Book Title: Chaud Swapnanu Rahasya
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 11
________________ કરવામાં સિંહ સમાન થશે. મદન પાસે આદિ શબ્દ મૂક્યો છે, તે ઉપરથી કોધ, માન, મદ, મોહ, લોભ આદિ અંતરંગ વૈરીઓનો પણુ પરાભવ કરશે એમ સમજી લેવાનું છે. વસ્તુતઃ જ્યાં સુધી કોઈ પણ મનુષ્ય પોતાના અંતરંગ શત્રુઓ ઉપર અધિકાર જમાવી શકે નહીં, ત્યાં સુધી તે સાચો ધર્મ પામી શકે નહીં. સારાંશ કે જેઓ અંતરંગ શત્રુરૂપી ગજવર પ્રતિ કેસરીસિંહ સમાન થઈ શકે છે અને અંતર-બાહ્ય શત્રુઓના બળને નિર્મળ કરી શકે છે તે જ પુરૂષવરો યથાર્થ ધર્મના સાથી બની શકે છે, એમ કહેવાનો પણ આ કાવ્યકર્તાનો આશય છે. સિહ એ જંગલનો રાજા કહેવાય છે. તે વનોમાં અને ઉપવનોમાં નિર્ભય રીતે વિહરી શકે છે, કારણ કે તેને કોઈ પણ પ્રકારનો ભય હોતો નથી. મનુષ્યોએ પણ ધર્મના માર્ગમાં નિરંતર સિંહની માફક નિર્ભયતાથી અને અડગતાથી વિચરવું જોઈએ, પણ આમ કયારે બની શકે? જે આપણે આપણું અંતરના તથા બહારના અરિઓને જીતી લઈ શકીએ, તો જ આપણે શાંતિ તથા નિર્ભયતાપૂર્વક ધર્મના માર્ગમાં આગળ વધી શકીએ. કામ, ક્રોધાદિ શત્રુઓનું પ્રાબલ્ય જ્યાં સુધી અંતરમાં વર્યા કરે છે, ત્યાં સુધી મનુષ્ય સદા પરાધીન રહે છે. વંદન છે તે પરમાત્મસ્વરૂપ તીર્થકર ભગવાનને, કે જેઓએ પરિપુઓને હવામાં કેસરી સમાન વીર્ય ફોરવી જગતના ઈતિહાસમાં દૃષ્ટાંત બેસાર્યું છે, અને જેમના પગલે ચાલી અનેક ભવ્ય જીવો મુક્તિનો માર્ગ પામ્યા છે, તથા ભવિષ્યમાં પણ પામશે. હે પ્રભુ! હે અનંત દયામય ભગવાન! અમે પણ આપની માફક અમારા શત્રુઓરૂપી હાથીઓને હણવામાં ક્યારે સિંહ સમાન બની શકીશું? અને આપની માતાજીને આવેલ સ્વમ અમે ક્યારે સાર્થક કરી શકીશું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28