Book Title: Chaud Swapnanu Rahasya
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 13
________________ પ્રથમ પદ આપવામાં આવ્યું છે. પ્રભુ પોતે ધર્મનો પ્રકાશ કેવળ વાણીથી જ નથી કરતા, પણ પોતાના વર્તનથી દાનધર્મની મહત્તા જગતને જાહેર કરે છે. પોતાને પ્રાપ્ત થયેલી લક્ષ્મી જેઓ નિરહંકારપણે પોતાના માનવબંધુઓના હિતાર્થે તથા જગતના સર્વ પ્રાણીઓના કલ્યાણાર્થે વાપરી શકે છે, તેઓ કમે ક્રમે શિવવધૂ પ્રાપ્ત કરી શાશ્વત સુખ મેળવવા ભાગ્યશાળી થાય છે. પ્રભો ! આપને પ્રાપ્ત થયેલી લક્ષ્મીની અપેક્ષાએ એક બિંદુના અનંતમા ભાગ જેટલી પણ લક્ષ્મી અમે પ્રાપ્ત કરી શક્યા હોઈએ તેનો સદુપયોગ કરવાનું અર્થાત્ દાન કરવાનું અમોને બળ અર્પો, કે જેથી આપની માતાને આવેલું સ્વમ સાર્થક છે એટલું જ નહીં, પણ એ સ્વમનો આશય અમે સમજી શક્યા છીએ એમ છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં મૂકાઈએ. પાંચમા સ્વપનું સ્પષ્ટીકરણ કરતાં કવિવર કહે છે કે – પાંચમે સ્વમે કુસુમની માળા, સવી જન શિરપર ધારેજી, તીમ ભવિ જીવના, તુજ સુતવર પાપ-તાપ સહી ટાળે; સુણે ભવિ પ્રાણજી રે. (૫) વિક સુમાદિ સુગંધી દ્રવ્યો જેમ દુર્ગધીને દૂર કરી પ તાની સુવાસ પ્રકટાવે છે, તેવી રીતે હે તીર્થંકર ભગવાનની પ્રાતઃસમરણીય જનની ! તમારો પુત્ર પણ કુસુમની માળાની પેઠે ભવિ જીવોનાં અંતઃકરણમાં * રહેતી દુર્ગધી દૂર કરી તેમના ભક્ત હદયને પણ કુસુમની માફક સુગંધી સુરાવતાં બનાવી દેશે. પ્રચંડ ગ્રીષ્મની જવાળાથી સંતપ્ત થયેલા વિલાસી જીવ કુસુમમાળાઓને કંઠમાં www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28