Book Title: Buddhiprabha 1915 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ પ્રેમઘેલા પ્રવાસીનું પવિત્ર જીવન, २४५ ખાદી બહાર ગઈ, સેલીમા દાર બંધ કરી પલંગ પર પટકાઈ પડી, છાતીમાં જોરથી મુકી મારી પ્રસ–સકે રેઈ પડી. ગરીબ બિચારી ! સેલીમાં ! પ્રેમસુખ! સ્વાસ્થય હારે માટે નિર્માણ નથી ! ફરી પત્ર કાટી વાંચો. નિત બેગમના અક્ષર ઓળખ્યા ને તેનું કાવવું સમજ. શાકે-સફાઈથી શાહને સમજાવી શીશામાં ઉતારી પિતાનું કામ કાઢી લીધું છે, એમ તે પામી ગઈ, શું કરે બિચારી મૃત્યુ માટે તૈયાર રહેવાને પૈગામ તેના પગ પાસે પડે હતો. તે બોલી: જિત ! જિન્નત ! તું સુખી થઈ. બાપુ. હારૂં કામ હે કર્યું. આપણું સ્વામીને હું સમજાવી આજ કર્યું? ખેર ! ત્રફ જિગર ! તું છે ખુશી ! હાવાં રજા દેવી ઘટે! બાકી રહ્યા ઘા હૈય તે બે ચાર દઈ દેવા ઘટે! આખરે ન રહેવાયાથી તે મટેથી રઈ પડી. ઓ કાચા કાનના શાહ ! હારી ગલલતથી, હારા બગીચામાંનું સુન્દર પુષ્પ ચગદાઈ, રગદોળાઈ જાય છે. એ ગાફેલ સ્વામી ! હારી સ્ત્રી-સંપત્નિની ઇર્ષાથી રીબાઈ વીના વાંકે મરી જાય છે. કાચા કાનના વૃદ્ધ પતિઓ, હમારી યુવાન પત્નિઓનાં દુઃખની દરકાર કરવી નહોતી, તે શા માટે પરણ્યા હતા ! કદર નહાતી, વાસ લેતાં આવડતી નહોતી, સુન્દર હૃદય પારખી શકાતું નહોતું, પ્રેમના પ્રત્યુત્તર આપવાની તાકાદ નહોતી તે કરવા તેનું સ્વામીવ સ્વિકાર્યું હતું. જે બાળાને જાળવતાં નથી આવડતી, તેને જોરજુલમથી શા માટે પણ લાવ્યો ! આ વિશ્વનું ચિત્ર આવું જ છે ! અરેરે ! હું તે જઇશ! ખુદાના દરબારમાં જઇશ! પણ આમરીબાતી, અન્યાય પામી કેટલી બાળાઓ પિતાના પતિના ફાંટાને વશ થઈ યમ શરણ થતી હશે? ખુદા તેમને બચાવે !” સૂર્યદેવ આ કરૂણ રસ રેલાવતું, આતદન સાંભળી કે જઇ શકયા નહિ, તેઓ અસ્તાચળ તરફ ચાલ્યા ગયા. સુર્યને જતો જે સેલીબાનું હૃદય બેસ્ટ--આફતાબ ! આખી આલમમાં ફરે છે. તું જાણે છે કે, હું નિર્દોષ છું. ખુદા શાક્ષી છે કે હું નિર્દોષ છું. હું તે. જાઉં છું. જઈશ! જ્યાં મહારે માહિરૂ ગયો છે ત્યાં જઈશ! પણ તું કઈ દિવસ પણ મહારા પ્રવાસીને જુવે તો આટલું તે જણાવજે કે – કહેજે તને સંભારતી, વિષપાન એ કરતી હતી ! છેલો નીકળતાં શ્વાસ ત્યારૂ, નામ એ જપતી હતી ! અને હાર સ્વામીને પણ – કહેજે મને દીધી ત્યજી, યમ બને ત્યજશે નહિ! કોઈ પ્રીતિ વશ અબળા, બિચારી ભેળીને ઠગશે નહિ! ટા કેશવાળી, અશ્રુથી ઉભરાતાં નવાળી, કરૂણા, પ્રેમ અને સત્યતાની સાક્ષાત મૂર્તિ હતી. પાષાણ મૂર્તિ જેવી જણાતી બેગમ સેલીમાને જોઇ સૂર્યદેવ, હિમાચળની પશ્ચિમ તરફના ખડકની આડે છપાઈ ગયા. નાઝની સેલીમાના મુખપર હવે નીરાશાની કરાળ છાયા છવાતી ચાલી. ના મહેપર કંઈક નિશ્ચયાત્મક ભાવે ટળવળવા લાગ્યા. આખરે આવેશપૂર્ણ હૃદયે ઉઠી. દેત તે કાગળ લઇ શાહજહાનને જીન્દગીની છેલ્લી વાત જણાવવા બેઠી. પોતાના અધિકારની છેલી ફરજ બજાવવા બેઠી. પત્ર લખે –

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34