Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 125
________________ દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૩૧ સાધર્મિકવાત્સલ્યાદિમાં કરાતી જીવવિરાધના જીવઘાતપરિણામઅજન્ય છે, તેથી સાધર્મિકવાત્સલ્યાદિમાં વિરાધના હોવા છતાં વિશિષ્ટવિરાધના નથી અર્થાત્ જીવઘાતપરિણામજન્ય વિશેષણથી યુક્ત વિરાધના નથી; અને નિર્જરા પ્રત્યે વિશિષ્ટવિરાધના પ્રતિબંધક છે, તેથી વિશિષ્ટવિરાધનાનો અભાવ હોવાને કારણે પ્રતિબંધકાભાવરૂપે વિરાધના નિર્જરા પ્રત્યે હેતુ છે. આ પ્રકારનું ધર્મસાગરજીનું તર્કકૌશલ્ય અપૂર્વ છે, એ કટાક્ષમાં પ્રયોગ કરાયેલ છે. વસ્તુતઃ તેમનું કથન અનુચિત છે અને તે અનુચિત કેમ છે ? તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે ન્યાયની યુક્તિથી વિચારીએ તો વિશિષ્ટાભાવ=વિશિષ્ટ વિરાધનાનો અભાવ ત્રણરૂપે પ્રાપ્ત થાય છે ૧૦૪ - (૧) વિશેષણાભાવપ્રયુક્તવિશિષ્ટાભાવ, (૨) વિશેષ્યાભાવપ્રયુક્તવિશિષ્ટાભાવ અને (૩) વિશેષણ અને વિશેષ્ય ઉભયાભાવપ્રયુક્તવિશિષ્ટાભાવ તેથી એ પ્રાપ્ત થાય કે સાધર્મિકવાત્સલ્યમાં વિરાધના હોવા છતાં જીવઘાતપરિણામરૂપ વિશેષણના અભાવને કારણે વિશિષ્ટવિરાધના નથી, માટે વિરાધનારૂપ પ્રતિબંધકનો અભાવ છે, તેથી તે નિર્જરા પ્રત્યે હેતુ છે. પરંતુ એમ કહેવામાં આવે તો - કોઈ શિકારી શિકાર કરતો હોય તે વખતે તેના હૈયામાં જીવઘાતનો પરિણામ છે, અને તેની શિકારની પ્રવૃત્તિથી હરણનો ઘાત ન થાય ત્યારે, જીવઘાતપરિણામરૂપ વિશેષણ હોવા છતાં જીવવિરાધનારૂપ વિશેષ્યાંશ નથી, તેથી વિશિષ્ટ જીવવિરાધનાનો અભાવ પ્રાપ્ત થાય; અને આ વિશિષ્ટાભાવ શુદ્ધ વિશેષણરૂપ છે અર્થાત્ માત્ર જીવઘાતપરિણામરૂપ વિશેષણસ્વરૂપ છે. તેથી શિકારીની વિરાધનાની પ્રવૃત્તિમાં જીવઘાતનો પરિણામ પ્રતિબંધકાભાવરૂપે નિર્જરા પ્રત્યે કારણ છે, તેમ માનવાનો પ્રસંગ ધર્મસાગરજીને આવે. તેથી આ પ્રકારનો કાર્યકારણભાવ માનવો એ અનુચિત છે. ઉપર્યુક્ત ત્રણ પ્રકારના વિશિષ્ટાભાવ આ પ્રમાણે છે (૧) વિશેષણાભાવપ્રયુક્તવિશિષ્ટાભાવ Jain Education International = જીવઘાતનો પરિણામ એ વિશેષણ છે અને વિરાધના એ વિશેષ્ય છે. સાધર્મિકવાત્સલ્યાદિમાં જીવઘાતપરિણામરૂપ વિશેષણના અભાવથી પ્રયુક્ત -- For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142