________________
( ૮ ) છઠ્ઠા સ્વમનું રહસ્ય કવિવર આ પ્રમાણે દર્શાવે છે – છઠું સ્વમે ચંદ્ર વિલોકી નીલ કમળ વિકાસે છે, તીમ ભાવિ જીવના હૃદયકમળમાં, તુજ સુત એમ પ્રકારોજી;
સુણ ભવિ પ્રાણુંજી રે. (૬)
OTHI SHIDiliar ||HIBE
Biligrug
TELITIEid
givil HallHII IIHMHIM tIiEligilRTHIU1
literHi[ AIRTHit[GIllIETIETIEIRTILIT
S
E -
ENERG
મળ-પુષ્પ જેમ ચંદ્રદર્શનથી અતિશય પ્રફુલ્લિત થાય છે, તેમ શ્રી તીર્થંકર પ્રભુના દર્શન માત્રથી
ભવિ જીવનાં હૃદયરૂપી કમળો પ્રફુલ્લિત થશે, એમ છે આ ચંદ્રનું સ્વમ સૂચવે છે. ચંદ્રમાં કુદરતી રીતે જ
- એવું સામર્થ્ય અથવા પ્રભાવ રહેલો છે કે તેને ઉદય થતાં વાર કમળની પાંદડીઓ વિકસિત-પુલકિત તથા વિસ્તારિત થયા વિના રહેતી નથી. ચંદ્રને એ માટે કશો પ્રયત્ન કરવો પડતો નથી, તેવી જ રીતે પવિત્ર આત્માઓ અને નિર્દોષ પુરૂષસિંહોમાં કોઈ એવું સામર્થ્ય પ્રકટે છે કે તેમના દર્શન માત્રથી ભવિ જીવોનાં અંતઃકરણમાં કુદરતી રીતે પ્રમોદભાવ તથા ભક્તિભાવ મ્ફર્યા વિના રહેતો નથી. પવિત્ર આત્માઓ ભલે વાણથી કે કિયાથી કાંઈ ઈસારો સરખો પણ ન કરે, તથાપિ તેમની શાંત-સૌમ્ય–પ્રભાવિશિષ્ટ–ચંદ્રોપમ કાંતિ જ જગતના મુમુક્ષોઓને એવું અદભુત આકર્ષણ કરે છે કે ભવિ જીવો એવા નિસ્પૃહી તથા વીતરાગ પુરૂષના ચરણનો આશ્રય લીધા વિના રહી શકતા નથી. આજે આપણે એવા નિર્દોષ પુરૂષરૂપી ચંદ્રના અભાવે ભવાટવીના અંધાર પ્રદેશમાં ભટકીએ છીએ. ચંદ્રના પ્રકાશની રાહ જોતાં આપણું અંતઃકરણોરૂપી કમળો સંકોચાઈ જવા લાગ્યાં છે! પરંતુ એટલું સૌભાગ્ય છે કે તીર્થકર ભગવાનની મૂર્તિ તથા તેમની અમૃતમયી સૂત્રબદ્ધવાણું
જ્યાં સુધી વિદ્યમાન છે, ત્યાં સુધી હૃદયકમળો કરમાઈ જાય એવો ભય રાખવાનું કારણ નથી. હે ભગવન! હે અનંત જ્ઞાન, દર્શન તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com