________________
(૧૩) દશમ સ્વમમાં પ સરોવર પોતાને પ્રભાવ દર્શાવતાં કહે છે કે – પદ્મ સરવર આવી દસમે, માતા સુણો મેરી વાત, સુરરચિત કમળના ઉપર ઠવશે, કમળ પદ તુજ પુતજી;
સુણે ભવિ પ્રાણુજી રે. (૧૦)
|
*
|| || Bill
||L ||
I
|
li
ull h:I ' / Ill
/
| \' |
III. ||LUN || III IIM. IMP li uh Lal I
||
j
Tu
A શમા સ્વમમાં તીર્થંકરની માતાજીને જે સરોવર દષ્ટિગોચર થાય છે, તેમાં અનેક પદ્દમ-પુણે પણ
ખીલેલાં નજરે પડે છે. આ કમળોવાળું સરોવર - સૂચવે છે કે “તમારા પુત્રના કોમળ ચરણકમળ
કયારામ પૃથ્વીને સ્પર્શવાને બદલે દૈવી કમળ ઉપર સ્થિર થશે, અને તે કમળો પાર્થિવ નહીં, પણ દેવતાઓએ ખાસ તૈયાર કરેલાં કમળો હશે.” વસ્તુતઃ આ સ્વમથી તીર્થંકર પ્રભુના અતિશયનું સૂચન થાય છે. એવો નિયમ છે કે તીર્થંકર ભગવાન એક ચરણ ઉપાડી પૃથ્વી ઉપર તે ધરે તે દરમિયાન દેવતાઓ જ્યાં પ્રભુનો ચરણન્યાસ થવાનો હોય તે સ્થળે પોતાના દેવસુલભ સામર્થ્યથી એક કમળ તૈયાર કરે છે અને પ્રભુએ મૂકવા ધારેલ ચરણ
એ કમળ ઉપર જ સ્થિર થાય છે. પા સરોવરનું સ્વમ માતાજીને કહે છે કે કમળપત્ર ઉપર જેમનો ચરણ સ્થિર થાય એવા પ્રભાવવાળો તમારો પુત્ર થશે, અર્થાત્ તમારો પુત્ર તીર્થંકર થશે. આ અતિશયનો વિચાર કરીએ તો એટલું સ્પષ્ટ જોઈ શકાય કે તીર્થંકર પ્રભુની સેવામાં દેવગણ હમેશાં તત્પર રહેશે અને તેમના ચરણમાં ઘાસનું એક તરખલું-દર્ભાકુર પણ પીડા ન આપે તે માટે તેઓ સદા ચિતિત રહેશે. દેવતાઓ તીર્થંકર ભગવાનની કુશળતા તથા સુખાદિ માટે કેવી ચીવટ રાખે છે, કિંવા રાખતા આવ્યા છે, તેનું સ્પષ્ટીકરણ આ સ્વમથી થવા યોગ્ય છે. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com