Book Title: Chaud Swapnanu Rahasya
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 18
________________ ( ૧૧ ) કતી રહે છે, કારણ કે એમનો અતિશય જ એવા પ્રકારનો હોય છે કે એ ધ્વજ તેમને નિત્ય અનુસર્યા વિના રહેતી નથી. આ ધર્મદવા તીર્થકર મહારાજની વાણુનું, હદયનું તથા આત્માનું અપૂર્વ બળ સૂચવી આપે છે. તીર્થંકર પ્રભુની વાણી એવી નિર્દોષ-નિર્મળ અને મધુર હોય છે, તેમનું હદય રાગ-દ્વેષ રહિત હોવાના કારણે એવું તો શુદ્ધ તેમજ સ્ફટિક સરખું ઉજવળ હોય છે અને તેમનો આત્મા એવો તો નિરાવરણ અને વિમળ હોય છે કે સમસ્ત વિશ્વના પ્રાણીઓ તેમની વિજયવતી ધર્મદેવના નીચે આવીને આશ્રય લે છે અને પોતાનું કલ્યાણ કરે છે. શ્રીમંતોની, ધનવાનોની તથા રાજા મહારાજાઓની વજા ગમે તેટલા અભિમાનપૂર્વક હવામાં ફડફડાટ કરે, પરંતુ તીર્થકર ભગવાનની ધર્મધ્વજા પાસે તેનું લેશ પણ મહત્ત્વ રહેતું નથી. ધ્વજાને પ્રતાપનું–ગૌરવનું–શક્તિનું એક ચિહ્ન લેખવામાં આવે છે. તીર્થંકર પ્રભુની ધર્મધ્વજા જેમ તેમની સાથે નિર્વિઘપણે ફરક્યા કરે છે, તેવી રીતે તેમની કૈવલ્યપ્રાપ્તિ પછી પણ એ ધર્મધ્વજા–જે કે અદશ્ય–આધ્યાત્મિક ધર્મધ્વજા સર્વ દર્શન તથા ધર્મોની ઉપર ચિરકાળ પર્યત ફરક્યા કરે છે. આપણે સર્વે એ પ્રભુની ધર્મધ્વજના આશ્રય તળે ભાગ્યયોગે આવી વિરમ્યા છીએ, તે માટે આપણે આપણું જાતને પરમ ભાગ્યશાળી માનવી જોઈએ. પરાપૂર્વના પ્રબળ પુણ્યપ્રતાપે જ તીર્થંકર મહારાજનું શાસન તથા તેમની ધર્મધ્વજાન જીવોને આશ્રય મળે છે, એ વાત સૌ કોઈ જાણે છે. ( 4 - 1 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28