Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 111
________________ ૯૦ દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૨૬ દ્વારા લેપાય છે' તેમ કહ્યા પછી ‘નથી વાપરતા તે નથી લેપાતા' એ રૂપ બીજો વિકલ્પ સ્વરૂપથી અસાવદ્ય છે, તેથી તેવા સ્થાનમાં ભજના કહેવાનું ખાસ કોઈ પ્રયોજન જ નથી. જેમ કોઈ કહે કે ‘હિંસા કરવાથી પાપ બંધાય અને ન કરવાથી ન બંધાય.' આ સ્થાનમાં ‘પાપ ન કરવાથી કર્મ ન બંધાય’ એ કહેવાનું કાંઈ ખાસ પ્રયોજન નથી. ફક્ત ‘પાપ કરવાથી કર્મ બંધાય' તે વાતને દૃઢ કરવા પૂરતો જ બીજો વિકલ્પ ઉપયોગી છે. પરંતુ પ્રસ્તુતમાં તો સાધુ માટે આધાકર્મિક આહાર અનાચરણીય છે, તેમ બતાવવું છે અને તેમાં ભજના બતાવવી છે. તેથી એમ જ બતાવવું ઉચિત કહેવાય કે ‘આધાકર્મિક આહાર જે વાપરે છે, તે પરસ્પર સ્વકર્મ દ્વારાઆધાકર્મિક આહા૨ વા૫૨વાની ક્રિયારૂપ સ્વકૃત્ય દ્વારા, લેપાય છે અથવા નથી લેપાતા.’ તેનાથી એ ફલિત થાય કે સંયમની વૃદ્ધિના ઉપાયરૂપે આધાકર્મિક આહારનો ઉપયોગ કરતા હોય ત્યારે અધ્યવસાયની વિશુદ્ધિ હોવાથી લેશ પણ કર્મબંધ થતો નથી, જ્યારે પ્રમાદવશ આધાકર્મિક આહારનું ગ્રહણ કરી વાપરે તો લેપાય છે; આ પ્રકારની ભજના બતાવવાનું સૂયગડાંગ સૂત્રના ભજનાસૂત્રનું તાત્પર્ય છે. તેથી આધાકર્મિકને એકાંતે દુષ્ટ કહીને તે ભોગવનાર સાધુ કર્મ જ બાંધે છે, તેમ બતાવીને તેવી ભિક્ષા આપનાર ગૃહસ્થ પણ કર્મ જ બાંધે છે, માટે તેને આશ્રયીને અશુદ્ધ દાન આપનારને નિર્જરા થાય છે એમ કહી શકાય નહીં, એમ જે પૂર્વપક્ષી કહે છે અને તેની સંગતી માટે ભગવતીસૂત્રનાં વચનોનો અર્થ કરે છે કે, ‘અશુદ્ધ દાન આપનારને અલ્પ કર્મબંધ છે અને ઘણી નિર્જરા છે, તે કથન ઉત્તરગુણને આશ્રયીને જ છે, આધાકર્મિક દાનને આશ્રયીને નહીં' તે ઉચિત નથી. અહીં વિશેષ એ છે કે ― (A) જે સાધુ સૂત્રવિધિસમગ્ર હોય અર્થાત્ સૂત્રાનુસારી સંયમની પૂર્ણ આચરણા કરતા હોય, અને સંયમવૃદ્ધિના ઉપાયરૂપે યતનાપૂર્વક આધાકર્મિક આહાર લઈ આવે, એટલું જ નહીં, પણ વાપરતાં સુધી પણ સૂત્રાનુસાર ઉપયોગપૂર્વક આધાકર્મિક વાપરે તો લેશ પણ કર્મબંધ થતો નથી, પરંતુ તેવા સમયે તે આધાકર્મિક આહા૨નો ઉપભોગ જ સંયમવૃદ્ધિ દ્વારા નિર્જરાનું કારણ બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142