Book Title: Chaud Swapnanu Rahasya
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 9
________________ ( ૨ ) દેદ્દીપ્યમાન બને છે, તપથી અંતર-ખાદ્યની વિશુદ્ધિ થાય છે અને ભાવનાથી આત્માનું–હૃદયનું મનનું અને શરીરનું ખળ સવિશેષ સ્કૃત્તિપ્રાપ્ત થવાની સાથે પરમ કલ્યાણ-મોક્ષને સાધી શકે છે. ત્રિપદીના ઈસારા માત્રથી કેવલી ભગવાન્ જેમ સંસારનું આબેહૂબ ચિત્ર દર્શાવી આપે છે, તેમ ચાર પ્રકારના ધર્મથી સર્વજ્ઞ ભગવાન્ ધર્મનાં સર્વે રહસ્યોનું ટૂંકામાં સૂચન કરી દે છે. દાન, શીલ, તપ, ભાવથી અતિરિક્ત એવો કોઈ ધર્મ ઉદૃભવ્યો નથી, તેમ ઉદ્ભવે એવો સંભવ પણ નથી. એ ચાર પ્રકારના ધમોંમાંથી એકેક પ્રકારનો આશ્રય લઈ અનેક ધર્મો આજ સુધીમાં પ્રવો છે, પણ આપણે તે સંબંધી ચર્ચામાં ઉતરવાની અત્યારે જરૂર નથી. ખીજા સ્વપ્રમાં ગગનમંડળમાંથી ઉજજવળ વૃષભ આવતો છે, તેનો આશય સ્પષ્ટ કરતાં કવિ ત્રીજી કડીમાં કહે છેઃ-~~~ રૂષભ સ્વમથી ભરતક્ષેત્રમાં, એધિબીજને વાવેજી, બીજે સ્વમે ધારી ઉજ્વલ, ગગનમંડળથી આવેજી; સુણા ભવિ પ્રાણી જી રે. (ર) જણાય વ્ય વહારમાં સાધારણ રીતે રૂષભ-ખળદને બહુ ઉપયોગી પ્રાણી લેખવામાં આવે છે, કારણ કે તેથી જમીન ખેડાય છે, અને ક્ષેત્ર રસયુક્ત બને છે. ખેડીને તૈયાર કરેલી જમીનમાં જો મીજનો નિક્ષેપ કરવામાં આવે તો તે બીજ ફળ-ફુલયુક્ત બન્યા વિના રહે નહીં. ઈંદ્ર મહારાજ તીર્થંકરની માતાજીને કહે છે કે તમારો આ ભાવી પુત્ર રૂષભ સમાન ખનશે અને ભરતક્ષેત્રને ખેડીને તેમાં મોધિખીજનો નિક્ષેપ કરશે. ભરતક્ષેત્ર એમ કહેવાનું કારણ એટલું જ છે કે એ ક્ષેત્ર સર્વ અનાર્ય ક્ષેત્રાની અપેક્ષાએ સર્વોત્તમ મનાય છે. ભરત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28