________________
( ૧૨ )
નવમા સ્વમમાં પવિત્ર કળશ પ્રત્યક્ષ થાય છે અને પોતાના દર્શનનું ફળ દર્શાવતાં કહે છે કે –
શાંતાદિક ગુણરતના દરીઆ, મેં પૂછું તુજ પુત્રજી, નવમે સ્વએ માજી જાણે, એમ કહે કળશ પવિત્રજી;
સુણે ભવિ પ્રાણજી રે. (૯)
સ્થત-કળશ કહે છે કે “હે પરમ ભાગ્યવતી જનની ! તમારે પેટે એક એવો પુત્ર જન્મશે કે જે સર્વ
પ્રકારે મારા જેવો જ સંપૂર્ણ અને ગુણરત્રધારી છે. થશે, અને હું પણ જેની પૂજા કરવાને સદા તત્પર
જ રહીશ.” અધુરો ઘડો હોય તે જ છલકાય છે, એવી આપણામાં એક સાધારણ કહેવત છે. તે બહુ અર્થસૂચક છે. જે- “ મના આત્મામાં શાંતિનો કિંવા ક્ષમાનો અથવા ધૈર્યનો ગુણ નથી ખેલ્યો હતો અને લોકોની પાસેથી કેવળ માન કે ભિક્ષા મેળવવા માટે જ દંભ રાખતા હોય છે તેઓ સંપૂર્ણ શાંતિ રાખી શકતા નથી અને ક્વચિત્ ક્રોધથી એવા ધમધમી નીકળે છે કે તેમને માટે આપણને દયા કુર્યા વિના રહેતી નથી. તીર્થંકર મહારાજ જેવા મહા પુરૂષોનાં હૃદયમાં શાંતિ તેમજ તેના સહચારી બીજા ગુણ એકરસ થઈને રહ્યા હોય છે, તેથી તેઓ હમેશાં ભરેલા કળશની માફક જ ગંભીર રહે છે. અર્થાત્ અધુરા કળશની માફક છલકાતા નથી. અધુરાશ અથવા અપૂર્ણતા હોય છે ત્યાં જ છલકાવાપણું હોય છે. વસ્તુતઃ અગંભીરતા હોવી એ આત્માની એક પ્રકારની નિર્બળતા છે, અને નિર્બળતા એજ પાપનું પ્રભવસ્થાન છે. સંપૂર્ણ કળશના જેવી ગંભીરતા તથા શાંતિ આપણું હદયને પણ સ્પર્શે, એવી પ્રાર્થના આપણે આ સ્વમના દર્શન વખતે કરીશું તો તે અયોગ્ય કિંવા અસ્થાને નહીં ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com