Book Title: Buddhiprabha 1915 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ અમેરિકાની સ્ત્રીઓ અને તેમની કેળવણી. ૨૦૫ તંત્રતા આપે છે, જે તેને દરેક રીતે મદદગાર થઇ પડે છે, તેને બદલામાં સારી રીતભાત વગેરેથી સંપૂર્ણ રીતે સંતોષ આપવો જ જોઈએ. શાળા માસ્તર, ફેસરો અને બીજા મધ્યમ વર્ગના માણસેના કુટુંબોમાં બરાબર અંદરથી જોઈએ તે એવી જ સ્થિતિ હોય છે. તેઓ ઘણું સુખી હોય છે અને સ્ત્રીઓ આપણું હિંદુસ્તાનની આદર્શરૂપ અત્રીઓ હેલ તેમ આપણને જણાય છે. નવું અને જુનું–હાલમાં અમેરીકન છોકરીઓનાં દાદા, દાદી એવા ઘરમાં રહેતાં કે જયાં બધું તૈયાર મળી શકતું નહોતું. એટલે કે માતાએ મેજા ગુંથતાં. કપડાં વણતાં અને શિવતાં, રાંધતાં અને પીરતા, માખણ વાવતાં, પથારીઓ કરતાં, પેન, પશુઓની ચાકરી કરતાં, માંદાની માવજત કરતાં, ઘણાં છોકરાં થતાં અને નાનપણમાં મરી પણ જતાં. આ સ્થળોમાં પુરૂષ ખેતર ખેડતા, રોજના ખોરાક માટે અનાજ પકવતા, પિતાનાં હથીઆ બનાવતા, પિતાનાં ઢેર ઉછેરતા, પોતે જ ઉન તૈયાર કરતા, ઘર બાંધતા, કુવા ખોદતા, અને જરૂર પડે શત્રુઓ (ઇન્ડીઅન) સામે લઢતા. શાળા–ટુંકા શિયાળામાં કરાંને વાંચવાનું, લખવાનું, ગણિત ઇતિહાસ, ભૂગોળ શીખવવામાં આવતું. પણ તેઓ કાયદા માટે ( વકીલ થવા માટે) ડાકટર થવા માટે કે પાદરી બનવા માટે જવાનાં ન હોય તે તેમના શાળાના શિક્ષણને અને તે પછીની તેમની દુનીઆમાંની કાર્કિદીને કોઈ પણ જાતને સંબધ રહેતે નહિ. છોકરા અને છે માબાપ સાથે કામ કરીને જે તેમને બંધ થવાને હતો તે શીખતા. ચાલચલગત-કે આ પ્રાયોગિક શિક્ષણ થતું તેપણું આ કામમાં ફળ તેનાથી મળતી આર્થિક સંપત્તિ કરતાં વધારે કીંમતી હતાં. આ ફળે તેજ તેમની જીંદગી અને દુનીઆ પર તેમના કામથી થતી અસર હતાં. મહેનતમાંથી પ્રીતિ અને મિત્રતા ઉદ્દભવતીબાપ અને છોકરો શારીરિક તેમ ધાર્મિક રીતે એક બીજાને મદદ આપતા, મહેનત કરતા અને તે વખતે પ્રત્યેક વર્ષે છોકરાની જવાબદારી વધતી અને તે પ્રમાણે તેની શારીરિક તેમજ નૈતિક શક્તિઓ પણ ખીલતી. આ રીતે જવાબદારી. શક્તિ, ઉપકારવૃત્તિ, અને પ્રીતિથી છેકરાની ચાલચલગત અગર નૈતિક વર્તણું કને મજબૂત પાયો નખાતે. જે માણસોએ આ (અમેરિકા દેશ બનાવ્યો છે તેમની અંદગી માટેની તૈયારી ઉપર બતાવ્યા પ્રમાણે હતી. હાલની સ્થિતિ—અમેરિકન છોકરાં આજે જે સ્થિતિમાં છે તે તેમનાં બાપદાદા છોકરાં હતાં તે વખતે જે સ્થિતિમાં હતાં તેથી જૂદીજ છે. ધીમે ધીમે ઘરમાં થતે છે સમાજે ઉપાડી લીધો છે અને ઉત્પત્તિ પેદાશ) પહેલાં કરતાં અનેક ગણું વધી છે. પાંની સુંદરતા, ઘરની સગવડ, થીઆરોની જૂદી જૂદી જાતે, એ પડીઓના કડે થેકડા, જયાં ને ત્યાં દેખાતી રેવે, ચાલીસ ચાલીસ માળનાં ઉચાં ઘર, મેડી વિડીઓ, ભડીઆરખાનાં, મેટાં ફાર્મ, (ખેતરે) શાળાઓ, દેવ, નાટયગૃહ, કલબ, યુનીવર્સીટીએ, ભૂસપેપ, અને મુસાફરી કરવાનાં સાધનો એ સઘળું બતાવે છે કે શરૂઆત પેલાં બાપદાદાના ઘરમાંથી થઇ, સ્વપ્ન પણ નહિ ધારેલી એવી સ્થિતિ આજે થઇ છે, આથી કાંઈ ઘર હલકી સ્થિતિએ પહેર્યું છે, એમ નથી, પણ સત્ય વાત તો એ છે કે નાની ચળ વળ જે ઘરમાં જન્મ પામી ઉછરી તે હવે સમાજમાં બહાર જવા લાગી છે, પંખી પાંખ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34