________________
૨૩૪
બુદ્ધિપ્રભા.
"अमेरिकानी सीओ अने तेमनी केळवणी.
સામાન્ય રીતે સ્ત્રીઓના ત્રણ વર્ગ પાડી શકાય. શ્રીમંત, મધ્યમ, અને ગરીબ વર્ગની તેમાં પૈસાદાર સ્ત્રીઓને પુષ્કળ પુરસદ હોય છે. પરંતુ તેને ઉપગ દુનીઆની સર્વ સ્ત્રીઓ સરખી રીતે કરતી નથી. આપણા દેશમાં તેવી સ્ત્રીઓ ફળીઆ કે પિાળમાં બેસી ગપાટા મારવામાં વખત ગાળે છે ત્યારે અમેરિકાની તેવી શ્રીમંત સ્ત્રીઓ જુદી જુદી કલબો, દેવળે, સભાઓ, નાટક, ભાષણ વગેરેમાં જ વખતને ઉપયોગ કરી આનંદ લે છે. | મધ્યમ વર્ગની સ્ત્રીઓ અમેરિકામાં ફુરસદનો વખત ધણીને મદદ થાય તેવાં કામમાં ગાળે છે, જ્યારે હિંદની તેવી સ્ત્રીઓને ફુરસદ હતી નથી છતાં, તેઓ ધણીને ઘણું મદદ કરે છે. રાંધવું ઘરની વ્યવસ્થા રાખવી, છોકરાયાં ઉછેરવો, વગેરે કામ તેને જાતે કરવાનું હોય છે. ગરીબવર્ગ બનને સ્થળે સરખે છે. તેઓને પિતાના ઘરના ગુજરાન માટે પણ સાથે મજુરી કરવી પડે છે અને તે વર્ગ બહુ મહેનતુ હોય છે.
હવે સામાન્ય રીતે કહેતાં મનુષ્ય સ્વભાવને અનુસરી સ્ત્રીઓને પણ સ્વતંત્રતા મેળવવા કુદરતી ઈરછા હોય છે. અમેરિકામાં તેની સ્વતંત્રતા સ્ત્રીઓને મળી છે. અને તેઓ તેને ઉપયોગ પણ કરે છે. જ્યારે આપણી સ્ત્રીઓને તે મેળવવાની ઇચ્છા હેય છે, અને તે મેળવવા તે મહેનત પણ કરે છે પણ તે દાબી દેવામાં આવે છે. સાસુ, વહુ, નણંદ ભોજાઈ વગેરેના કઆ આ બાબતમાં સારી સાક્ષી પૂરે છે.
મધ્યમ વર્ગની સ્ત્રીઓમાં તફાવત અમેરિકામાં મધ્યમ વર્ગની સ્ત્રીઓને ઘર રાખવું ધણી વખતે પરવડતું નથી. જેથી "એકાદ બે ઓરડીમાં રહે છે. સવારને નાતે હાથે બનાવે છે. બપોરનું ખાવાનું પણ ઘણી વખત બનાવી લે છે. પુરૂષ કામે ગયે હોય ત્યાં ખાઈ લે છે. સાંજના જમણ માટે બહાર વીશીમાં (રેરામાં) જાય છે.
મધ્યમ વર્ગમાં બે ત્રણ કે કોઈ વખત ચારથી વધુ છોકરાં હતાં નથી. છોકરો થાય એટલે દરેક વખતનું ખાવાનું ઘેર કરવું પડે છે. સ્ત્રી ઘરનું કામકાજ ચલાવી લે છે. ઘણી વખત ચાકર રાખ પડે છે. જાત મહેનત કરી ધણીને મદદ આપે છે.
છુટા છેડા ગરીબ વર્ગમાં સાધારણ આપણે અહીંની માફક) હોય છે. ઉપરના પૈસાદાર વર્ગમાં છુટાછેડા ઘણા થાય છે. મધ્યમ વર્ગમાં ઓછા હોય છે. છુટાછેડાનું કારણ સ્વતંત્રતા છે. કેટલીક વખત બને બાજુથી ઠગાઈ પણ થાય છે. આપણે અહીં પણ તેવું જ થાય છે. છોકરી કે છોકરાને વિવાહ કરવાનું હોય ત્યારે બંને બાજુ એક બીજા તરફ કેટલી બધી સારી લાગણી બતાવે છે. એક બીજાને પુરી સતિષ આપવા યત્ન કરે છે. પરંતુ લગ્ન થઈ ગયાં કે પછી આ બધું બંધ પડે છે. લગ્ન કગાઈ કેટલેક અંશે ત્યાં પણ થાય છે અને તેવાં જ લગ્ન ફતેહમંદ નિવડતાં નથી. આપણે કહીએ છીએ કે “વેત નમે તેને હાથ નમવું.” તેમ અમેરિકન સ્ત્રી પણ માને છે કે જે પુરૂષ તેને પુરતી સ્વ
આ લેખ બુદ્ધિપ્રકાશમાંથી લીધેલ છે તેના લેખક રા. રા. ઠાકોરલાલ રણછોડલાલ પંડયા છે. ગુજરાત સાહિત્ય સભા તરફથી તા. ૧૯ મી જુલાઇ ૧૯૧૫ ના રોજ અ. સ. વિદ્યાગેવીના પ્રમુખપણા હેઠળ આપેલું ભાષણ.