________________
( ૩ )
ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાં મનુષ્યોનાં અંતઃકરણો એવાં નિર્મળ અને રસયુક્ત હોય છે કે જો તેમાં ખીજનું વાવેતર કરવામાં આવે તો તે ક્ળીભૂત થયા વિના રહે નહીં. એટલામાટે ભરતક્ષેત્રમાં જન્મ હોવો એને આપણાં શાસ્ત્રોમાં પરમ સૌભાગ્યનું ચિહ્ન લેખવામાં આવ્યું છે. તેનું કારણ આથી સ્પષ્ટ થવા યોગ્ય છે. તીર્થંકર જેવા ભગવાનો ખાસ કરીને આવા આર્યક્ષેત્રમાં જ જન્મ લે છે, અને પોતાની વાણીનો તથા ચારિત્રનો છુટથી ભવિ જીવોને લાભ આપે છે. આજે આ ક્ષેત્રમાં તીર્થંકર ભગવાન્ પોતે સશરીરે વિદ્યમાન નથી એ આપણું કમનશીમ છે, છતાં તેમની વાણીના જે દિવ્ય અંશો આ કાળે પણ રહી ગયા છે, તેનાથી તે ભિવ જીવો ધારે તો પોતાનું ષ્ટિ-સાધ્ય બિંદુ બહુ સહેલાઇથી સાધી શકે તેમ છે. આપણે સર્વેએ શ્રી તીર્થંકર ભગવાન્ જે મોધિષીજો આ ક્ષેત્રમાં વાવતા ગયા છે, તેનો લાભ લઈ મુક્તિના માર્ગે ચાલીએ તો આપણો નરજન્મ, ભરતક્ષેત્રની પ્રાપ્તિ તથા શ્રાવકકુલમાંનો જન્મ એ સર્વે અવશ્ય સફળ થાય એમાં શક નથી.
ત્રીજા સ્વપ્રમાં માતાજી સિંહ-કેસરીનું દર્શન કરે છે. આ સિંહદર્શનનું રહસ્ય સમજાવતાં કવિવર ત્રીજી કડીમાં કહે છેઃ— ત્રીજે સ્વમે સિંહ વિલાણી, મદનાદિક જે હાથીજી, તેનું મન માડીને તુજ સુત, થાશે ધરમના સાથીજી; સુણા ભવિ પ્રાણીજી રે. (૩)
અ
- I en
ર્થાત્ તીર્થંકર ભગવાન્ મનાદિ અરિને હવામાં સિંહ સમાન થશે. જેવી રીતે અરણ્યમાં સ્વચ્છંદતાથી વિચરતા મદોન્મત્ત હાથીઓના કુંભસ્થળને કેસરી સિંહ એક પલકમાં અનાયાસે ભેદી શકે છે, તેવી રીતે તમારો આ પુત્ર મદનરૂપી હસ્તીને પરાસ્ત
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat