________________
(૧૮) તથા સ્ફટિક સરખો નિર્મળ બની પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ સ્વભાવને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે. અગ્નિ જેવી રીતે કનકને શુદ્ધ કરતાં પહેલાં તેને ખૂબ તાવે છે અને તેના ઉપર અનેક સંસ્કારો કરે છે, તેવી જ રીતે આત્માને શુદ્ધ કરવા અર્થે તીર્થકર પ્રભુની આજ્ઞાને અનુસરી તેના ઉપર અનેક પ્રકારના શાસ્ત્રોચિત સંસ્કારો થવા જોઈએ. તીર્થંકર પ્રભુએ ફરમાવેલી આજ્ઞાઓ ભવ્ય જીવોના આત્માને શુદ્ધ કરવામાં અગ્નિનું કામ કરે છે. આ અગ્નિના સ્કુલિંગો આપણું આત્માને સ્પર્શે અને અનાદિ કાળથી મુંઝાઈ રહેલા આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપમાં આણે તે માટે દેવાધિદેવ સર્વજ્ઞ પ્રભુ ભવ્ય જીવો ઉપર કરૂણદષ્ટિ કરે, એવી આપણે આ સ્વપ્રદર્શન સમયે પ્રાર્થના કરીશું તો તે કાળક્રમે સફળ થયા વિના રહેશે નહીં.
ઉક્ત ચૌદ સ્વમાં સંક્ષિપ્તમાં સમુચ્ચયે શું સૂચવે છે, તે સંબંધી કવિ કહે છે કે – એ ચૌદસ્વમ દીઠાથી તુજ સુત, થાશે ચૌદરાજને સ્વામીજી, લેક પક્ષે આત્મારામ થાશે, એમ એમ પ્રભુતા પામી છે;
સુણે ભવિ પ્રાણુજી રે. (૧૫)
A
E
m
સ્થત–આ ચૌદ સ્વમના દર્શનથી આટલું - કકસપણે સિદ્ધ થાય છે કે “તમારો પુત્ર ચંદ રાજલોકનો સ્વામી–શાસક થશે એટલું જ નહીં, પણ ભવ્યાત્માઓને આરામ-શાંતિ સુખ આપ
નારો પણ થશે, અને ક્રમે ક્રમે પ્રભુતા પામી શિવવધૂની વરમાળાને પોતાના કંઠમાં ધારણ કરશે.” તીર્થંકર પ્રભુના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com