________________
હવે ચોથા સ્વમનું રહસ્ય દર્શાવતાં કવિશ્રી નીચે પ્રમાણે કહે છે - ચેથે સ્વસે લક્ષ્મી દીઠી, વરસીદાનને દેશેજી, તીર્થકર એ લક્ષ્મી ભેગી, શિવવધુ કમળા વરશેજી;
સુણે ભવિ પ્રાણજી રે. (૪)
થંકરની માતુશ્રી ચોથા સ્વપ્રમાં લક્ષ્મીના દર્શન કરે છે. આ લક્ષ્મી આપણું જેવા પામર મનુષ્યોને
રીતે બંધનકર્તા થાય છે અને સંસારના હતા જે ઉંડા કીચડમાં ઉતારી દેનારી થાય છે, તેવી
વી રીતે તીર્થંકર પ્રભુને બંધનí તથા લિસકર્તા થવા માટે નથી હોતી, પરંતુ વરસીદાનને દિવસે પ્રાણીઓને મુક્ત હસ્તે દાન આપવામાં એનો સદુપયોગ થાય તે માટે એ લક્ષ્મી સદા તીર્થંકર ભગવાન પાસે બે હાથ જોડીને ઉભી રહે છે. લક્ષ્મીનો સાચો ઉપયોગ શું હોઈ શકે, એ વાત ઉપર આ સ્વમ બહુ ગંભીરતાથી પ્રકાશ નાખે છે. લક્ષ્મીની પ્રાપ્તિ માટે જે મનુષ્યો પાપકમાં કરતાં આંચકો ખાતા નથી અને એક પાઈ પ્રાપ્ત થતી હોય તો અઢાર પાપસ્થાનકો સેવતાં જેમને લેશ પણ સંકોચ થતો નથી, તેમણે આ સ્વમ ઉપરથી ખાસ બોધ ગ્રહણ કરવાની જરૂર છે. લક્ષમીનો જે તમારે ખરેખરો ઉપભોગ લેવો હોય તો તેના દાસ ન બનો, કારણ કે લક્ષ્મીના ગુલામો કદાપિ આત્મ કલ્યાણ કરવાને શક્તિમાન થઈ શકતા નથી. લક્ષ્મીનું દાન કરવું અને અહંકાર વડે જે સંપત્તિ પ્રાપ્ત કરી હોય તેનો ત્યાગ કરવો એજ લક્ષ્મીનો સાચો ઉપભોગ છે. આપણે પ્રથમ સ્વદર્શને જોઈ ગયા છીએ કે તીર્થકર ભગવાન ચાર પ્રકારના ધમનો પ્રકાશ કરે છે, તેમાં દાનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com