________________
( ૭ )
',
ધારણ કરવાથી જેવી રીતે શાંતિ અને તૃપ્તિ અનુભવે છે, તેવી રીતે તમારો પુત્ર પણ ભવિ જીવોના પાપ-તાપને દૂર કરનારો તથા અપૂર્વ શાંતિ આપનારો થશે એટલું જ નહીં, પણ જગતમાં પુણ્યરૂપી પુષ્પની સુગંધી પ્રસરાવનાર પણ થશે. પુષ્પોને બહુ જ પવિત્ર લેખવામાં આવે છે તેનું કારણ દર્શાવતા એક કવિએ વાજમી રીતે જણાવ્યું છે કે ફુલો, વૃક્ષો તથા મેઘ એ સર્વનો જન્મ કેવળ પરોપકારાર્થે જ હોય છે, અને તેથી જ જગત્ તેમને બહુ સન્માનથી વધાવે છે. પુષ્પો ખીલે છે, તે શું પોતાને માટે ખીલે છે? નહીં, જગતમાં પરાગનો ફેલાવો કરવો તથા વણ માગ્યે પથિકોનાં ચિત્તને આહ્વાતિ કરવાં, અને વિના પ્રયત્ને પ્રેક્ષકોની દૃષ્ટિને તૃપ્ત કરવી એ ગુણો સ્વાભાવિક રીતે જ પુષ્પોમાં રહેલા હોય છે. તે જ પ્રમાણે તમારો આ પુત્ર પણ જગતને નયનાનંદ તથા ઉપકારક થવાની સાથે જગતમાંથી પાપ-તાપ-વિઘ્ર તથા દુરાચારની દુર્ગંધીને નિર્મૂલ કરવામાં સુગંધી કુસુમમાળાનું કામ કરશે. “સવી જન શિર પર ધારેજી” એમ કાવ્યમાં કહેવામાં આવ્યું છે, તેનો આશય એવો છે કે સુગંધી કુસુમમાળાને મનુષ્યો જેમ શિરે ધારણ કરે છે, તેમ તમારા પુત્રને પણ જગતના ભવ્ય જીવો શિરસા વંદ્ય માનશે. એમ ઇંદ્ર મહારાજ કુસુમમાળાના દર્શનથી સિદ્ધ કરે છે. હું વિશ્વવંદ્ય તીર્થંકર ભગવાન્ ! અમે પ્રાથીએ છીએ કે આપે પ્રસરાવેલી સુગંધ અમારા આત્માને પણ સ્પર્શ કરો અને આપના કુસુમ સમાન ચરણોમાં અમારૂં શિર સદા નમેલું જ રહો !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com