Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 130
________________ દાનહાનિંશિકા/બ્લોક-૩૧ ૧૦૯ જ જ્યાં નથી ત્યાં તે વિરાધના પ્રતિબંધકાભાવરૂપે નિર્જરા પ્રત્યે કારણ છે, તેમ કહેવું તે ઉન્મત્તના વચન જેવું છે. પ્રથમ વિકલ્પમાં દોષ આવવાથી જો ધર્મસાગરજી એમ કહે કે જીવઘાતપરિણામજન્યત્વરૂપ સ્વરૂપ એ વિરાધનાનું વિશેષણ છે, તો એ અર્થ પ્રાપ્ત થાય કે જીવઘાતપરિણામ સ્વરૂપ વિશેષણથી વિશિષ્ટ વિરાધના પ્રતિબંધકાભાવરૂપે કારણ છે, તેથી શબ્દોને ફેરવીને પૂર્વના કથનનું પરાવર્તન થાય છે; કેમ કે જીવઘાતપરિણામજન્યત્વ વિશેષણથી વિશિષ્ટ વિરાધના પ્રતિબંધક છે, તેમ કહેવાથી, પૂર્વમાં કહ્યા પ્રમાણે ત્રણ પ્રકારે વિશિષ્ટ વિરાધનાની પ્રાપ્તિ થાય; અને તેમ સ્વીકારવાથી કોઈને મારવાના અધ્યવસાયથી મારવાનો પ્રયાસ કરવામાં આવે છતાં હિંસા ન થાય તે સ્થાનમાં, જીવઘાતપરિણામ પણ પ્રતિબંધકાભાવરૂપે નિર્જરા પ્રત્યે કારણ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. માટે આ પ્રકારના વચનભેદથી પોતાની વાતને સ્થાપન કરવી તે પોતાના શિષ્યોને યથાતથા સમજાવીને પોતાની વાતને સ્થાપન કરવા જેવો પ્રયાસમાત્ર છે. ઉત્થાન – પૂર્વમાં ધર્મસાગરજીએ વર્જનાઅભિપ્રાયથી જીવઘાતપરિણામજન્યત્વરૂપ વિરાધનાનું સ્વરૂપ ત્યાગ થાય છે, તેમ બતાવીને નિર્જરા પ્રત્યે વિરાધના પ્રતિબંધકાભાવરૂપે કારણ છે, તેમ સ્થાપન કર્યું, તેમાં ગ્રંથકારે દોષ બતાવ્યો. તેથી હવે ધર્મસાગરજી બીજી રીતે અર્થ કરીને વિરાધનાને જ પ્રતિબંધકાભાવરૂપે નિર્જરા પ્રત્યે કારણ બતાવતાં કહે છે – ટીકા : अथ यद्धर्मविशिष्टं यद्वस्तु निजस्वरूपं जहाति स धर्मस्तत्रोपाधिरिति नियमाद्वर्जनाऽभिप्रायविशिष्टा हि जीवविराधना जीवघातपरिणामजन्यत्वं संयमनाशहेतुं परित्यजतीतिभावार्थपर्यालोचनादनुपहितविराधनात्वेन प्रतिबन्धकत्वं लभ्यत इत्युपहितायास्तस्याः प्रतिबन्धकाभावत्वमक्षतमिति चेन्न, प्रकृतविराधनाव्यक्तौ जीवघातपरिणामजन्यत्वस्यासत्त्वेन त्याजयितुमशक्यत्वात् । अत एव तत्प्रकारकप्रमितिप्रतिबन्धरूपस्यापि तदानस्यानुपपत्तेः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142