________________
( ૧૪ )
અગીઆરમા સ્વમનું રહસ્ય દર્શાવતાં કવિશ્રી કહે છે કેઃજ્ઞાનાદિક ગુણુરતના ભરીયા, મુજથી એ ગંભીરાજી, અગીયારમે સ્વમે માજી દેખે, સેાભાગ સાયર ખીરાજી; સુણા ભવિ પ્રાણીજી રે. (૧૧)
અ ર્થાત્ ક્ષીર સમુદ્ર તીર્થંકરની માતાજીને કહે છે કે તમારો પુત્ર મારા કરતાં પણ વધારે ગંભીર થશે.” સમુદ્ર તો ભરતી ઓટ વખતે એવાં તો મોજાંઓ જોરથી કીનારા ઉપર અફાળે છે કે પથિકોને ભય થયા વિના રહેતો નથી, પરંતુ તીર્થંકર ભગવાન એવી ગંભીર પ્રકૃતિના હોય છે કે દુશ્મનો આવીને પ્રહાર કરે કે અનુયાયીઓ આવીને પૂજા કરે તોપણ તેમના અંતઃકરણમાં રાગ દ્વેષનો સ્પર્શ સુદ્ધાં થતો નથી. સારાંશ કે તેઓ તેમની શાંત તથા ગંભીર પ્રકૃતિ કદાપિ ત્યજતા નથી. એક સ્થળે કહ્યું પણ છે કે પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે એક વખતે કમઠે અને ધરણેન્દ્રે પોતપોતાને ઉચિત કર્મો કર્યાં, અર્થાત્ એકે ઉપદ્રવ કર્યો અને અન્ય તેમની સેવા કરી તોપણ પ્રભુની વૃત્તિ તો ગંભીર જ રહી, બન્ને પ્રત્યે પ્રભુ એક સરખી જ દૃષ્ટિ સાચવી રહ્યા. તીર્થંકર ભગવાન્ માત્ર ગંભીર રહેશે એટલું જ નહીં, પણ સમુદ્ર વિશેષમાં કહે છે કેમારા ઉદરમાં જેમ અનેક નાનાં-મોટાં રતો ભર્યાં છે, તેવી રીતે તમારા પુત્રના અંતઃકરણમાં પણ જ્ઞાન-દર્શન-ચારિત્રનાં અપૂર્વ રતો ભરેલાં રહેશે.” પાર્થિવ રતો કરતાં જ્ઞાનાદિ રત્નોનું મૂલ્ય અનંત ગણું અંકાય છે, અને તેથી સાગર પોતે જે તેમની પાસે પોતાની લઘુતા સ્વીકારે છે, તે યોગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com