Book Title: Chaud Swapnanu Rahasya Author(s): Shravak Bhimsinh Manek Publisher: Shravak Bhimsinh Manek View full book textPage 8
________________ ચૌદ સ્વપ્રનું રહસ્ય. પહેલે સ્વમે ગજવર દીઠે, ચાર દંતા મનેાહારાષ્ટ્ર, ચાર પ્રકારે ધર્મ પ્રકાશ્યા, ભવિ જીવને હિતકારાજી; સુણેા ભવિ પ્રાણીજી રે. (૧) અર્થાત્—ભાગ્યશાળી માતાને પ્રથમ સ્વપ્તમાં એક હાથી દૃષ્ટિએ પડે છે. આ હાથી સામાન્ય હાથી નથી હોતો, પણ હાથીઓના રાજા તરીકે જેને ગજપતિ કહી શકાય તેવો ગજવર હોય છે. તેના ચાર મનોહર દાંતો પણ સ્પષ્ટ નજરે પડે છે. આ ચાર દાંતો ખાસ કરીને ધ્યાન ખેંચનારા થઈ પડે છે. તો હવે પ્રશ્ન એ છે કે એ ચાર દાંતોનો રહસ્યાર્થ શું? તેના ઉત્તરમાં આપણને કહેવામાં આવ્યું છે કે એ ચાર દાંતો જણાય છે, તે ચાર પ્રકારના ધર્મોનું અર્થાત્ દાન, શીલ, તપ, ભાવનું સૂચન કરે છે. ઇંદ્ર માતાજીને કહે છે કે આ ચાર દાંતો જેમ હાથીના મુખમાંથી મ્હાર નીકળ્યા છે અને જગતને આશ્ચર્યમુગ્ધ કર્યું છે, તેમ તમારા મહા પુરૂષાર્થી અને ઉન્નત પુત્રના મુખમાંથી પણ ધર્મોપદેશનું દિવ્ય સ્ફુરણ થશે, અને એ ઉપદેશને અવધારી વિ જીવો પરમ કલ્યાણને સાધશે. ચાર પ્રકારનો ધર્મ કહેવાથી તેમાં સર્વ પ્રકારની ક્રિયાઓ, સિદ્ધાંતો તથા વિધિ-નિષેધો સમાઈ જાય છે, એમ કહેવાની જરૂર નથી. દાનથી માણુસનું હૃદય ઉન્નત થાય છે, અભિમાન, મોઢું આદિ આંતરિક શત્રુઓ દાનગુણથી પરાજિત થાય છે, શીલથી મનુષ્યનું ચારિત્ર - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28