Book Title: Chaityaparipatini Vicharna Author(s): Unknown Publisher: ZZZ Unknown View full book textPage 2
________________ Yasnota3. Plain unthmala) ચૈત્યપરિપાટીની વિચારણા. સ્વભાવથી જ ભારતવર્ષના પ્રાચીન વિદ્વાનોએ ઈતિહાસ લખવા તરફ થોડું લક્ષ આપેલું છે. અને જે કંઈ લખાયું હતું તેને પણ ઘણેખરે ભાગ રાજ્યવિપ્લવના દુસમયમાં નાશ પામી ગયે છે. માત્ર વ્યાખ્યાનિક સાહિત્યમાં ઉપયોગી થતે કેટલાક જૈન ઈતિહાસિક સાહિત્યને અંશ વ્યાખ્યાનરસિક જૈન સાધુઓના પ્રતાપે બચવા પામ્યો છે, પણ તેમાં ઇતિહાસ કરતાં ઉપદેશતત્વને મુખ્ય સ્થાન આપેલું હોવાથી તેવા ચરિત્ર પ્રબલ્વાદિ ગ્ર- પૈકીને ઘણે ભાગ પદેશિક સાહિત્યજ ગણું શકાય. માત્ર કેટલાક રાસાઓ અને પ્રબન્ધ ઉપરાંત શિલાલેખે, પ્રશસ્તિઓ, ચૈત્યપરિવાડીઓ તથા તીર્થમાલાએ જ આધુનિક દષ્ટિએ પ્રાચીન ઐતિહાસિક સાહિત્યમાં ગણવા રોગ્ય છે. ઐતિહાસિક સાહિત્યમાં ચૈત્યપરિવાડીઓનું સ્થાન, જો કે ચૈત્યપરિવાડી વા તીર્થમાલાઓ તરફ ઘણા થોડા વિધાનનું લક્ષ્ય ગયું છે અને ઐતિહાસિક દૃષ્ટિએ તેની ખરી કીમત આંકનારા સાક્ષરે તે તેથી યે ડી સંખ્યામાં નીલશે; એટલું છતાં પણ ઈતિહાસની દષ્ટિએ ચિત્યપરિવાડી એ ઘણું કીમતી સાહિત્ય છે. એના ઉંડાણમાં રહેલા તાત્કાલિક ધાર્મિક ઈતિહાસને પ્રકાશ, ધમની રૂચિ તથા પ્રવૃત્તિનું દર્શન અને ગૃહસ્થની સમૃદ્ધ દશાનું ચિત્ર ઈત્યાદિ અનેક ઈતિહાસના કીમતી અંશો ચૈત્યપરિપાટિઓના ગર્ભમાંથી જન્મે છે, કે જેની કીંમત થાય તેમ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 230