Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 123
________________ ૧૦૨ દાનદ્વાત્રિંશિકા/શ્લોક-૩૧ અહીં સાધર્મિકવાત્સલ્યને નિર્જરાફળવાળું ન કહેતાં સાધર્મિકવાત્સલ્યાદિમાં થતી વિરાધનાને નિર્જરાફળવાળી કહી. તેનો આશય એ છે કે સાધર્મિકવાત્સલ્યાદિની પ્રવૃત્તિ તે સાધર્મિકની ભક્તિ અર્થે આરંભ-સમારંભની ક્રિયારૂપ છે અને આરંભ-સમારંભની ક્રિયા જીવોની વિરાધનારૂપ હોવા છતાં ગુણવૃદ્ધિનું કા૨ણ છે. તેથી સાધર્મિકવાત્સલ્યાદિમાં થતી વિરાધનારૂપ ક્રિયા નિર્જરાફળવાળી છે, એમ કહેલ છે; અને તે વિરાધના બાહ્ય આચારરૂપે વિરાધના છે, પરંતુ પરમાર્થથી તો ગુણનિષ્પત્તિના ઉપાયભૂત એવી ક્રિયા છે. તેથી સાધર્મિકવાત્સલ્યાદિમાં થતી વિરાધનારૂપ ક્રિયા નિર્જરાફળવાળી છે, એમ કહ્યું. અહીં ઉદ્ધરણમાં ‘સૂત્રવિધિક્ષમત્ર’ રૂપ એક વિશેષણ આપવાના બદલે ‘અધ્યાત્મવિશુદ્ધિયુક્ત’, ‘મૂત્રવિધિતમન્ન’ અને ‘યતમાન’ એવાં ત્રણ વિશેષણો આપ્યાં. જોકે ‘મૂત્રવિધિસમગ્ર’ એ વિશેષણ કહેવાથી અધ્યાત્મવિશુદ્ધિયુક્ત અને યતમાન એ બે વિશેષણોનો સૂત્રવિધિસમગ્રમાં સમાવેશ થઈ જાય છે, તોપણ શુભક્રિયામાં તે ભાવોની પણ પ્રધાનતા બતાવવા માટે ‘મૂત્રવિધિતમત્ર’ થી તે બંને વિશેષણોને પૃથગ્ ગ્રહણ કરીને ત્રણ વિશેષણ કહેલ છે. વળી સાધર્મિકવાત્સલ્યાદિમાં જે વિરાધના છે, તે અપવાદપદને બતાવનારી છે. તેથી સંસારની વિરાધના કરતાં આ વિરાધના જુદા પ્રકારની છે. તેથી સંસારની વિરાધનામાં કર્મબંધરૂપ ફળ મળે છે અને સંસારની આરંભસમારંભવાળી ક્રિયા સદશ સાધર્મિકવાત્સલ્યાદિની આરંભ-સમારંભવાળી ક્રિયામાં નિર્જરારૂપ ફળ મળે છે; કેમ કે વિરાધનાની તે ક્રિયા જ્ઞાનપૂર્વકની છે. આશય એ છે કે સંસારી જીવો પાંચે ઈન્દ્રિયોના ભોગ અર્થે આરંભસમારંભની ક્રિયા કરે છે અને તેનાથી કર્મબંધરૂપ ફળ મળે છે. બાહ્યથી સાધર્મિકવાત્સલ્યમાં પણ તત્સદેશ જ આરંભ-સમારંભની ક્રિયા હોવા છતાં તે ક્રિયા કરતાં જે વિરાધના થાય છે, તે અપવાદિક એવી સાધર્મિકવાત્સલ્યની પ્રવૃત્તિથી જન્ય વિરાધના છે. વળી સાધર્મિકવાત્સલ્યને કરનાર વ્યક્તિ શાસ્ત્રાનુસારે તે ક્રિયા કરે છે, તેથી જ્ઞાનપૂર્વકની તે ક્રિયા છે, આથી તે વિરાધનાની પણ ક્રિયા નિર્જરાફળવાળી છે. તેથી બાહ્ય રીતે તે બંને ક્રિયાઓ આરંભ-સમારંભરૂપે સમાન હોવા છતાં પરમાર્થથી જુદા પ્રકારની છે. માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142