________________
( ૧૦ ) સુખમાંથી જે વચનકુસુમો બહાર નીકળ્યાં છે, તેને એક ઉદ્યાન સમાન લેખીએ તોપણ અયોગ્ય નથી, કારણ કે આરામને સંસ્કૃતમાં ઉદ્યાન પણ કહેવામાં આવે છે. ભવ્ય જીવો આ ઉદ્યાનમાં બેસી સર્વજ્ઞવાણીરૂપી કુસુમોની પરિમળ લે અને પોતાના આત્માને તૃપ્ત કરે, એટલામાટે પ્રભુ મુક્ત કંઠે કર્મનું ઉદ્યાન ખીલવતા ગયા છે. આપણે આ ઉદ્યાનમાં વિહરવાને પૂર્વપુણ્યના બળથી ભાગ્યશાળી થયા છીએ, તો ભવોભવનાં દુરિતો દૂર થાય તે માટે આ ભવે સંપૂર્ણ બળથી ત્રિકરણ શુદ્ધ યોગે પ્રયતો આપણે કરવા જોઈએ. આ પ્રસંગે આપણે પ્રભુને પ્રાથશું કે “આપ જે કે ચદરાજ લોકના સ્વામી તો છે જ, પરંતુ અમને તમારા ચરણમાં ભવોભવ સ્થાન આપજે, અને કોઈ કાળે તમારા શાસનથી દૂર ન પડી જઉં એવી સદબુદ્ધિ આપજે.”
છેવટની કડીમાં સ્વમનો સમય તથા કાવ્યર્તાનો પરિચય આપણને થાય છે. તે કડી આ પ્રમાણે છે – મધ્ય રહેનીએ માતાજી દેખે, સુપન ચૌદ વિશાળજી, ગુરૂ પસાયે ડુંગર વિનવે, હેજે મંગળમાળ;
સુણે ભવિ પ્રાણીજી રે. (૧
છે એ હું થતું જે ઐદ સ્વમનું અમે ઉપર યથાશક્તિ રહસ્ય બતાવી
ગયા, તે સ્વમનો સમય મધ્ય રાત્રીનો હોય છે, એમ આ છે ઉપરથી સમજવાનું છે. ઉક્ત ચૌદ સ્વમ ગંભીર આશય
છે અને વિશાળ અર્થનાં સૂચક–સ્વમ જે મધ્ય રાત્રીએ આવે * તો સફળ થયા વિના રહેતાં નથી. આટલું કહ્યા પછી પોતાના સદ્દગુરૂનો ઉપકાર માનતાં અને ગુરૂના પ્રતાપનું સ્મરણ કરતાં
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat