________________
૩૦]
બુદ્ધિપ્રભા તા. ૧૦-૮-૧૯૬૪ કરવા વિચાર કરતા તેઓના મન ઉપર તેમના વિચારેની - છાપ અદ્યાપિ પર્યતા રહેલી છે.
(૪) બનેના જીવન ટૂંકા હતા. વિવેકાનંદ ૪૦ વર્ષની વયે ને પરચંદ ૩૭ વર્ષની વયે સ્વર્ગસ્થ થયા. બને વધારે જીવ્યા હેત તે પિતાના ભવિષ્યના સમયને વધારે સારો જ ઉપગ કરત.
(૫) બને સ્વભૂમિ ભારતમાં જ વિદેહ કેવલ્ય થયા. વિવેકાનંદ બેલુરના આઠ ખાતે ૧૯૦૨ માં અને વીરચંદભાઈ ૧૯૦૧માં મુંબઈમાં.”
છેવટે શ્રી વીરચંદભાઈની સ્મૃતિ જાળવવા જેન સમાજે કંઇ જ ન કર્યું એની ટીકા કરતાં એ લખે છે કે –
સ્વામી વિવેકાનંદના વિચારની પ્રબલ અસર તેના શિષ્યમંડળ (અભેદાનંદ આદિ) એ રામકૃષ્ણ સાયટી આદિ અનેક સંસ્થાઓ સ્થાપી જવલંત અને ચિરસ્થાયી રાખી છે. જ્યારે અતિ શકને વિષય છે કે સ્વ. વીરચંદના વિચારોની પ્રબલ અસર કોઈપણ જૈન તરફથી જારી રહી નથી, એટલું જ નહિ પરંતુ વીરચંદભાઈનું નામ કે નિશાન રાખવા કંઈપણ પ્રયત્ન કરવામાં આવ્યો નથી. આનું નામ “નગુણુપણું’ નહીં?”
એક વિદેશી પત્ર આ રીતે લખે છે ત્યારે મોડા મોડા પણ એમની જન્મ શતાબ્દિ સમયે એમની કાયમી સ્મૃતિ રહે એવું કરવાની જૈન સમાજે આવશ્યકતા સમજી લેવી જોઈએ, અને આવી ટીકાનું પુનરાવર્તન ન થાય એ જોવું જોઈએ. " ચિકાગે ઢાઇમ્સ (તા. ૨૬-૯-૧૮૯૩) ચિકાગો વિશ્વધર્મ