Book Title: Chaud Swapnanu Rahasya
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek
Catalog link: https://jainqq.org/explore/034797/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ #C D/[ S[ [h[OR DANT AOMIC P3Y 6 ૭ = વમનું રહસ્ય. WhW W \WCD/[ PC IT WASWADW/ DW WIN અથૉત. તીર્થકર ભગવાનની માતાજીને જે ચોદે | સ્વમ આવે છે, તેનું રહસ્ય, | ચોદે સ્વમનો સંદર સાર, વિસ્તાયો ધરી અતિ પ્યાર ભવિક જીવ અવધારો સહુ, આત્મા નિર્મળ થારો બહુ. -પ્રકાશક, શ્રાવક ભીમાસિહ માણેક, જૈન પુસ્તકો પ્રસિદ્ધ કરનાર અને વેચનાર શાકગલ્લી-માંડવી, મુંબઈ મુંઅઈમાં નિર્ણયસાગર છાપખાનામાં છાપ્યું. WOWOWOWOWAVAWOWAWAWAWOWAWAWALAWWAY છે સને ૧૯૧૫-વીર સંવત ૨૪જર. ) UMUMALUUAUKURUMURUAURUMUMUNUMURUMUMUM Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ WallMUMUNDAUMURUMUNUMURUMUNUMURUMLAUMUM * - * * - ચૌદ વમનું રહસ્ય - - * - - - - - - WOWOWOWAWWWWWWMVWAWAWAWAWWWW અર્થાત તીર્થકર ભગવાનની માતાજીને જે ચૌદ સ્વમ આવે છે, તેનું રહસ્ય. ચૌદ સ્વપ્રને સુંદર સાર, વિસ્તાર્યો ધરી અતિ ચાર; ભવિક જીવ અવધારે સહુ, આત્મા નિર્મળ થાશે બહુ પ્રકાશક, શ્રાવક ભીમસિંહ માણેક, જૈન પુસ્તકો પ્રસિદ્ધ કરનાર અને વેચનાર શાકગલ્લી-માંડવી, મુંબઈ મુંબઈમાં નિર્ણયસાગર છાપખાનામાં છાપ્યું. www/WWW/AWAWKWrWfIW/AWIOW/ON/hWViY/ // yr @ @) સને ૧૯૧૫-વીર સંવત્ ૨જર. ) WAARVAVAVAUM UMUMAVALAJA UMUUMLUVALU Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Printed by Ramchandra Yesu Shedge, at the Nirnaya sagar Press, 23, Kolbhat Lane, Bombay. Published by Bhanji Maya for Bhimsi Maneck, 225-231, Sackgalli, Mandvi, Bombay. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ CODREEDO poOSCRELI पहिले वने हरित. Cocoenbees Sahansahu बीजेखने बभ. श्रीजे खाने सिंह सल्ली देवता अधिमे खन धनी भास बजार्नु स्याउ फसशन समान नबमु. सात मे स्वप्रे सूप पम सरोवरन सावधा सालाना लक्ष्मा आर्ट, भायखळा. मंबईbhandar-umara, Surat प्रकाशक:-श्रावक भीमसिंह माणेक, जैन ग्रंथो प्रसिद्ध करनार, मांडवी, शाकगल्ली, मुंबइ. maragvanbhandar com चौद स्वप्ननुं चित्र. क्षीरसमुइनु स्वाम बारमा स्वानमा देव विमान तरमा स्वभमा रलमी राशि चौदमा श्चममा निमं अमिनी शिखा 11मु. KADUATATAISISTAMMER ATHAR Page #5 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ હાં ઐદ સ્વમ-રહસ્ય. એ જ (આમુખ) સારાં યા ખોટાં સ્વમાં એ ભાવીનાં સુંદર અથવા અસુંદર પરિણામ સૂચવનારાં ચિહ્નો ગણાય છે. આપણાં શાસ્ત્રોમાં સ્વમ સંબંધી બહુ વિગતવાર અને યુક્તિપૂર્ણ વિવેચનો કરવામાં આવ્યાં છે. વર્તમાનકાળે પાશ્ચાત્ય શિક્ષણના સંસ્કારોએ સ્વમશાની માન્યતાઓ પ્રત્યે નવયુવકોને અશ્રદ્ધાવાળા બનાવી દીધા છે એ સત્ય છે, તથાપિ વિવેક દષ્ટિથી અને બુદ્ધિગમ્ય દલીલોથી જે એ વિષય તેમની સમક્ષ રજુ કરવામાં આવે તો સ્વમશાસ્ત્ર પણ ઉપયોગી અને સૂચક શાસ્ત્ર છે એ વાતનો સ્વીકાર થયા વિના રહે નહીં. આપણું પરમ પૂજ્ય તીર્થકર ભગવાન્ જ્યારે માતાના ગર્ભમાં આવે છે, અર્થાત એવે છે, ત્યારે તેમની માતાને નિયમિતરૂપે ચૌદ સ્વમાં આવે છે. આ વાત સૌ કોઈ જૈનપુત્ર જાણે છે, પરંતુ એ સ્વમ શું સૂચવે છે, એ સંબધી ભાગ્યે જ કોઈએ વિચારો કર્યા હશે. એ ચૌદ સ્વમમાં કેટલો ગંભીર આશય રહેલો છે, તેને સંક્ષિપ્ત સાર નીચેના કાવ્યમાં આપવામાં આવ્યો છે. આ કાવ્ય કોઈ ડુંગરશીભાઈ નામના વિચારક વિદ્વાને લખ્યું હોય તેમ તે કાવ્યની છેલ્લી લીટી વાંચતાં સ્પષ્ટ થાય છે. અમે તે કાવ્યના સ્પષ્ટીકરણપૂર્વક એ મૂળ કાન્ય વાચકોના કરકમળમાં મૂકવાની ભાવના રાખીએ છીએ. શુ ભવતુ! RA Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ચૌદ સ્વપ્રનું રહસ્ય. પહેલે સ્વમે ગજવર દીઠે, ચાર દંતા મનેાહારાષ્ટ્ર, ચાર પ્રકારે ધર્મ પ્રકાશ્યા, ભવિ જીવને હિતકારાજી; સુણેા ભવિ પ્રાણીજી રે. (૧) અર્થાત્—ભાગ્યશાળી માતાને પ્રથમ સ્વપ્તમાં એક હાથી દૃષ્ટિએ પડે છે. આ હાથી સામાન્ય હાથી નથી હોતો, પણ હાથીઓના રાજા તરીકે જેને ગજપતિ કહી શકાય તેવો ગજવર હોય છે. તેના ચાર મનોહર દાંતો પણ સ્પષ્ટ નજરે પડે છે. આ ચાર દાંતો ખાસ કરીને ધ્યાન ખેંચનારા થઈ પડે છે. તો હવે પ્રશ્ન એ છે કે એ ચાર દાંતોનો રહસ્યાર્થ શું? તેના ઉત્તરમાં આપણને કહેવામાં આવ્યું છે કે એ ચાર દાંતો જણાય છે, તે ચાર પ્રકારના ધર્મોનું અર્થાત્ દાન, શીલ, તપ, ભાવનું સૂચન કરે છે. ઇંદ્ર માતાજીને કહે છે કે આ ચાર દાંતો જેમ હાથીના મુખમાંથી મ્હાર નીકળ્યા છે અને જગતને આશ્ચર્યમુગ્ધ કર્યું છે, તેમ તમારા મહા પુરૂષાર્થી અને ઉન્નત પુત્રના મુખમાંથી પણ ધર્મોપદેશનું દિવ્ય સ્ફુરણ થશે, અને એ ઉપદેશને અવધારી વિ જીવો પરમ કલ્યાણને સાધશે. ચાર પ્રકારનો ધર્મ કહેવાથી તેમાં સર્વ પ્રકારની ક્રિયાઓ, સિદ્ધાંતો તથા વિધિ-નિષેધો સમાઈ જાય છે, એમ કહેવાની જરૂર નથી. દાનથી માણુસનું હૃદય ઉન્નત થાય છે, અભિમાન, મોઢું આદિ આંતરિક શત્રુઓ દાનગુણથી પરાજિત થાય છે, શીલથી મનુષ્યનું ચારિત્ર - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) દેદ્દીપ્યમાન બને છે, તપથી અંતર-ખાદ્યની વિશુદ્ધિ થાય છે અને ભાવનાથી આત્માનું–હૃદયનું મનનું અને શરીરનું ખળ સવિશેષ સ્કૃત્તિપ્રાપ્ત થવાની સાથે પરમ કલ્યાણ-મોક્ષને સાધી શકે છે. ત્રિપદીના ઈસારા માત્રથી કેવલી ભગવાન્ જેમ સંસારનું આબેહૂબ ચિત્ર દર્શાવી આપે છે, તેમ ચાર પ્રકારના ધર્મથી સર્વજ્ઞ ભગવાન્ ધર્મનાં સર્વે રહસ્યોનું ટૂંકામાં સૂચન કરી દે છે. દાન, શીલ, તપ, ભાવથી અતિરિક્ત એવો કોઈ ધર્મ ઉદૃભવ્યો નથી, તેમ ઉદ્ભવે એવો સંભવ પણ નથી. એ ચાર પ્રકારના ધમોંમાંથી એકેક પ્રકારનો આશ્રય લઈ અનેક ધર્મો આજ સુધીમાં પ્રવો છે, પણ આપણે તે સંબંધી ચર્ચામાં ઉતરવાની અત્યારે જરૂર નથી. ખીજા સ્વપ્રમાં ગગનમંડળમાંથી ઉજજવળ વૃષભ આવતો છે, તેનો આશય સ્પષ્ટ કરતાં કવિ ત્રીજી કડીમાં કહે છેઃ-~~~ રૂષભ સ્વમથી ભરતક્ષેત્રમાં, એધિબીજને વાવેજી, બીજે સ્વમે ધારી ઉજ્વલ, ગગનમંડળથી આવેજી; સુણા ભવિ પ્રાણી જી રે. (ર) જણાય વ્ય વહારમાં સાધારણ રીતે રૂષભ-ખળદને બહુ ઉપયોગી પ્રાણી લેખવામાં આવે છે, કારણ કે તેથી જમીન ખેડાય છે, અને ક્ષેત્ર રસયુક્ત બને છે. ખેડીને તૈયાર કરેલી જમીનમાં જો મીજનો નિક્ષેપ કરવામાં આવે તો તે બીજ ફળ-ફુલયુક્ત બન્યા વિના રહે નહીં. ઈંદ્ર મહારાજ તીર્થંકરની માતાજીને કહે છે કે તમારો આ ભાવી પુત્ર રૂષભ સમાન ખનશે અને ભરતક્ષેત્રને ખેડીને તેમાં મોધિખીજનો નિક્ષેપ કરશે. ભરતક્ષેત્ર એમ કહેવાનું કારણ એટલું જ છે કે એ ક્ષેત્ર સર્વ અનાર્ય ક્ષેત્રાની અપેક્ષાએ સર્વોત્તમ મનાય છે. ભરત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાં મનુષ્યોનાં અંતઃકરણો એવાં નિર્મળ અને રસયુક્ત હોય છે કે જો તેમાં ખીજનું વાવેતર કરવામાં આવે તો તે ક્ળીભૂત થયા વિના રહે નહીં. એટલામાટે ભરતક્ષેત્રમાં જન્મ હોવો એને આપણાં શાસ્ત્રોમાં પરમ સૌભાગ્યનું ચિહ્ન લેખવામાં આવ્યું છે. તેનું કારણ આથી સ્પષ્ટ થવા યોગ્ય છે. તીર્થંકર જેવા ભગવાનો ખાસ કરીને આવા આર્યક્ષેત્રમાં જ જન્મ લે છે, અને પોતાની વાણીનો તથા ચારિત્રનો છુટથી ભવિ જીવોને લાભ આપે છે. આજે આ ક્ષેત્રમાં તીર્થંકર ભગવાન્ પોતે સશરીરે વિદ્યમાન નથી એ આપણું કમનશીમ છે, છતાં તેમની વાણીના જે દિવ્ય અંશો આ કાળે પણ રહી ગયા છે, તેનાથી તે ભિવ જીવો ધારે તો પોતાનું ષ્ટિ-સાધ્ય બિંદુ બહુ સહેલાઇથી સાધી શકે તેમ છે. આપણે સર્વેએ શ્રી તીર્થંકર ભગવાન્ જે મોધિષીજો આ ક્ષેત્રમાં વાવતા ગયા છે, તેનો લાભ લઈ મુક્તિના માર્ગે ચાલીએ તો આપણો નરજન્મ, ભરતક્ષેત્રની પ્રાપ્તિ તથા શ્રાવકકુલમાંનો જન્મ એ સર્વે અવશ્ય સફળ થાય એમાં શક નથી. ત્રીજા સ્વપ્રમાં માતાજી સિંહ-કેસરીનું દર્શન કરે છે. આ સિંહદર્શનનું રહસ્ય સમજાવતાં કવિવર ત્રીજી કડીમાં કહે છેઃ— ત્રીજે સ્વમે સિંહ વિલાણી, મદનાદિક જે હાથીજી, તેનું મન માડીને તુજ સુત, થાશે ધરમના સાથીજી; સુણા ભવિ પ્રાણીજી રે. (૩) અ - I en ર્થાત્ તીર્થંકર ભગવાન્ મનાદિ અરિને હવામાં સિંહ સમાન થશે. જેવી રીતે અરણ્યમાં સ્વચ્છંદતાથી વિચરતા મદોન્મત્ત હાથીઓના કુંભસ્થળને કેસરી સિંહ એક પલકમાં અનાયાસે ભેદી શકે છે, તેવી રીતે તમારો આ પુત્ર મદનરૂપી હસ્તીને પરાસ્ત www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #11 -------------------------------------------------------------------------- ________________ કરવામાં સિંહ સમાન થશે. મદન પાસે આદિ શબ્દ મૂક્યો છે, તે ઉપરથી કોધ, માન, મદ, મોહ, લોભ આદિ અંતરંગ વૈરીઓનો પણુ પરાભવ કરશે એમ સમજી લેવાનું છે. વસ્તુતઃ જ્યાં સુધી કોઈ પણ મનુષ્ય પોતાના અંતરંગ શત્રુઓ ઉપર અધિકાર જમાવી શકે નહીં, ત્યાં સુધી તે સાચો ધર્મ પામી શકે નહીં. સારાંશ કે જેઓ અંતરંગ શત્રુરૂપી ગજવર પ્રતિ કેસરીસિંહ સમાન થઈ શકે છે અને અંતર-બાહ્ય શત્રુઓના બળને નિર્મળ કરી શકે છે તે જ પુરૂષવરો યથાર્થ ધર્મના સાથી બની શકે છે, એમ કહેવાનો પણ આ કાવ્યકર્તાનો આશય છે. સિહ એ જંગલનો રાજા કહેવાય છે. તે વનોમાં અને ઉપવનોમાં નિર્ભય રીતે વિહરી શકે છે, કારણ કે તેને કોઈ પણ પ્રકારનો ભય હોતો નથી. મનુષ્યોએ પણ ધર્મના માર્ગમાં નિરંતર સિંહની માફક નિર્ભયતાથી અને અડગતાથી વિચરવું જોઈએ, પણ આમ કયારે બની શકે? જે આપણે આપણું અંતરના તથા બહારના અરિઓને જીતી લઈ શકીએ, તો જ આપણે શાંતિ તથા નિર્ભયતાપૂર્વક ધર્મના માર્ગમાં આગળ વધી શકીએ. કામ, ક્રોધાદિ શત્રુઓનું પ્રાબલ્ય જ્યાં સુધી અંતરમાં વર્યા કરે છે, ત્યાં સુધી મનુષ્ય સદા પરાધીન રહે છે. વંદન છે તે પરમાત્મસ્વરૂપ તીર્થકર ભગવાનને, કે જેઓએ પરિપુઓને હવામાં કેસરી સમાન વીર્ય ફોરવી જગતના ઈતિહાસમાં દૃષ્ટાંત બેસાર્યું છે, અને જેમના પગલે ચાલી અનેક ભવ્ય જીવો મુક્તિનો માર્ગ પામ્યા છે, તથા ભવિષ્યમાં પણ પામશે. હે પ્રભુ! હે અનંત દયામય ભગવાન! અમે પણ આપની માફક અમારા શત્રુઓરૂપી હાથીઓને હણવામાં ક્યારે સિંહ સમાન બની શકીશું? અને આપની માતાજીને આવેલ સ્વમ અમે ક્યારે સાર્થક કરી શકીશું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ હવે ચોથા સ્વમનું રહસ્ય દર્શાવતાં કવિશ્રી નીચે પ્રમાણે કહે છે - ચેથે સ્વસે લક્ષ્મી દીઠી, વરસીદાનને દેશેજી, તીર્થકર એ લક્ષ્મી ભેગી, શિવવધુ કમળા વરશેજી; સુણે ભવિ પ્રાણજી રે. (૪) થંકરની માતુશ્રી ચોથા સ્વપ્રમાં લક્ષ્મીના દર્શન કરે છે. આ લક્ષ્મી આપણું જેવા પામર મનુષ્યોને રીતે બંધનકર્તા થાય છે અને સંસારના હતા જે ઉંડા કીચડમાં ઉતારી દેનારી થાય છે, તેવી વી રીતે તીર્થંકર પ્રભુને બંધનí તથા લિસકર્તા થવા માટે નથી હોતી, પરંતુ વરસીદાનને દિવસે પ્રાણીઓને મુક્ત હસ્તે દાન આપવામાં એનો સદુપયોગ થાય તે માટે એ લક્ષ્મી સદા તીર્થંકર ભગવાન પાસે બે હાથ જોડીને ઉભી રહે છે. લક્ષ્મીનો સાચો ઉપયોગ શું હોઈ શકે, એ વાત ઉપર આ સ્વમ બહુ ગંભીરતાથી પ્રકાશ નાખે છે. લક્ષ્મીની પ્રાપ્તિ માટે જે મનુષ્યો પાપકમાં કરતાં આંચકો ખાતા નથી અને એક પાઈ પ્રાપ્ત થતી હોય તો અઢાર પાપસ્થાનકો સેવતાં જેમને લેશ પણ સંકોચ થતો નથી, તેમણે આ સ્વમ ઉપરથી ખાસ બોધ ગ્રહણ કરવાની જરૂર છે. લક્ષમીનો જે તમારે ખરેખરો ઉપભોગ લેવો હોય તો તેના દાસ ન બનો, કારણ કે લક્ષ્મીના ગુલામો કદાપિ આત્મ કલ્યાણ કરવાને શક્તિમાન થઈ શકતા નથી. લક્ષ્મીનું દાન કરવું અને અહંકાર વડે જે સંપત્તિ પ્રાપ્ત કરી હોય તેનો ત્યાગ કરવો એજ લક્ષ્મીનો સાચો ઉપભોગ છે. આપણે પ્રથમ સ્વદર્શને જોઈ ગયા છીએ કે તીર્થકર ભગવાન ચાર પ્રકારના ધમનો પ્રકાશ કરે છે, તેમાં દાનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પદ આપવામાં આવ્યું છે. પ્રભુ પોતે ધર્મનો પ્રકાશ કેવળ વાણીથી જ નથી કરતા, પણ પોતાના વર્તનથી દાનધર્મની મહત્તા જગતને જાહેર કરે છે. પોતાને પ્રાપ્ત થયેલી લક્ષ્મી જેઓ નિરહંકારપણે પોતાના માનવબંધુઓના હિતાર્થે તથા જગતના સર્વ પ્રાણીઓના કલ્યાણાર્થે વાપરી શકે છે, તેઓ કમે ક્રમે શિવવધૂ પ્રાપ્ત કરી શાશ્વત સુખ મેળવવા ભાગ્યશાળી થાય છે. પ્રભો ! આપને પ્રાપ્ત થયેલી લક્ષ્મીની અપેક્ષાએ એક બિંદુના અનંતમા ભાગ જેટલી પણ લક્ષ્મી અમે પ્રાપ્ત કરી શક્યા હોઈએ તેનો સદુપયોગ કરવાનું અર્થાત્ દાન કરવાનું અમોને બળ અર્પો, કે જેથી આપની માતાને આવેલું સ્વમ સાર્થક છે એટલું જ નહીં, પણ એ સ્વમનો આશય અમે સમજી શક્યા છીએ એમ છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં મૂકાઈએ. પાંચમા સ્વપનું સ્પષ્ટીકરણ કરતાં કવિવર કહે છે કે – પાંચમે સ્વમે કુસુમની માળા, સવી જન શિરપર ધારેજી, તીમ ભવિ જીવના, તુજ સુતવર પાપ-તાપ સહી ટાળે; સુણે ભવિ પ્રાણજી રે. (૫) વિક સુમાદિ સુગંધી દ્રવ્યો જેમ દુર્ગધીને દૂર કરી પ તાની સુવાસ પ્રકટાવે છે, તેવી રીતે હે તીર્થંકર ભગવાનની પ્રાતઃસમરણીય જનની ! તમારો પુત્ર પણ કુસુમની માળાની પેઠે ભવિ જીવોનાં અંતઃકરણમાં * રહેતી દુર્ગધી દૂર કરી તેમના ભક્ત હદયને પણ કુસુમની માફક સુગંધી સુરાવતાં બનાવી દેશે. પ્રચંડ ગ્રીષ્મની જવાળાથી સંતપ્ત થયેલા વિલાસી જીવ કુસુમમાળાઓને કંઠમાં www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #14 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) ', ધારણ કરવાથી જેવી રીતે શાંતિ અને તૃપ્તિ અનુભવે છે, તેવી રીતે તમારો પુત્ર પણ ભવિ જીવોના પાપ-તાપને દૂર કરનારો તથા અપૂર્વ શાંતિ આપનારો થશે એટલું જ નહીં, પણ જગતમાં પુણ્યરૂપી પુષ્પની સુગંધી પ્રસરાવનાર પણ થશે. પુષ્પોને બહુ જ પવિત્ર લેખવામાં આવે છે તેનું કારણ દર્શાવતા એક કવિએ વાજમી રીતે જણાવ્યું છે કે ફુલો, વૃક્ષો તથા મેઘ એ સર્વનો જન્મ કેવળ પરોપકારાર્થે જ હોય છે, અને તેથી જ જગત્ તેમને બહુ સન્માનથી વધાવે છે. પુષ્પો ખીલે છે, તે શું પોતાને માટે ખીલે છે? નહીં, જગતમાં પરાગનો ફેલાવો કરવો તથા વણ માગ્યે પથિકોનાં ચિત્તને આહ્વાતિ કરવાં, અને વિના પ્રયત્ને પ્રેક્ષકોની દૃષ્ટિને તૃપ્ત કરવી એ ગુણો સ્વાભાવિક રીતે જ પુષ્પોમાં રહેલા હોય છે. તે જ પ્રમાણે તમારો આ પુત્ર પણ જગતને નયનાનંદ તથા ઉપકારક થવાની સાથે જગતમાંથી પાપ-તાપ-વિઘ્ર તથા દુરાચારની દુર્ગંધીને નિર્મૂલ કરવામાં સુગંધી કુસુમમાળાનું કામ કરશે. “સવી જન શિર પર ધારેજી” એમ કાવ્યમાં કહેવામાં આવ્યું છે, તેનો આશય એવો છે કે સુગંધી કુસુમમાળાને મનુષ્યો જેમ શિરે ધારણ કરે છે, તેમ તમારા પુત્રને પણ જગતના ભવ્ય જીવો શિરસા વંદ્ય માનશે. એમ ઇંદ્ર મહારાજ કુસુમમાળાના દર્શનથી સિદ્ધ કરે છે. હું વિશ્વવંદ્ય તીર્થંકર ભગવાન્ ! અમે પ્રાથીએ છીએ કે આપે પ્રસરાવેલી સુગંધ અમારા આત્માને પણ સ્પર્શ કરો અને આપના કુસુમ સમાન ચરણોમાં અમારૂં શિર સદા નમેલું જ રહો ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) છઠ્ઠા સ્વમનું રહસ્ય કવિવર આ પ્રમાણે દર્શાવે છે – છઠું સ્વમે ચંદ્ર વિલોકી નીલ કમળ વિકાસે છે, તીમ ભાવિ જીવના હૃદયકમળમાં, તુજ સુત એમ પ્રકારોજી; સુણ ભવિ પ્રાણુંજી રે. (૬) OTHI SHIDiliar ||HIBE Biligrug TELITIEid givil HallHII IIHMHIM tIiEligilRTHIU1 literHi[ AIRTHit[GIllIETIETIEIRTILIT S E - ENERG મળ-પુષ્પ જેમ ચંદ્રદર્શનથી અતિશય પ્રફુલ્લિત થાય છે, તેમ શ્રી તીર્થંકર પ્રભુના દર્શન માત્રથી ભવિ જીવનાં હૃદયરૂપી કમળો પ્રફુલ્લિત થશે, એમ છે આ ચંદ્રનું સ્વમ સૂચવે છે. ચંદ્રમાં કુદરતી રીતે જ - એવું સામર્થ્ય અથવા પ્રભાવ રહેલો છે કે તેને ઉદય થતાં વાર કમળની પાંદડીઓ વિકસિત-પુલકિત તથા વિસ્તારિત થયા વિના રહેતી નથી. ચંદ્રને એ માટે કશો પ્રયત્ન કરવો પડતો નથી, તેવી જ રીતે પવિત્ર આત્માઓ અને નિર્દોષ પુરૂષસિંહોમાં કોઈ એવું સામર્થ્ય પ્રકટે છે કે તેમના દર્શન માત્રથી ભવિ જીવોનાં અંતઃકરણમાં કુદરતી રીતે પ્રમોદભાવ તથા ભક્તિભાવ મ્ફર્યા વિના રહેતો નથી. પવિત્ર આત્માઓ ભલે વાણથી કે કિયાથી કાંઈ ઈસારો સરખો પણ ન કરે, તથાપિ તેમની શાંત-સૌમ્ય–પ્રભાવિશિષ્ટ–ચંદ્રોપમ કાંતિ જ જગતના મુમુક્ષોઓને એવું અદભુત આકર્ષણ કરે છે કે ભવિ જીવો એવા નિસ્પૃહી તથા વીતરાગ પુરૂષના ચરણનો આશ્રય લીધા વિના રહી શકતા નથી. આજે આપણે એવા નિર્દોષ પુરૂષરૂપી ચંદ્રના અભાવે ભવાટવીના અંધાર પ્રદેશમાં ભટકીએ છીએ. ચંદ્રના પ્રકાશની રાહ જોતાં આપણું અંતઃકરણોરૂપી કમળો સંકોચાઈ જવા લાગ્યાં છે! પરંતુ એટલું સૌભાગ્ય છે કે તીર્થકર ભગવાનની મૂર્તિ તથા તેમની અમૃતમયી સૂત્રબદ્ધવાણું જ્યાં સુધી વિદ્યમાન છે, ત્યાં સુધી હૃદયકમળો કરમાઈ જાય એવો ભય રાખવાનું કારણ નથી. હે ભગવન! હે અનંત જ્ઞાન, દર્શન તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રના સ્વામી! અમારાં હદયકમળો આપની સાક્ષાત ચંદ્રોપમ કાંતિ નિહાળી જ્યારે વિકસ્વર થશે ? તીર્થકર ભગવાનના અનેક અતિશયો પૈકી કયા અતિશયનું સૂચન આ સાતમા સ્વમમાં થાય છે, તે સંબંધી કવિરાજ કહે છે કેસાતમે સ્વમે સુરજમંડળ, સહસ્ત્ર કિરણથી દીપેજી, તીમ ભામંડળને તેજ કિરણથી, નિજ અરિને તે તેજી; સુણો ભવિ પ્રાણીજી રે. (૭) oY8 દૂ ર્થ–સૂર્યમંડળનાં તેજસ્વી કિરણે જેવી રીતે જગશું તને પ્રકાશિત કરે છે અને અંધકાર, તિમિર તથા ( નિશાચરોનો નાશ કરે છે, તેવી રીતે તમારો પુત્ર છે પણ પોતાના ભામંડળના પ્રકાશ વડે પ્રકાશશે, જગ જ તને પણ પ્રકાશિત કરશે અને ઉજજ્વળતાનું સામ્રાજ્ય ફેલાવશે. નિશાકાળે તિમિરપ્રિય પ્રાણીઓ અંધકારનો લાભ લઈ અનેક જીવોને હેરાન કરે છે, પણ સૂર્યને પ્રકાશ થતાંની સાથે જ તેઓ એકાંત ખૂણામાં ભરાઈ પેસે છે. તીર્થકર મહારાજના પ્રતાપે સંસારમાંથી મિથ્યાત્વરૂપી અંધકાર પલાઈ જાય છે અને સમ્યકત્વનો સૂર્ય સોળે કળાથી પ્રકાશવા લાગે છે. આ વખતે, પછી મિથ્યાત્વીઓનું તથા સંસારાટવીમાં હેરાન અને પાયમાલ કરનારા દુશ્મનોનું બળ ચાલી શકતું નથી. ઇંદ્ર મહારાજ કહે છે કે તમારા આ ભાવી પુત્રના મુખ ઉપર ભામંડળની દીપ્તિ એટલા બધા બળથી જાજવલ્યમાન રહેશે કે તે ભામંડળના પ્રચંડ પ્રતાપ આગળ કોઈ અરિનું–બાહ્ય કે અંતરંગ અરિનું બળ નભી શકશે નહીં. મામંડસ્ટંટુંદુમિરાતપત્રમ્ વિગેરે જે અતિશયોનું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે, તેવા અતિશયોવાળે આપનો પુત્ર થશે. એમ આ સૂર્યનું www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #17 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) સ્વ... આગળથી સૂચવે છે. ભામંડળને અંગ્રેજી ભાષામાં “હેલો” (halo) કહેવામાં આવે છે, અને એક મનુષ્ય જેમ જેમ વિશુદ્ધિમાં તથા નિર્દોષતામાં આગળ વધતો જાય છે તેમ તેમ તેના મુખની આસપાસ પ્રવર્તતો પ્રકાશ-ભામંડળ વધારે ઉગ્ર-પ્રખર રૂપે પ્રકાશવા લાગે છે. તીર્થકર ભગવાનની સૌમ્ય અને શાંત મુખકાંતિની ચોતરફ સૂર્યનાં કિરણો જેવું પ્રભાસ્યમાન તથા પ્રબળ પ્રતાપાન્વિત ભામંડળ ફેલાયેલું હોય છે; એથી કરીને તેમનો પ્રતાપ અખંડિત રહે છે, તેમનું શાસન સર્વોપરિ રહે છે અને તેમના વિરોધીઓનું બળ નિષ્ફળ જાય છે. પ્રભો આપને ભામંડળ સરખો સમ્યકત્વનો પ્રકાશ ચોતરફ પ્રસાર પામો અને આપનાં તેજસ્વી સહસ્ત્ર કિરણો વડે મિથ્યાત્વરૂપી તિમિરને નાશ થાઓ, એ જ અમારી પુનઃ પુનઃ પ્રાર્થના છે. આઠમા સ્વમની વિજા શું સૂચવે છે, તે સંબંધી કવિ બહ સરળ રીતે કરે છે કે – ધરમધજાને ભેગી થાશે, મુજ દરશન તુજ નંદજી, આઠમે સ્વમે વજા એમ વિનવે, ધરતી રાગ ઉમંદાજી; સુણે ભવિ પ્રાણુજી રે. (૮) Ele> દવ કી જાને પવનમાં ઉડતી અનેકોએ જોઈ હશે. આવી ધ્વજા તીર્થંકર મહારાજના માતાજીના સ્વમમાં આપણ વીને ભવિષ્યવાણીરૂપે અત્યંત હર્ષપૂર્વક–પ્રસન્નતા 5 પૂર્વક કહે છે કે –“મારા દર્શન તમને થયા છે, તે Eી એમ સૂચવવા માટે કે તમારો નંદ અર્થાત્ પુત્ર ધર્મદેવજાનો ભોગી થશે અને વિશ્વમાં અનેકાંત ધર્મનો વિયવાવટો ફરકાવશે. તીર્થકર મહારાજની સાથે ધર્મધ્વજા હમેશાં ફર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #18 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) કતી રહે છે, કારણ કે એમનો અતિશય જ એવા પ્રકારનો હોય છે કે એ ધ્વજ તેમને નિત્ય અનુસર્યા વિના રહેતી નથી. આ ધર્મદવા તીર્થકર મહારાજની વાણુનું, હદયનું તથા આત્માનું અપૂર્વ બળ સૂચવી આપે છે. તીર્થંકર પ્રભુની વાણી એવી નિર્દોષ-નિર્મળ અને મધુર હોય છે, તેમનું હદય રાગ-દ્વેષ રહિત હોવાના કારણે એવું તો શુદ્ધ તેમજ સ્ફટિક સરખું ઉજવળ હોય છે અને તેમનો આત્મા એવો તો નિરાવરણ અને વિમળ હોય છે કે સમસ્ત વિશ્વના પ્રાણીઓ તેમની વિજયવતી ધર્મદેવના નીચે આવીને આશ્રય લે છે અને પોતાનું કલ્યાણ કરે છે. શ્રીમંતોની, ધનવાનોની તથા રાજા મહારાજાઓની વજા ગમે તેટલા અભિમાનપૂર્વક હવામાં ફડફડાટ કરે, પરંતુ તીર્થકર ભગવાનની ધર્મધ્વજા પાસે તેનું લેશ પણ મહત્ત્વ રહેતું નથી. ધ્વજાને પ્રતાપનું–ગૌરવનું–શક્તિનું એક ચિહ્ન લેખવામાં આવે છે. તીર્થંકર પ્રભુની ધર્મધ્વજા જેમ તેમની સાથે નિર્વિઘપણે ફરક્યા કરે છે, તેવી રીતે તેમની કૈવલ્યપ્રાપ્તિ પછી પણ એ ધર્મધ્વજા–જે કે અદશ્ય–આધ્યાત્મિક ધર્મધ્વજા સર્વ દર્શન તથા ધર્મોની ઉપર ચિરકાળ પર્યત ફરક્યા કરે છે. આપણે સર્વે એ પ્રભુની ધર્મધ્વજના આશ્રય તળે ભાગ્યયોગે આવી વિરમ્યા છીએ, તે માટે આપણે આપણું જાતને પરમ ભાગ્યશાળી માનવી જોઈએ. પરાપૂર્વના પ્રબળ પુણ્યપ્રતાપે જ તીર્થંકર મહારાજનું શાસન તથા તેમની ધર્મધ્વજાન જીવોને આશ્રય મળે છે, એ વાત સૌ કોઈ જાણે છે. ( 4 - 1 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) નવમા સ્વમમાં પવિત્ર કળશ પ્રત્યક્ષ થાય છે અને પોતાના દર્શનનું ફળ દર્શાવતાં કહે છે કે – શાંતાદિક ગુણરતના દરીઆ, મેં પૂછું તુજ પુત્રજી, નવમે સ્વએ માજી જાણે, એમ કહે કળશ પવિત્રજી; સુણે ભવિ પ્રાણજી રે. (૯) સ્થત-કળશ કહે છે કે “હે પરમ ભાગ્યવતી જનની ! તમારે પેટે એક એવો પુત્ર જન્મશે કે જે સર્વ પ્રકારે મારા જેવો જ સંપૂર્ણ અને ગુણરત્રધારી છે. થશે, અને હું પણ જેની પૂજા કરવાને સદા તત્પર જ રહીશ.” અધુરો ઘડો હોય તે જ છલકાય છે, એવી આપણામાં એક સાધારણ કહેવત છે. તે બહુ અર્થસૂચક છે. જે- “ મના આત્મામાં શાંતિનો કિંવા ક્ષમાનો અથવા ધૈર્યનો ગુણ નથી ખેલ્યો હતો અને લોકોની પાસેથી કેવળ માન કે ભિક્ષા મેળવવા માટે જ દંભ રાખતા હોય છે તેઓ સંપૂર્ણ શાંતિ રાખી શકતા નથી અને ક્વચિત્ ક્રોધથી એવા ધમધમી નીકળે છે કે તેમને માટે આપણને દયા કુર્યા વિના રહેતી નથી. તીર્થંકર મહારાજ જેવા મહા પુરૂષોનાં હૃદયમાં શાંતિ તેમજ તેના સહચારી બીજા ગુણ એકરસ થઈને રહ્યા હોય છે, તેથી તેઓ હમેશાં ભરેલા કળશની માફક જ ગંભીર રહે છે. અર્થાત્ અધુરા કળશની માફક છલકાતા નથી. અધુરાશ અથવા અપૂર્ણતા હોય છે ત્યાં જ છલકાવાપણું હોય છે. વસ્તુતઃ અગંભીરતા હોવી એ આત્માની એક પ્રકારની નિર્બળતા છે, અને નિર્બળતા એજ પાપનું પ્રભવસ્થાન છે. સંપૂર્ણ કળશના જેવી ગંભીરતા તથા શાંતિ આપણું હદયને પણ સ્પર્શે, એવી પ્રાર્થના આપણે આ સ્વમના દર્શન વખતે કરીશું તો તે અયોગ્ય કિંવા અસ્થાને નહીં ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ (૧૩) દશમ સ્વમમાં પ સરોવર પોતાને પ્રભાવ દર્શાવતાં કહે છે કે – પદ્મ સરવર આવી દસમે, માતા સુણો મેરી વાત, સુરરચિત કમળના ઉપર ઠવશે, કમળ પદ તુજ પુતજી; સુણે ભવિ પ્રાણુજી રે. (૧૦) | * || || Bill ||L || I | li ull h:I ' / Ill / | \' | III. ||LUN || III IIM. IMP li uh Lal I || j Tu A શમા સ્વમમાં તીર્થંકરની માતાજીને જે સરોવર દષ્ટિગોચર થાય છે, તેમાં અનેક પદ્દમ-પુણે પણ ખીલેલાં નજરે પડે છે. આ કમળોવાળું સરોવર - સૂચવે છે કે “તમારા પુત્રના કોમળ ચરણકમળ કયારામ પૃથ્વીને સ્પર્શવાને બદલે દૈવી કમળ ઉપર સ્થિર થશે, અને તે કમળો પાર્થિવ નહીં, પણ દેવતાઓએ ખાસ તૈયાર કરેલાં કમળો હશે.” વસ્તુતઃ આ સ્વમથી તીર્થંકર પ્રભુના અતિશયનું સૂચન થાય છે. એવો નિયમ છે કે તીર્થંકર ભગવાન એક ચરણ ઉપાડી પૃથ્વી ઉપર તે ધરે તે દરમિયાન દેવતાઓ જ્યાં પ્રભુનો ચરણન્યાસ થવાનો હોય તે સ્થળે પોતાના દેવસુલભ સામર્થ્યથી એક કમળ તૈયાર કરે છે અને પ્રભુએ મૂકવા ધારેલ ચરણ એ કમળ ઉપર જ સ્થિર થાય છે. પા સરોવરનું સ્વમ માતાજીને કહે છે કે કમળપત્ર ઉપર જેમનો ચરણ સ્થિર થાય એવા પ્રભાવવાળો તમારો પુત્ર થશે, અર્થાત્ તમારો પુત્ર તીર્થંકર થશે. આ અતિશયનો વિચાર કરીએ તો એટલું સ્પષ્ટ જોઈ શકાય કે તીર્થંકર પ્રભુની સેવામાં દેવગણ હમેશાં તત્પર રહેશે અને તેમના ચરણમાં ઘાસનું એક તરખલું-દર્ભાકુર પણ પીડા ન આપે તે માટે તેઓ સદા ચિતિત રહેશે. દેવતાઓ તીર્થંકર ભગવાનની કુશળતા તથા સુખાદિ માટે કેવી ચીવટ રાખે છે, કિંવા રાખતા આવ્યા છે, તેનું સ્પષ્ટીકરણ આ સ્વમથી થવા યોગ્ય છે. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) અગીઆરમા સ્વમનું રહસ્ય દર્શાવતાં કવિશ્રી કહે છે કેઃજ્ઞાનાદિક ગુણુરતના ભરીયા, મુજથી એ ગંભીરાજી, અગીયારમે સ્વમે માજી દેખે, સેાભાગ સાયર ખીરાજી; સુણા ભવિ પ્રાણીજી રે. (૧૧) અ ર્થાત્ ક્ષીર સમુદ્ર તીર્થંકરની માતાજીને કહે છે કે તમારો પુત્ર મારા કરતાં પણ વધારે ગંભીર થશે.” સમુદ્ર તો ભરતી ઓટ વખતે એવાં તો મોજાંઓ જોરથી કીનારા ઉપર અફાળે છે કે પથિકોને ભય થયા વિના રહેતો નથી, પરંતુ તીર્થંકર ભગવાન એવી ગંભીર પ્રકૃતિના હોય છે કે દુશ્મનો આવીને પ્રહાર કરે કે અનુયાયીઓ આવીને પૂજા કરે તોપણ તેમના અંતઃકરણમાં રાગ દ્વેષનો સ્પર્શ સુદ્ધાં થતો નથી. સારાંશ કે તેઓ તેમની શાંત તથા ગંભીર પ્રકૃતિ કદાપિ ત્યજતા નથી. એક સ્થળે કહ્યું પણ છે કે પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે એક વખતે કમઠે અને ધરણેન્દ્રે પોતપોતાને ઉચિત કર્મો કર્યાં, અર્થાત્ એકે ઉપદ્રવ કર્યો અને અન્ય તેમની સેવા કરી તોપણ પ્રભુની વૃત્તિ તો ગંભીર જ રહી, બન્ને પ્રત્યે પ્રભુ એક સરખી જ દૃષ્ટિ સાચવી રહ્યા. તીર્થંકર ભગવાન્ માત્ર ગંભીર રહેશે એટલું જ નહીં, પણ સમુદ્ર વિશેષમાં કહે છે કેમારા ઉદરમાં જેમ અનેક નાનાં-મોટાં રતો ભર્યાં છે, તેવી રીતે તમારા પુત્રના અંતઃકરણમાં પણ જ્ઞાન-દર્શન-ચારિત્રનાં અપૂર્વ રતો ભરેલાં રહેશે.” પાર્થિવ રતો કરતાં જ્ઞાનાદિ રત્નોનું મૂલ્ય અનંત ગણું અંકાય છે, અને તેથી સાગર પોતે જે તેમની પાસે પોતાની લઘુતા સ્વીકારે છે, તે યોગ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧૫) બારમાં સ્વમનું દેવવિમાન સૂચવે છે કેચાર નિકાયના દેવ મળીને, નમસ્કારે સન્માનજી, બારમે સ્વમે માજી દેખે, સંદર દેવવિમાને; સુણે ભવિ પ્રાણ રે. (૧૨) E *પ HT++ ( GR * તી / થંકર ભગવાનની માતાજી બારમા સ્વમમાં એક દેવવિમાન સ્વર્ગમાંથી પોતાની તરફ ચાલ્યું આવતું નિરખે છે. આ સુંદર–રમણીય દેવવિમાનના આગમનનો હેતુ સ્પષ્ટ કરતાં કવિ કહે છે કે ચાર નિકાયના દેવો નમસ્કાર તથા ભક્તિભાવનાથી ITS તમારા પુત્રને સન્માનશે, એમ આ દેવવિમાનનું અવતરણ સૂચિત કરે છે.” ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી તથા વૈમાનિક એ પ્રમાણે ચાર નિકાયના દેવો આવીને તીર્થંકર પ્રભુને પૂજશે. એટલો સંદેશો આ દેવવિમાન માતાજીને પહોંચાડે છે, અને તે પ્રભુના જન્મ પછી અનેક પ્રસંગે આપણે ખરો પડતો તેમના જીવનચરિત્રમાં અનુભવીએ છીએ. પ્રત્યેક મહોત્સવ પ્રસંગે દેવતાઓ આવીને દેવોચિત કર્તવ્યો કરી ચાલ્યા જવાનાં દષ્ટાંતોથી તીર્થંકર પ્રભુનાં જીવનચરિત્રો એવાં તો સુપ્રસિદ્ધ છે કે દેવતાઓનું તીર્થંકરો પ્રત્યેનું બહુમાન સ્પષ્ટ કરવાનો અમે આ સ્થળે પ્રયત્ન કરતા નથી. દેવતાઓ જેમનું આટલું આટલું માન સાચવે તેમના પ્રત્યે જનસમાજના–ભાવિ જીવનાં મસ્તિષ્કો ભક્તિભાવથી નમે, એમાં કાંઈ આશ્ચર્ય નથી. આપણે પણ આ પ્રસંગે તીર્થંકર પ્રભુને ઉદ્દેશીને સાચા અંતકરણથી પ્રભુના પાદપક્વમાં ત્રિકરણુયોગે પ્રકૃતિપરંપરા સમાપશું તો તે પ્રાસંગિક થઈ પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ (૧૬) આ સ્વમ અદશ્ય થયા પછી તેરમું સ્વમ આવે છે, તેનું સ્પષ્ટીકરણ કવિ નીચે પ્રમાણે કરે છે – મુજ પેરે તુજ પૂજાજ થાશે, ગુણ અનંતના વાસીજી, રતનગઢ માંહે તો બિરાજે, એમ કહે રતની રાશજી; સુણે ભવિ પ્રાણજી રે. (૧૩) lili[T TRAIRા " "૨ જ અ થત રનની રાશિને અથવા બીજા શબ્દોમાં કહીએ તો રતના અલંકારોને જેમ ભાગ્યશાળી મનુષ્યો બહુ આદરથી સત્કારે છે અને પોતાના કિંઠમાં સ્થાપે છે તેવી રીતે રનરાશિ કહે છે * કે:-“મારી માફક તમારા આ ભાવી પુત્રની પણ - પૂજા તથા આદર-સત્કાર થશે. જો કે મારામાં ન તો ગણ્યાગાંઠ્યા જ ગુણે છે, તથાપિ મનુષ્પો મને બહુ પ્રેમથી સત્કારે છે, પરંતુ તીર્થકર ભગવાનમાં અર્થાત તમારા પુત્રમાં એટલા બધા ગુણ હશે કે તે ગુણોનો કોઈ પાર પામી શકશે નહીં.” તે ઉપરાંત આ રસરાશિ એમ પણ કહે છે કે “તમારો પુત્ર રતગઢમાં વિરાજવા શક્તિમાન્ થશે.” સર્વ પ્રભુ જ્યારે દેશના આપે છે ત્યારે “ત્રિગડો ગઢ” રચાય છે, એ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ. આ ત્રિગડાની રચના દેવતાઓ પોતે આ વીને કરે છે તેમાં સોનાનો, રૂપાનો તથા રસનો ગઢ નિમય છે. ત્રણે ગઢો ઉપર બહુમૂલ્ય કાંગરાઓ પણ બાંધવામાં આવે છે આવા દિવ્ય ત્રિગઢમાં વિરાછ તમારો પુત્ર જગતના જીવોને પ્રતિબોધ કરશે, એમ આ રસની રાશિ સૂચવે છે. ટૂંકમાં કહીએ તો રનની રાશિ એ ત્રિગડાનું સ્મરણ કરાવે છે અને તેની સાથે તીર્થકર પ્રભુના અતિશયનું પણ સૂચન કરે છે. એ ત્રિગડાના સ્વરૂપનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) તથા પરમાત્માની નિર્મળ વાણીનું અનુમાન કલ્પનાથી કે બુદ્ધિથી થઈ શકે તેમ નથી, માટે એ સંબંધી વિવેચન કરવાને બદલે આપણે સર્વે એ દૈવી દશ્ય પ્રત્યક્ષ નિહાળવાની તથા ભગવાનની અમૃતમયી દેશના સાંભળવાની ઉત્કટ ભાવનાપૂર્વક જ હાલમાં તો વિરમીશું. ચૌદમું નિધૂમ અગ્નિનું સ્વમ બહુ ગંભીર આશય રજુ કરે છે. કવિવર તેનો અર્થ સકુટ કરતાં વદે છે કે – ભવિક મનમાં કનક શુધમાણુછ થાશે સુત કરનાર, ચૌદમે સ્વમે નિર્ધમ અગ્નિ, માતા જુવે સુવિચારેજી; સુણે ભવિ પ્રાણજી રે. (૧૪) [ ક કી link III તેજ ધૂમ અગ્નિ એટલે ધુમાડા વિનાનો અગ્નિ આ પ્રકારનો સ્વચ્છ–જાજ્વલ્યમાન-જવલંત-પ્રેક્વલ અગ્નિ માતાજીને કહે છે કે –“હું જેવી રીતે મારા નિજ સામર્થ્યથી–તાપથી ગમે તેવા મલિન સુવર્ણને સ્વચ્છ બનાવું છું, અને સુવર્ણને તેજસ્વી બનાવું છું, તેવી રીતે તમારો પુત્ર જગતના ભવ્ય જીવનાં અંતઃકરણમાં રહેલી મલિનતાને દૂર કરી તેમના આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપમાં આણશે. આ કનકશુદ્ધિનું દષ્ટાંત બહુ વિચારણીય છે. કનકની સાથે અશુદ્ધિ-મલિનતા ક્યારે મળી તે જેમ કોઈ જાણતું નથી, તેમ આત્માને કર્મનો લેપ ક્યારથી થયો, એ વાત પણ કોઈ કહેવાને સમર્થ નથી. પ્રયાથી જેમ કનકની મલિનતા નિવારી શકાય છે અને તેને તેના શુદ્ધ સ્વરૂપમાં મૂકી શકાય છે, તેવી જ રીતે સંસારના રાગ-દ્વેષાદિ પ્રપંચોમાં રચીપચી રહેલો આત્મા પણ દાન, તપ, જ્ઞાન, કિયા આદિ ઉપાયોથી સ્વચ્છ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #25 -------------------------------------------------------------------------- ________________ (૧૮) તથા સ્ફટિક સરખો નિર્મળ બની પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ સ્વભાવને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે. અગ્નિ જેવી રીતે કનકને શુદ્ધ કરતાં પહેલાં તેને ખૂબ તાવે છે અને તેના ઉપર અનેક સંસ્કારો કરે છે, તેવી જ રીતે આત્માને શુદ્ધ કરવા અર્થે તીર્થકર પ્રભુની આજ્ઞાને અનુસરી તેના ઉપર અનેક પ્રકારના શાસ્ત્રોચિત સંસ્કારો થવા જોઈએ. તીર્થંકર પ્રભુએ ફરમાવેલી આજ્ઞાઓ ભવ્ય જીવોના આત્માને શુદ્ધ કરવામાં અગ્નિનું કામ કરે છે. આ અગ્નિના સ્કુલિંગો આપણું આત્માને સ્પર્શે અને અનાદિ કાળથી મુંઝાઈ રહેલા આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપમાં આણે તે માટે દેવાધિદેવ સર્વજ્ઞ પ્રભુ ભવ્ય જીવો ઉપર કરૂણદષ્ટિ કરે, એવી આપણે આ સ્વપ્રદર્શન સમયે પ્રાર્થના કરીશું તો તે કાળક્રમે સફળ થયા વિના રહેશે નહીં. ઉક્ત ચૌદ સ્વમાં સંક્ષિપ્તમાં સમુચ્ચયે શું સૂચવે છે, તે સંબંધી કવિ કહે છે કે – એ ચૌદસ્વમ દીઠાથી તુજ સુત, થાશે ચૌદરાજને સ્વામીજી, લેક પક્ષે આત્મારામ થાશે, એમ એમ પ્રભુતા પામી છે; સુણે ભવિ પ્રાણુજી રે. (૧૫) A E m સ્થત–આ ચૌદ સ્વમના દર્શનથી આટલું - કકસપણે સિદ્ધ થાય છે કે “તમારો પુત્ર ચંદ રાજલોકનો સ્વામી–શાસક થશે એટલું જ નહીં, પણ ભવ્યાત્માઓને આરામ-શાંતિ સુખ આપ નારો પણ થશે, અને ક્રમે ક્રમે પ્રભુતા પામી શિવવધૂની વરમાળાને પોતાના કંઠમાં ધારણ કરશે.” તીર્થંકર પ્રભુના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) સુખમાંથી જે વચનકુસુમો બહાર નીકળ્યાં છે, તેને એક ઉદ્યાન સમાન લેખીએ તોપણ અયોગ્ય નથી, કારણ કે આરામને સંસ્કૃતમાં ઉદ્યાન પણ કહેવામાં આવે છે. ભવ્ય જીવો આ ઉદ્યાનમાં બેસી સર્વજ્ઞવાણીરૂપી કુસુમોની પરિમળ લે અને પોતાના આત્માને તૃપ્ત કરે, એટલામાટે પ્રભુ મુક્ત કંઠે કર્મનું ઉદ્યાન ખીલવતા ગયા છે. આપણે આ ઉદ્યાનમાં વિહરવાને પૂર્વપુણ્યના બળથી ભાગ્યશાળી થયા છીએ, તો ભવોભવનાં દુરિતો દૂર થાય તે માટે આ ભવે સંપૂર્ણ બળથી ત્રિકરણ શુદ્ધ યોગે પ્રયતો આપણે કરવા જોઈએ. આ પ્રસંગે આપણે પ્રભુને પ્રાથશું કે “આપ જે કે ચદરાજ લોકના સ્વામી તો છે જ, પરંતુ અમને તમારા ચરણમાં ભવોભવ સ્થાન આપજે, અને કોઈ કાળે તમારા શાસનથી દૂર ન પડી જઉં એવી સદબુદ્ધિ આપજે.” છેવટની કડીમાં સ્વમનો સમય તથા કાવ્યર્તાનો પરિચય આપણને થાય છે. તે કડી આ પ્રમાણે છે – મધ્ય રહેનીએ માતાજી દેખે, સુપન ચૌદ વિશાળજી, ગુરૂ પસાયે ડુંગર વિનવે, હેજે મંગળમાળ; સુણે ભવિ પ્રાણીજી રે. (૧ છે એ હું થતું જે ઐદ સ્વમનું અમે ઉપર યથાશક્તિ રહસ્ય બતાવી ગયા, તે સ્વમનો સમય મધ્ય રાત્રીનો હોય છે, એમ આ છે ઉપરથી સમજવાનું છે. ઉક્ત ચૌદ સ્વમ ગંભીર આશય છે અને વિશાળ અર્થનાં સૂચક–સ્વમ જે મધ્ય રાત્રીએ આવે * તો સફળ થયા વિના રહેતાં નથી. આટલું કહ્યા પછી પોતાના સદ્દગુરૂનો ઉપકાર માનતાં અને ગુરૂના પ્રતાપનું સ્મરણ કરતાં www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #27 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) ડુંગરશીભાઈ કવિ પોતે કહે છે કે શાસનદેવ આ ચૌદ સ્વપ્ર જોનાર, સાંભળનાર તથા અનુમોદનાર એ સર્વનું પરમ કલ્યાણ કરો. જે શાંતિ અને ગંભીરતાથી ભવિ જીવોએ આ સ્વમરહસ્ય સાંભળ્યું હોય અને અંતઃકરણમાં અવધાર્યું હોય, તેમનું મંગળ ઇચ્છવું એવી પરંપરાને માન આપવાનું કર્તવ્ય આ સ્થળે કવિ પરિસમાસ કરે છે. ૐ શાંતિઃ ૐ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ AnasasaranSarasan ને પવૉધિરાજ પર્યુષણના પવિત્ર દિવસો માંટે જન ભાઈઓને ખુશ ખબર. SRSRSRSenseseoseSRSRSRS સારા અને સસ્તાં ગુજરાતી તેમજ મારવાડી ભાષાનાં છે ક્ષમાપનાનાં મનમોહક કેસી કાર્ડ, કંકોત્રીઓ અને પુત્રો અમારે ત્યાંથી જ મળશે. ( ખોટી લાલચ, દંભ અને ખાલી ભપકાથી દુર રહી ભાવના2) પ્રેરકે, સુંદર ને સસ્તા દરેક જાતનાં કાર્ડ, કંકોત્રીઓ જોઇતાં ન હોય તો મહેરવાન ગૃહે સ્થો . આપ એક વખત મંગાવી ખાત્રી છે, ન કરી જુઓ. રંગીન સુબોધક ચિત્ર સાથનું ચાલુ સાલનું જેનઆ પંચાંગ તૈયાર છે, કિમત 1 આનો. છે. શ્રીયક મુનિ કયવન્નો શેઠ, સુમતિ તથા કુમતિ મિત્રો અને ( મોતીચંદ શેઠ વગેરેની કથાઓ, જેનધર્મનાં પુસ્તકોના સૂચીપુત્રી છે સાથે—જેમાંની દરેક કથા લોકો હોંશથી વાંચે છે તેવી ચુંટીને ન C બહાર મૂકવા સાથે તેમાં હિતોનાં વચનો ઉમેરીને રસિક ( બનાવેલ છે. કીંમત રૂ. 0 20 લખો અગર પધારો, શ્રાવકે ભીમસિહ માણેક, છે જેના પુસ્તકો તથા કાર્ડ, કંકોત્રીઓ પ્રસિદ્ધ કરનાર તથા વેચનાર, છે માંડવી, શાકગલ્લી, મુંબઈ eascaraspesReserseeseeSAS Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com SensasieseASPASEASCRSense SRSRSRAGRASASAGORSR