Book Title: Buddhiprabha 1915 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ ૨૪૪ બુદ્ધિપ્રભા. ન માન્યું, ને પીછાવું, ન માગ્યું. હવે ક્યાં એ મિલન ! કયાં એ દિવસે, જે આટલું જ જીવવાનું, આટલું જ મળવાનું, તે પછી ખૂદાએ શા માટે મનુષ્યને પ્રેમી હૃદયવાળે બનાવ્યા વારૂ ? આયુ સ્વલ્પ મનુષ્યને દઈ કર્યા, પેમી છશે કાં ભલા ? શું પીવાય મૂહુર્તમાં રસ વડા, વહાલાં દિલે જે વસ્યા? આમને આમ દિવસને ત્રીજો પ્રહર પૂરું થવા આવ્યું. તે પણ બાંદી જવાબ લઈને હજી પાછી ફરી નથી. ધીરે ધીરે સેલીમાએ લાચારીથી આશા મુકવા માંડી, એનું હૃદય પણ ધીમે ધીમે શૂન્ય થતું ગયું. અત્યાર સુધી રેલીમાએ હમેશની માફક પિતાનું ખાણું પણ લીધું હતું. દાસીઓ રંગમહેલની રસમ મુજબ જમવાને થાળ પહેંચાડી ગઈ હતી, પણ આળાંતરીવાળી, નીર–ભ૯દયા સેલીમાએ તેમાંની ચીજને સ્પષ્ટ પણ કર્યો નહોતે. આજ તેણે મનથી પ્રતિજ્ઞા લીધી હતી કે હવે તેઓ ન આવે તેમજ પોતે નિર્દોષ ન કરે તે જન્મભરને માટે ખોરાકીની રૂખસદ ચહાવી? શું ખુદાને ત્રાજવે ન્યાય નહિ મળે?” અરેરે ! ભળી પ્રેમ પૂતળી સેલીમાં ! અટપટા પ્રેમમાર્ગના પ્રવાસીના જીવન ધન સમાન બેગમ સેલમા ! તું ભૂલે છે! આ વિશ્વને અવિરલ કાયદે છે કે, સીધા રસ્તે જનાર, ભેળાં, સત્યનિક પ્રેમાળ હદોને તે બસ દુ:ખીજ કરવાં. તેમને લાવવાં, તડફડાવવાં, ને છેવટે મારી નાંખવા! બસ રોમના નિર્દય નીરો–ની માફક પ્રેમીઓને મરી જતા-બળી જતા સેવામાં જ વિશ્વ આજ તે જ માને છે ! પ્રભુ ! પ્રભુ! ડેળા તણાવ, તણાવ, ટળવળાવી, ટળવળાવી, આખરે બાંદી આવી પહોંચી. તેનું બીલું ઢીલું–ફીકકું પડી ગયેલું છે જેનેજ સેલીમા-પિતાના કમનસીબને પામી ગઈ અવાક બની ગઈ, જી ઉઠી. આખરે ઘણુ જ મુશ્કેલીએ બોલી શકી –“ તેઓ ક્યાં?” બાંદીને શ્વાસ રૂંધાઈ ગયો. તેણે બખરે અવાજે કંપતાં કંપતાં અવાજ આપ્યો, તેઓ સાથે નથી પધાર્યા.” “નથી પધાર્યા ત્યારે ક્યારે આવશે?” બાદીએ બીલકુલ જવાબ ન આપતાં, ઉતરી ગયેલે હે કાગળ તેના હાથમાં આપે. ધડકતી છાતીએ તે પત્ર લઈ બેગમ ગણગણું – “હે ખુદા ! આમાં શું નીકળશે ? ખુશ અંજામ કે મોતને પયગામ?” વજને હાથે-ને ધડ ધડ થતા કો જે સેલીમાએ પત્ર ઉકે, નેત્રના ડોળા ઉપર તો કયારનાં પાણી ફરી વળ્યાં હતાં, ને એક પણ હરફ વંચાત નતિ. છેવટે આંસુ લૂછી કઠણ કાળજુ કરી પત્ર વાંચ્યું. મતના પેગામથી વાકેફ થઈ છાતીને ધડકારે બંધ થઈ ગયો. આંખો મહેલ કરી જાતે જણાવા લાગ્યો. આંખોએ બે ને ચાર ચાર એારડો જવા લાગ્યા. તે જાણે હમણુંજ કલેજુ ફાટી–ચીરાઈ જશે. ને આ અકળવકળમાં “મારૂણનું રૂહ જાણે તેને આદેશ આપતું જણાયું સેલીમા ! જીવન! પાણ! આવ! આવ ! અનંત સુખના-પ્રેમ પ્રદેશમાં આવ! અહિં આધિ, વ્યાધિ, ઉપાધિ કે દુષ્ટ સંસારને વાયરો પણ નથી. સ્વાર્થની વાળા–નિષ્ફરતાનું નામ-કે બેવફાઇનું બિંદુ પણ નથી! આવ પ્રેમ પ્રદેશનાં બારણું તારે માટે ખુલ્લા છે !” સલીમાએ બાહરણના હાથ પકડવા હાથ લંબાવ્યા પણ તે તો કેવળ ભ્રમ હતું. મહારૂનું તે સર્વપ્ન જ હતું ! તે હવે ધીરજ ધરી શકી નહિ. તેનાથી બેસી શકાતું નહતુ, અતિશય સંતાપથી તે બેલી દાસી ! મહારે નિદ્રા લેવી છે, જરા બહાર જાએ!”

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34