________________
( ૧૭ ) તથા પરમાત્માની નિર્મળ વાણીનું અનુમાન કલ્પનાથી કે બુદ્ધિથી થઈ શકે તેમ નથી, માટે એ સંબંધી વિવેચન કરવાને બદલે આપણે સર્વે એ દૈવી દશ્ય પ્રત્યક્ષ નિહાળવાની તથા ભગવાનની અમૃતમયી દેશના સાંભળવાની ઉત્કટ ભાવનાપૂર્વક જ હાલમાં તો વિરમીશું.
ચૌદમું નિધૂમ અગ્નિનું સ્વમ બહુ ગંભીર આશય રજુ કરે છે. કવિવર તેનો અર્થ સકુટ કરતાં વદે છે કે –
ભવિક મનમાં કનક શુધમાણુછ થાશે સુત કરનાર, ચૌદમે સ્વમે નિર્ધમ અગ્નિ, માતા જુવે સુવિચારેજી;
સુણે ભવિ પ્રાણજી રે. (૧૪)
[ ક કી
link III
તેજ
ધૂમ અગ્નિ એટલે ધુમાડા વિનાનો અગ્નિ આ પ્રકારનો સ્વચ્છ–જાજ્વલ્યમાન-જવલંત-પ્રેક્વલ અગ્નિ માતાજીને કહે છે કે –“હું જેવી રીતે મારા નિજ સામર્થ્યથી–તાપથી ગમે તેવા મલિન સુવર્ણને સ્વચ્છ બનાવું છું, અને સુવર્ણને
તેજસ્વી બનાવું છું, તેવી રીતે તમારો પુત્ર જગતના ભવ્ય જીવનાં અંતઃકરણમાં રહેલી મલિનતાને દૂર કરી તેમના આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપમાં આણશે. આ કનકશુદ્ધિનું દષ્ટાંત બહુ વિચારણીય છે. કનકની સાથે અશુદ્ધિ-મલિનતા ક્યારે મળી તે જેમ કોઈ જાણતું નથી, તેમ આત્માને કર્મનો લેપ ક્યારથી થયો, એ વાત પણ કોઈ કહેવાને સમર્થ નથી. પ્રયાથી જેમ કનકની મલિનતા નિવારી શકાય છે અને તેને તેના શુદ્ધ સ્વરૂપમાં મૂકી શકાય છે, તેવી જ રીતે સંસારના રાગ-દ્વેષાદિ પ્રપંચોમાં રચીપચી રહેલો આત્મા પણ દાન, તપ, જ્ઞાન, કિયા આદિ ઉપાયોથી સ્વચ્છ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat