Book Title: Buddhiprabha 1915 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ ૨૪૬ બુદ્ધિપ્રભા. પારે જીગર ! દુનિયાના આપ કાજી છે. તમારા ઈન્સાફ હુકમ કીધે કે જહર લે! તે બેધડક ઝેર ઘોળી પીશ. આપનું કમ્માન તરફ બહરફ હું પાળીશ. પરંતુ જિન્નત બેગમના પાસામાં પડીને ખોટી શીખવણીથી, આ પરિણામ ખમવું પડે છે. એટલી જ દિલગીરી થાય છે. ખુદાવિંદ ! આપ પોતે પિતાને હાથે, ઝેરને ગાલે જે મને દેતે, તે આપ જોઈ શકત કે દાસી કેવી રીતે, હિંમત અને સાહસથી, આપના હોં સામેજ જોઇ રહી, ખુશીથી તે પી ખુદાની હજુરમાં હાજર થાય છે, પણ હવે શું? હજી એક વાર કહું છું કે હું બેગુનાહ છું. હિન્દુસ્તાનના બાદશાહ ! આપ ન્યાયમ ચુકે છે ! જરા જુ! નહિ આ દીન દુની, જેના ઇન્સાફના આધારે ચાલે છે, તેની કચેરીમાં તે સાચો ઈન્સાફ મેળવીશજ. જહાંપનાહ! જાન એ શું ચીજ છે ! અને તે આપની ખિદમત ઉઠાવવાને સર્જીત હતો. તે જ્યારે કંઈ કામ આવ્યો નહિ, ત્યારે તેની હયાતીથી શું લાભ છે? મ્હારા મનમાં માત્ર એકજ મોટી મુરાદ રહી જાય છે કે, મરવા પહેલાં આપનાં દર્શન થયાં હેત, વિશ્વમાંનું એ અનુપમ સખ્ય હારા પ્રારબ્ધમાં કયાંથી? કોઇ પણ આશા ફળી નહિ. ફળવાની પણ નથી. જેમ હારા અદ્રષ્ટ મહને ઘેરી, તેમ જે આજ કૃષ્ણમેઘ શુધાં શું નિશાનાથને ઘેરશે. નહિ તે, આજ ચન્દની કેવી શુભ્ર જ્યોના પ્રસરાવશે? એવી મધુરી ચનીમાં, શિતળ ચકિરણની સૂક્ષ્મ અધ્યામાં સૂવાની કોને મરજી ન થાય ? પણ ચન્દ્ર તે ઘણે મેડ મેડે દૂર દૂર ઉગે છે. સર સર સરતા નિઝરનું રમ્યગાન સુણવાને, અને એ સંગીત સાંભળતાં સાંભળતાં પ્રાણ વિસર્જન ને પ્રાણ છલબલ કરી રહે, પણ નિઝરે કાણ પહોંચાડી દે? કુલની સેજમાં પડીને, વિમલ ચન્દ્ર સ્નાનું સ્નાન કરતાં કરતાં, આપને ખોળે રડી મરવાની મહને કેટલી બધી ઉમેદ હતી? પણ તે કે પૂર્ણ કરી શકે? નાથ, છેવટે એક વિનંતિ કરૂં છું, ઠીક લાગે તે માન્ય રાખશે. મારી ઉત્તર તરફની બારી ઉધાડતાં જે ગિરિ નદી વહેતી જણાય છે, હેને તીરે ચોદયને વખતે ને દફન કરવાને હુકમ ફરમાવજે. અને ત્યાં કદી પણ કોઈ પણ પહેરેગીર સિપાહીને ખડી રાખી, હાર નિર્જન એકાંત વિશ્રાંતિ સુખમાં ખલેલ પહોંચાડતા ના! તાબેદાર દાસી, સેલીમા પત્ર પૂર્ણ થયે, તેની નીચે સેલીમાએ પોતાની સહી કરી અને તે પર બાદશાહનું ચિરનામું કરી, નેત્રાકાશમાંથી વરસતાં ઉન્હાં ઉન્હાં બે અશ્રુબિન્દુથી ભિજાવી, એક સોનાના પાત્રની અંદર, કેટલાંક સુધી ફુલોની ઢગલી કરી તે પર તે કાગળ મુકયે. અને બાદશાહ કે બીજા કોઈના પણું નજરે ઓચિંતાં તે આવી જાય, એવી જગ્યાએ તે રાખી દીધે. સેલીમાના મૃણાલદંડ છે હાથીની, કમળ પાંખડી જેવી એક આંગળી ઉપર બહુ મૂલ્ય હીરાની વીંટી ચમકી રહી હતી. તે બાદશાહે પ્રેમની નીશાની તરીકે સેલીમાને તે બસ કરી હતી. એ વીંટી હીરાથી ઝગઝગી રહેતી હતી. વાંચકોને અજાણ્યું નહિ જ હોય કે, કિમતી હિરા તેના ઝગઝગાટ સાથે, હળાહળ ઝેરથી ભરેલા હોય છે. સેલીમા તેના તરફ તરસી નઝર કરી જરા હસી. એનું એજ પેલું ચિન્તાથી ઘેરાયલું મુખ, મેલુ અને શક પડેલું જણાતું હતું. હજી સુધી પોતાના સંદર્યનું તેજ ગુમાવી નહોતું બેઠું તે ફરી એકવાર પ્રફુલ બન્યું,

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34