલવાહન રાજાએ વાદળને જોઈને વૈરાગ્ય ગર્ભિત શુભ ભાવના ભાવીને દીક્ષા લેવાને નિર્ણય કર્યા બાદ પુત્રને બોલાવીને જે વચને કહ્યા, તે પ્રસંગે વિનીત પુત્રે પિતાની પાસે ઉચ્ચારેલા નમ્ર વચને, પુત્રનું ધાર્મિક વિનયાદિ ગુણોથી શોભિત જીવન, વિપુલવાહન રાજાની ઉત્તમ યાદ રાખવા લાયક વૈરાગ્ય ભાવના વગેરે મુદ્દાઓ ખાસ બેધદાયક છે. (૩૭–૪૫) વિપુલવાહન રાજા પુત્રે કરેલા મહત્સવ સાથે ગુરૂની પાસે આવીને શું કહે છે? મહારાજ તેને ઉત્તર શો આપે છે? તે સમયે વિપુલવાહન રાજાની વર્તતી નિર્મલ ભાવના, ગુરૂએ દીક્ષાવિધિ પૂર્ણ થયા બાદ અંતે આપેલી હિતશિક્ષા વગેરે હકીકત સંયમી જીવન રૂપ કમલને વિકસાવનાર સૂર્ય જેવી હોવાથી નિરંતર યાદ કરવા લાયક છે. (૪૬-૬૦) અહીં ૬૦ મા લેકના સ્પષ્ટાર્થમાં આત્માનું હિત કરનાર ૮ ગુણોનું, અને બાર ભાવનાનું વર્ણન બહુજ મનન કરવા લાયક, અને માનવ જીવનને નિર્મલ કરનારૂં છે, તેમજ શાંતિથી ધર્મારાધન કરવામાં પણ મદદગાર બને તેવું છે. . શ્રીવિપુલવાહન રાજર્ષિ પૂર્ણ ઉલ્લાસથી સંયમની અને વીશસ્થાનક વગેરે તપશ્ચર્યાદિની સાત્વિકી આરાધના કરી જિનનામ કર્મને નિકાચિત બંધ, અંત સમયની આરાધના વગેરે મોક્ષમાર્ગની આરાધના કરીને વૈમાનિક દેવપણું પામ્યા. અહીં સાધુ જીવનની પૂર્ણતા થયા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 616