Book Title: Chaud Swapnanu Rahasya Author(s): Shravak Bhimsinh Manek Publisher: Shravak Bhimsinh Manek View full book textPage 6
________________ હાં ઐદ સ્વમ-રહસ્ય. એ જ (આમુખ) સારાં યા ખોટાં સ્વમાં એ ભાવીનાં સુંદર અથવા અસુંદર પરિણામ સૂચવનારાં ચિહ્નો ગણાય છે. આપણાં શાસ્ત્રોમાં સ્વમ સંબંધી બહુ વિગતવાર અને યુક્તિપૂર્ણ વિવેચનો કરવામાં આવ્યાં છે. વર્તમાનકાળે પાશ્ચાત્ય શિક્ષણના સંસ્કારોએ સ્વમશાની માન્યતાઓ પ્રત્યે નવયુવકોને અશ્રદ્ધાવાળા બનાવી દીધા છે એ સત્ય છે, તથાપિ વિવેક દષ્ટિથી અને બુદ્ધિગમ્ય દલીલોથી જે એ વિષય તેમની સમક્ષ રજુ કરવામાં આવે તો સ્વમશાસ્ત્ર પણ ઉપયોગી અને સૂચક શાસ્ત્ર છે એ વાતનો સ્વીકાર થયા વિના રહે નહીં. આપણું પરમ પૂજ્ય તીર્થકર ભગવાન્ જ્યારે માતાના ગર્ભમાં આવે છે, અર્થાત એવે છે, ત્યારે તેમની માતાને નિયમિતરૂપે ચૌદ સ્વમાં આવે છે. આ વાત સૌ કોઈ જૈનપુત્ર જાણે છે, પરંતુ એ સ્વમ શું સૂચવે છે, એ સંબધી ભાગ્યે જ કોઈએ વિચારો કર્યા હશે. એ ચૌદ સ્વમમાં કેટલો ગંભીર આશય રહેલો છે, તેને સંક્ષિપ્ત સાર નીચેના કાવ્યમાં આપવામાં આવ્યો છે. આ કાવ્ય કોઈ ડુંગરશીભાઈ નામના વિચારક વિદ્વાને લખ્યું હોય તેમ તે કાવ્યની છેલ્લી લીટી વાંચતાં સ્પષ્ટ થાય છે. અમે તે કાવ્યના સ્પષ્ટીકરણપૂર્વક એ મૂળ કાન્ય વાચકોના કરકમળમાં મૂકવાની ભાવના રાખીએ છીએ. શુ ભવતુ! RA Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28